AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: વડોદરાના માંજલપુરથી ધારાસભ્ય યોગેશ પટેલનું અવસાન, ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન લીધા અંતિમ શ્વાસ

Breaking News: વડોદરાના માંજલપુરથી ધારાસભ્ય યોગેશ પટેલનું થયુ અવસાન, ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન લીધા અંતિમ શ્વાસ

Breaking News: વડોદરાના માંજલપુરથી ધારાસભ્ય યોગેશ પટેલનું અવસાન, ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન લીધા અંતિમ શ્વાસ
| Updated on: Jun 02, 2026 | 4:07 PM
Share

વડોદરાના માંઝલપુરથી ધારાસભ્ય યોગેશ પટેલનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન થયુ છે. તેમને હાર્ટએટેક આવ્યો હતો, ત્યારબાદ તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અતિ પ્રામાણિક અને સ્પષ્ટવક્તા યોગેશ પટેલ કાકાના હુલામણા નામથી પણ જાણીતા હતા. યોગેશ પટેલે 79 વર્ષે આ ફાની દુનિયા છોડી ગયા છે.

ધારાસભ્ય યોગેશ પટેલ છેલ્લા થોડા દિવસોથી હોસ્પિટલમાં એડમિટ હતા અને આ દરમિયાન જ તેમની તબિયતમાં સુધાર ન જણાતા તેમનુ મૃત્યુ થયુ છે.

ધારાસભ્ય યોગેશ પટેલની રાજકીય કારકિર્દી

યોગેશ પટેલે સૌપ્રથમ 1990માં જનતા પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ 1995માં તેઓ ભાજપમાં જોડાયા. વડોદરાની રાવપુરા બેઠક પરથી તેઓ 5 વખત ધારાસભ્ય બન્યા. માંજલપુર બેઠક પરથી તેઓ છેલ્લી ટર્મથી ચૂંટાઈ આવતા હતા 2012, 2017 અને 2022ની ચૂંટણીમાં પણ તેઓ માંજલપુરથી ચૂંટાયા હતા. કૂલ 8 વખત તેઓ વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ગુજરાતના સૌથી સિનિયર અને અનુભવી ધારાસભ્યોમાં યોગેશ પટેલ સ્થાન ધરાવતા હતા. 2019માં ગુજરાત સરકારમાં રાજ્ય મંત્રી તરીકે જવાબદારી સંભાળી હતી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સાથે જોડાયેલા રહ્યા હતા. કાકાના હુલામણા નામથી જાણીતા યોગેશ પટેલ વડોદરાના પ્રભાવશાળી અને લોકપ્રિય રાજકારણી તરીકે ઓળખાતા હતા.

શરીર સાથ આપશે તો 9મી ટર્મમાં ચૂંટણી લડીશ

યોગેશ પટેલ લાંબા સમયથી હૃદય સંબંધિત બીમારીથી પીડાતા હતા. તેમણે અગાઉ કહ્યુ હતુ કે શરીર સાથ આપશે તો 9મ ટર્મમાં ચૂંટણી લડીશ. પરંતુ તેમના શરીરે તેમનો સાથ છોડી દીધો અને 79 વર્ષે વડોરા ભાજપના વરિષ્ઠ નેતાએ આ દુનિયાને અલવિદા કહી દીધી.

હોસ્પિટલમાં એડમિટ થયા એ પહેલા છેલ્લી ક્ષણ સુધી તેઓ સતત જાહેર જીવનના કામમાં સક્રિય રહ્યા હતા. તેમના વિસ્તારના કે વડોદરા શહેરના દરેકે દરેક મુદ્દા પર તેઓ બેબાકીથી અવાજ ઉઠાવતા. ક્યારેક પાર્ટીની વિરુદ્ધ જઈને પણ તેઓ લોકોની સમસ્યાને ઉજાગર કરવામાં અચકાતા ન હતા.

વિકાસને હંમેશા પ્રાધાન્ય આપતા રહ્યા

ધારાસભ્ય તરીકે યોગેશ પટેલે શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને વિશેષ પ્રાથમિકતા આપી હતી. ખાસ કરીને શહેરના રસ્તાઓના વિકાસ, ટ્રાફિક વ્યવસ્થા અને નાગરિક સુવિધાઓમાં સુધારાના મુદ્દાઓ પર તેઓ સતત સક્રિય રહ્યા છે.

વડોદરાના ઝડપથી વધતા શહેરીકરણને ધ્યાનમાં રાખીને તેમણે અનેક વિકાસ યોજનાઓ માટે સરકાર સમક્ષ રજૂઆતો પણ કરી હતી. સ્થાનિક સ્તરે વિકાસકામોને ગતિ આપવા માટે તેઓ સતત વિભાગીય અધિકારીઓ સાથે સંકલન કરતા જોવા મળે છે.

લોકો સાથે સીધો સંપર્ક

યોગેશ પટેલની લોકપ્રિયતાનું એક મોટું કારણ તેમનો લોકો સાથેનો સીધો સંપર્ક માનવામાં આવે છે. સામાન્ય નાગરિકોની સમસ્યાઓ સાંભળવા અને તેનો ઉકેલ લાવવા માટે તેઓ વારંવાર જાહેર કાર્યક્રમો અને બેઠકમાં હાજરી આપતા રહ્યા છે.

ચૂંટણી સિવાય પણ પોતાના વિસ્તારના કામો માટે સતત સક્રિય રહેવું અને કાર્યકરો સાથે સંવાદ જાળવવો તેમની રાજકીય મજબૂતીનું મુખ્ય કારણ માનવામાં આવે છે. ભાજપના સ્થાનિક સંગઠનમાં પણ તેઓ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.

વિવાદો અને રાજકીય ચર્ચાઓ

પોતાની લાંબી રાજકીય કારકિર્દી દરમિયાન યોગેશ પટેલ અનેક વખત ચર્ચાનું કેન્દ્ર બન્યા. કેટલાક મુદ્દાઓ પર વિરોધ પક્ષે તેમની ટીકા પણ કરી હતી, પરંતુ તેમ છતાં તેમણે પોતાના વિસ્તારમાં મજબૂત જનઆધાર જાળવી રાખ્યો છે. રાજકારણમાં સક્રિય અને સ્પષ્ટ વલણ ધરાવતા નેતા તરીકેની છાપ તેમણે ઉભી કરી હતી જે તેમણે છેક સુધી જાળવી રાખી હતી.

Input Credit- Anjali Ojha- Vadodara

કોઈ વ્યક્તિના અંતિમ સંસ્કાર થઈ ગયા પછી પાછળ વળીને કેમ ન જોવુ જોઈએ? તમે નહીં જાણતા હોવ કારણ

Follow Us
ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા
તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા
વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય
વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ
સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ
કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ
કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
g clip-path="url(#clip0_868_265)">