AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ પૂર્ણ સપાટીએ, CM ભૂપેન્દ્ર પટેલે શાસ્ત્રોક્ત વિધિથી કર્યા નર્મદા નીરના વધામણાં

ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતાં ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાનો સરદાર સરોવર ડેમ તેની 138.68 મીટરની મહત્તમ સપાટીએ પહોંચી ગયો છે. વર્ષ 2017માં લોકાર્પણ થયા બાદ સાતમી વખત ડેમ પૂર્ણ સપાટીએ ભરાતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એકતા નગર ખાતે શાસ્ત્રોક્ત વિધિથી નર્મદા નીરના વધામણાં કર્યા છે. આ સાથે રાજ્યના 10,453 ગામો, 191 નગરો અને 7 મહાનગરપાલિકાના 4 કરોડ નાગરિકો માટે પીવાના પાણી અને સિંચાઈની સુરક્ષા નિશ્ચિત બની છે.

Breaking News: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ પૂર્ણ સપાટીએ, CM ભૂપેન્દ્ર પટેલે શાસ્ત્રોક્ત વિધિથી કર્યા નર્મદા નીરના વધામણાં
Image Credit source: Tv9Gujarati
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2026 | 5:31 PM
Share

ગુજરાત માટે સૌથી મોટા અને આનંદના સમાચાર સામે આવ્યા છે. ઉપરવાસમાંથી પાણીની સતત આવકને પગલે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ તેની મહત્તમ જળસપાટી 138.68 મીટરને સ્પર્શી ગયો છે. વર્ષ 2026માં ડેમ પૂર્ણ સપાટીએ ભરાઈ જતાં એકતા નગર ખાતે ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે. ડેમ સંપૂર્ણ ભરાવાના આ શુભ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડેમ સાઈટ પર ઉપસ્થિત રહીને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે નર્મદા નીરના વધામણાં અને જળપૂજન કર્યું હતું.

2017ના લોકાર્પણ બાદ 7મી વખત ડેમ છલકાયો

17 સપ્ટેમ્બર 2017ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નર્મદા બંધ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રાર્પણ બાદ આ સતત સાતમી વખત છે જ્યારે સરદાર સરોવર ડેમ તેની પૂર્ણ અને મહત્તમ જળસંચય ક્ષમતાએ ભરાયો છે.

પાણીની આવક અને જળસંગ્રહની સ્થિતિ

  • પાણીની આવક: ઉપરવાસમાંથી હાલ ડેમમાં આશરે 44,884 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે.
  • જળસપાટી: ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે, જેની સામે જળસપાટી 138.67 મીટરને વટાવી સંપૂર્ણ ભરાઈ ગઈ છે.
  • લાઈવ સ્ટોરેજ: ડેમ હાલ 99.50 ટકા જેટલો ભરાઈ ચૂક્યો છે અને તેમાં 5,747.12 એમસીએમ (MCM) જેટલો વિશાળ લાઈવ સ્ટોરેજ જથ્થો ઉપલબ્ધ છે.
  • પાણીની જાવક અને વીજ ઉત્પાદન: હાલ ડેમમાંથી 12,788 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. કેનાલ હેડ પાવર હાઉસના 3 ટર્બાઇન કાર્યરત કરીને વીજ ઉત્પાદન શરૂ રખાયું છે, જ્યારે રિવર બેડ પાવર હાઉસના તમામ ટર્બાઇન હાલ બંધ રાખવામાં આવ્યા છે.

4 કરોડ નાગરિકો માટે જળ સુરક્ષા સુનિશ્ચિત

સરદાર સરોવર ડેમ પૂર્ણ સપાટીએ ભરાઈ જતાં આગામી સમગ્ર વર્ષ માટે રાજ્યમાં પીવાના પાણી અને ખેતી માટે સિંચાઈના પાણીની ચિંતા દૂર થઈ છે. રાજ્યના 10,453 ગામડાં, 191 નગરો અને 7 મહાનગરપાલિકાઓમાં વસતા આશરે 4 કરોડ નાગરિકો માટે જળ સુરક્ષા સંપૂર્ણપણે સુનિશ્ચિત થઈ ગઈ છે, જેનાથી ખેડૂતો અને સામાન્ય જનતામાં હર્ષની લાગણી છવાઈ છે.

પૃથ્વીથી માઇલો દૂર સ્પેસ સ્ટેશનમાં લંચ કેવી રીતે તૈયાર થાય છે ? ભારતીય એસ્ટ્રોનોટ શુભાંશુ શુક્લાએ ખોલ્યું અંતરિક્ષના કિચનનું રહસ્ય

Follow Us
નવસારીમાં સતત છઠ્ઠા દિવસે દીપડો દેખાતા દહેશત
નવસારીમાં સતત છઠ્ઠા દિવસે દીપડો દેખાતા દહેશત
સુરતમાં મનપાની કચરા ગાડી પર જોખમી સ્ટંટ,જુઓ Video
સુરતમાં મનપાની કચરા ગાડી પર જોખમી સ્ટંટ,જુઓ Video
ટાઈગર શ્રોફ પર હુમલા મામલે મોટો ખુલાસો
ટાઈગર શ્રોફ પર હુમલા મામલે મોટો ખુલાસો
શિયાળાની શરૂઆતમાં જ ગુજરાતમાં કાળઝાળ ગરમી! ઓક્ટોબરની ગરમીએ ચિંતા વધારી
શિયાળાની શરૂઆતમાં જ ગુજરાતમાં કાળઝાળ ગરમી! ઓક્ટોબરની ગરમીએ ચિંતા વધારી
આજનું રાશિફળ : ભાગ્યના સિતારા ચમકશે અને આવકમાં મોટો વધારો થશે
આજનું રાશિફળ : ભાગ્યના સિતારા ચમકશે અને આવકમાં મોટો વધારો થશે
ભાજપના પૂર્વ નેતાની 'દાદાગીરી', ગરબા રમતા યુવક પર જીવલેણ હુમલો કર્યો
ભાજપના પૂર્વ નેતાની 'દાદાગીરી', ગરબા રમતા યુવક પર જીવલેણ હુમલો કર્યો
ગુજરાતના સરહદી જિલ્લાઓમાં વરસાદની આગાહી: હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતના સરહદી જિલ્લાઓમાં વરસાદની આગાહી: હવામાન વિભાગનું એલર્ટ
ભાગવતનો વાર: ભારતમાં ફ્રાન્સ-બાંગ્લાદેશ જેવો માહોલ ઊભો કરવાનો ખેલ
ભાગવતનો વાર: ભારતમાં ફ્રાન્સ-બાંગ્લાદેશ જેવો માહોલ ઊભો કરવાનો ખેલ
મમતાની મમત છોડ્યા બાદ યુસુફ પઠાણ પર ગુજરાત સરકાર ઓળઘોળ, મફત જમીન આપશે
મમતાની મમત છોડ્યા બાદ યુસુફ પઠાણ પર ગુજરાત સરકાર ઓળઘોળ, મફત જમીન આપશે
સાબરકાંઠા પ્રાંતિજમાં ભારે ભીડ વચ્ચે પલ્લી યાત્રા,દર્શન માટે ઉમટી ભીડ
સાબરકાંઠા પ્રાંતિજમાં ભારે ભીડ વચ્ચે પલ્લી યાત્રા,દર્શન માટે ઉમટી ભીડ
g clip-path="url(#clip0_868_265)">