Valsad Breaking News : અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ખાનગી બસમાં લાગી ભીષણ આગ,હાઈવે 2 કલાક સુધી રહ્યો બંધ,જુઓ Video

Valsad Breaking News :વલસાડના પારડી નજીક આગ લાગવાની ઘટના સામે આવી છે. પારડી નજીક આવેલા અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ખાનગી બસમાં આગ લાગી હતી. અમદાવાદથી બેલગામ જતી ખાનગી ટ્રાવેલ્સની બસમાં 16 મુસાફરો સવાર હતા. જેમાં તમામ મુસાફરો આબાદ બચાવ કર્યો છે. બસના ચાલકના કહેવા પ્રમાણે બસનું ટાયર બ્લાસ્ટ થતા બસમાં આગ લાગી હોવાની ઘટના બની હતી.

Valsad Breaking News : અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ખાનગી બસમાં લાગી ભીષણ આગ,હાઈવે 2 કલાક સુધી રહ્યો બંધ,જુઓ Video
Valsad Fire
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2023 | 9:55 AM

Valsad : રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે વલસાડના પારડી નજીક પણ આગ લાગવાની ઘટના સામે આવી છે. પારડી નજીક આવેલા અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ખાનગી બસમાં આગ લાગી હતી. અમદાવાદથી બેલગામ જતી ખાનગી ટ્રાવેલ્સની બસમાં 16 મુસાફરો સવાર હતા. જેમાં તમામ મુસાફરો આબાદ બચાવ કર્યો છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

બસના ચાલકના કહેવા પ્રમાણે બસનું ટાયર બ્લાસ્ટ થતા બસમાં આગ લાગી હોવાની ઘટના બની હતી.તો બસ ચાલક અને મુસાફરોએ સમય સૂચકતા વાપરી તમામને લોકોને નીચે ઉતારી લીધા હતા. જેના પગલે કોઈ પણ જાનહાની થઈ નથી.

ખાનગી બસમાં લાગી ભીષણ આગ

ઘટના બનતા મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવે 48 બે કલાક સુધી બંધ રાખવામાં આવ્યો હતો. પોલીસ અને ફાયર વિભાગની ટીમ દ્વારા બસમાં લાગેલી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. જે ઘટના સ્થળ પર પોલીસ સહિત પારડી મામલતદાર પણ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યા હતા. બે કલાક બાદ બસમાં લાગેલી આગ કાબુમાં આવતા રાબેતા મુજબ હાઈવે શરુ કરવામાં આવ્યો હતો.

તો આ અગાઉ પણ અનેક વાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. તો ગઈ કાલે જ  જામનગરના પોશ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં ભીષણ આગ લાગી હતી. તો ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર વિભાગની 3 ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જામનગરના પોશ વિસ્તારમાં આગ લાગવાથી અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. તો આ તરફ  જસદણ પંથકમાં આવેલા એક ગામમાં બંધ મકાનમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના બની હતી. બ્લાસ્ટના કારણે મકાનની દિવાલો ધરાશાયી થઈ હતી. જો કે આ ઘટનામાં કોઈ જાન હાનિની માહિતી પ્રાપ્તી થઈ ન હતી.

( વીથ ઈનપુટ – અક્ષય કદમ ) 

g clip-path="url(#clip0_868_265)">