Rain update Breaking : ગુજરાતમાં 24 કલાકમાં 157 તાલુકામાં વરસ્યો વરસાદ, સૌથી વધુ જૂનાગઢના ભેસાણમાં 4 ઇંચથી વધુ વરસાદ
ગુજરાતમાં 24 કલાકમાં કુલ 157 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ જૂનાગઢના ભેંસાણમાં 4.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો પાટણમાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.
Monsoon 2023 : રાજ્યમાં વરસાદી માહોલ યથાવત્ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં 24 કલાકમાં કુલ 157 તાલુકામાં વરસાદ (Rain) વરસ્યો છે. 47 તાલુકામાં એક ઇંચથી લઇને ચાર ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. સૌથી વધુ જૂનાગઢના (Junagadh) ભેંસાણમાં 4.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો પાટણમાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચો- Vande Bharat: અમદાવાદને મળશે વધુ એક વંદે ભારત ટ્રેનની ભેટ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપશે ગ્રીન સિગ્નલ
છેલ્લા 24 કલાકમાં 30 જિલ્લામાં વરસાદ વરસ્યો છે. પોરબંદરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે. તો મહેસાણાના વીરપુરમાં 3.3 ઇંચ વરસાદ ખાબક્યો છે. કચ્છ મુંદ્રામાં 3.2 ઇંચ વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના લાખાણીમાં 3.1 ઇંચ વરસાદ વરસ્યો છે. કચ્છના અંજારમાં પણ 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.
જાણો સીઝનનો સૌથી વધુ વરસાદ ક્યા વરસ્યો
રાજ્યભરમાં મેઘરાજાએ જમાવટ કરી છે. કચ્છમાં અત્યાર સુધીમાં સીઝનનો 94 ટકા વરસાદ પડી ગયો છે. તો સૌરાષ્ટ્રમાં સીઝનનો 53 ટકા વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં 35 ટકા વરસાદ વરસી ગયો છે. દક્ષિણ ગુજરાતમાં 28 ટકા વરસાદ વરસ્યો છે. મધ્ય ગુજરાતમાં 25 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સીઝનનો સરેરાસ 36 ટકા વરસાદ વરસી ગયો છે.
જાણો કયા જિલ્લામાં કેટલા સીઝનનો કેટલો વરસાદ વરસ્યો
પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં 40.34 ટકા સીઝનનો વરસાદ વરસ્યો છે. તો બનાસકાંઠામાં સીઝનનો 47.99 ટકા, મહેસાણામાં 29.97 ટકા, સાબરકાંઠામાં 31.41 ટકા, અરવલ્લીમાં 23.52 ટકા, ગાંધીનગરમાં 34.41 ટકા વરસાદ નોંધાયો છે.
અમદાવાદમાં સીઝનનો 29.64 ટકા વરસાદ વરસી ગયો છે. તો ખેડામાં 33.31 ટકા, આણંદમાં 33.60 ટકા, વડોદરામાં 21.49 ટકા, છોટા ઉદેપુરમાં 14.32 ટકા, પંચમહાલમાં 21.52 ટકા, મહિસાગરમાં 25.08 ટકા વરસાદ નોંધાયો છે. તો દાહોદમાં સીઝનનો 15.69 ટકા વરસાદ નોંધાયો છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો