Breaking News : કચ્છમાં વેપારી અનંત તન્નાને હનીટ્રેપમાં ફસાવવાના કેસમાં સામાજિક આગેવાન રમેશ જોષીની ધરપકડ
કચ્છમાં વેપારી અનંત તન્નાને હનીટ્રેપમાં ફસાવવાના કેસમાં સામાજિક આગેવાન રમેશ જોષીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં કેસના આરોપી રમેશ જોષીને ભુજ LCB મુંબઇથી કચ્છ લાવી છે. કચ્છ લાવીને વધુ પૂછપરછ કરવામાં આવશે.
કચ્છમાં(Kutch) વેપારી અનંત તન્નાને હનીટ્રેપમાં(Honeytrap) ફસાવવાના કેસમાં સામાજિક આગેવાન રમેશ જોષીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં કેસના આરોપી રમેશ જોષીને ભુજ LCB મુંબઇથી કચ્છ લાવી છે. કચ્છ લાવીને વધુ પૂછપરછ કરવામાં આવશે.આ સમગ્ર કેસની વિગત મુજબ ઓકટોબર 2022માં એક પ્રતિષ્ઠિત વેપારીને ફસાવીને 10 કરોડની ખંડણી માગવામાં આવી હતી. આ કેસમાં વેપારીએ 8 વ્યક્તિઓ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે હાલ પાંચ આરોપીની ધરપકડ કરી છે. ગાંધીધામના અંનત ઠક્કર નામના વેપારીના સંપર્કમાં વડોદરાની એક યુવતી આવી હતી.
જંયતી ઠક્કર ડુમરાનું પણ નામ આરોપી તરીકે સામે આવ્યું છે
તેઓ એક હોટેલમાં મળ્યા હતા બાદમાં વેપારીની એ યુવતી સાથેની વીડિયો ક્લિપ બનાવીને તેને બ્લેક મેઈલ કરવામાં આવ્યો હતો. આ વીડિયો ક્લિપ જાહેર ના કરવા બદલ વેપારી પાસેથી 10 કરોડની માગણી કરવામાં આવી હતી. આ કેસમાં જંયતી ભાનુશાળી હત્યા કેસના આરોપી જંયતી ઠક્કર ડુમરાનું પણ નામ આરોપી તરીકે સામે આવ્યું છે.
કચ્છના હાઈપ્રોફાઈલ હની ટ્રેપ કેસમાં પોલીસે 8 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી હતી. જેમાં જંયતી ઠક્કર ડુમરા, વિનય રેલોન, એડવોકેટ હરેશ કાંઠેચા, ખુશાલ ઠક્કર, મનીષ મહેતા, રમેશ જોશી તથા શંભુ જોશી તેમજ વડોદરા ની આશા ધોરીનો સમાવેશ થાય છે. જેમાં આરોપી આશા ધોરી સહિત અત્યાર સુધી પાંચ આરોપીની ધરપકડ કરી છે. જ્યારે ત્રણ લોકોની ધરપકડ હજુ બાકી છે. જેની પોલીસે તપાસ હાથ ધરી છે.
(With Input, Jay Dave, Kutch)
કચ્છ જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો