AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : મેઘરાજાની તોફાની બેટિંગ! દેશના 16 રાજ્યોમાં ચોમાસું સક્રિય, ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે મેઘમહેર! જુઓ Video

દેશના 16 રાજ્યોમાં ચોમાસું સક્રિય થયું છે અને આગામી દિવસોમાં વધુ રાજ્યોમાં પહોંચશે. હવામાન વિભાગ અનુસાર, ગુજરાતમાં 20 જૂન સુધીમાં ચોમાસાનું આગમન થવાની શક્યતા છે, જોકે હાલ વરસાદ સામાન્ય કરતાં 22% ઓછો નોંધાયો છે. દક્ષિણ અને પૂર્વોત્તર રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

Breaking News : મેઘરાજાની તોફાની બેટિંગ! દેશના 16 રાજ્યોમાં ચોમાસું સક્રિય, ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે મેઘમહેર! જુઓ Video
monsoon active in 16 states gujarat to receive rain soonImage Credit source: chatgpt
| Updated on: Jun 10, 2026 | 10:52 AM
Share

ભારતમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે અને દેશના કુલ 16 રાજ્યોમાં તે સક્રિય થઈ ગયું છે. કેરળમાં ચોમાસાએ દસ્તક દીધાના માત્ર છ દિવસમાં તે સિક્કિમ સુધી પહોંચી ગયું છે, જે આ વર્ષે ચોમાસાની ઝડપી અને વ્યાપક પ્રગતિ સૂચવે છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ આગામી પાંચ દિવસમાં મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઓડિશા, ઝારખંડ અને બિહાર જેવા રાજ્યોમાં પણ ચોમાસાની વિધિવત રીતે એન્ટ્રી થશે તેવી અપેક્ષા છે.

ચાલુ વર્ષે જૂનના પહેલા અઠવાડિયામાં ચોમાસાની ગતિ થોડી ધીમી રહી હતી. ભારતીય હવામાન વિભાગ (IMD)ના આંકડા મુજબ પહેલી જૂનથી 8 જૂન સુધીના સમયગાળામાં દેશમાં 21.3 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં 22% ઓછો છે. જોકે, ચોમાસાના સક્રિયકરણ સાથે આ સ્થિતિમાં સુધારો આવવાની આશા છે.

વિવિધ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે વિવિધ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ભારતના રાજ્યો જેમ કે કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તેવી જ રીતે, પૂર્વોત્તર ભારતના રાજ્યો જેવા કે આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ ભારે વરસાદની શક્યતા છે. આ રાજ્યોમાં એક ઇંચ જેટલો વરસાદ થવાનો અંદાજ છે, જે સ્થાનિક નદીઓ અને જળસંગ્રહ સ્થાનો માટે ફાયદાકારક રહેશે.

ઉત્તર ભારતમાં પણ હવામાનમાં ફેરફાર જોવા મળશે. 11મી અને 12મી જૂન એટલે કે આવતીકાલ અને પરમદિવસે પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તરાખંડ જેવા ઉત્તર ભારતીય રાજ્યોમાં તેજ પવન ફૂંકાવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન હવામાનમાં ઠંડક પણ અનુભવાઈ શકે છે.

માછીમારોને ખાસ સૂચના

ચોમાસાની શરૂઆતને ધ્યાનમાં રાખીને, માછીમારોને ખાસ સૂચના આપવામાં આવી છે. આગામી સાત દિવસ સુધી દરિયામાં ન જવા માટે તેમને સાવચેત કરવામાં આવ્યા છે, જેથી સંભવિત ખરાબ હવામાન અને ઊંચા મોજાના કારણે કોઈ જાનહાનિ ન થાય.

20 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસાનું આગમન

ગુજરાત રાજ્ય માટે હવામાન વિભાગે રાહતભર્યા સમાચાર આપ્યા છે. આગાહી મુજબ, 20 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ શકે છે. આજે 10મી જૂન હોવાથી, આગામી 10 દિવસમાં રાજ્યમાં વરસાદ આવી શકે છે. જોકે, ત્યાં સુધી રાજ્યના નાગરિકોને ગરમીનો પ્રકોપ સહન કરવો પડશે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ચોમાસાની વિધિવત શરૂઆત દેશભરમાં થઈ ગઈ છે, અને નોર્થ ઈસ્ટના પાંચ રાજ્યો હોય કે પછી ઉત્તર ભારતના ચાર રાજ્યો, તમામ જગ્યાએ વરસાદની શરૂઆત આગામી ત્રણથી ચાર દિવસમાં થશે તેવું હવામાન વિભાગનું કહેવું છે. આ રીતે, સમગ્ર દેશમાં ચોમાસાનો પ્રસાર વધુ વેગ પકડશે અને લાંબા સમયથી રાહ જોવાઈ રહેલા વરસાદથી લોકોને રાહત મળશે તેવી અપેક્ષા છે.

DMartમાં ખરીદી કરતા પહેલા ચેતી જજો! પૂર્વ કર્મચારીએ કર્યો ચોંકાવનારો દાવો, જુઓ Viral Video આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
g clip-path="url(#clip0_868_265)">