AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monsoon 2023 Breaking News : આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, જાણો ક્યા વિસ્તારમાં રહેશે તોફાની વરસાદ

હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક નાઉ કાસ્ટ જાહેર કરવામાં આવ્યુ છે.રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ વરસે તેવી શક્યતા છે.

Monsoon 2023 Breaking News : આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, જાણો ક્યા વિસ્તારમાં રહેશે તોફાની વરસાદ
Gujarat Rain Forecast
Darshal Raval
| Edited By: | Updated on: Jul 07, 2023 | 9:25 AM
Share

Monsoon 2023 : હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક નાઉ કાસ્ટ જાહેર કરવામાં આવ્યુ છે. રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ વરસે તેવી શક્યતા છે.

તો આગામી થોડા કલાકો 40 કિલોમીટર ઝડપે પવન ફુંકાઈ શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા,મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, કચ્છ, અમદાવાદ અને ગાંધીનગરમાં ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ રહેશે.

આ પણ વાંચો : Gujarat Monsoon News : મહિસાગરના લુણાવાડામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા હાલાકી, જુઓ Video

તેમજ ભાવનગર, પોરબંદર, રાજકોટ, અમરેલી, અરવલ્લી, મહીસાગર, આણંદ, ખેડા, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, સુરત, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે જાહેર કર્યા વિવિધ એલર્ટ

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આજે જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. તો બીજી તરફ છોટાઉદેપુર, નવસારી, તાપી, ડાંગ,પોરબંદર, રાજકોટ, બોટાદ, વડોદરા, બનાસકાંઠા, અને પાટણમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.  તો આ તરફ આજે જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે.

કચ્છમાં અત્યાર સુધી સીઝનનો 94 ટકા વરસાદ વરસ્યો

ચોમાસાની શરુઆતથી જ રાજ્યમાં મેઘરાજા જમાવટ કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદ ખાબક્યો છે. તે વચ્ચે કચ્છમાં અત્યાર સુધી સીઝનનો 94 ટકા વરસાદ વરસ્યો છે. તો સૌરાષ્ટ્રમાં સીઝનનો 53 ટકા વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધી 28 ટકા વરસાદ વરસ્યો છે. તો આ તરફ મધ્ય ગુજરાતમાં 25 ટકા વરસાદ પડ્યો છે. ગુજરાતમાં સીઝનનો સરેરાશ 36 ટકા વરસાદ વરસ્યો છે.

જુલાઇ મહિનામાં વરસાદે હવે જમાવટ કરી છે. તો બનાસકાંઠા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે. અમીરગઢ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઇકબાલગઢ વિસ્તારમાં વરસાદ બાદ દોઢ ઇંચ સુધી પાણી ભરાઇ ગયા હતા. ચારેય તરફ માર્ગો અને ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. ખેતરોમાં પાણી ભરાઇ જતા ખેડૂતોએ વાવેલા મગફળીના પાકમાં નુકસાન થવાની ભીતિ સર્જાઇ છે. જિલ્લામાં ધોધમાર વરસાદ થતા વાતાવરણ ઠંડુગાર બન્યું છે. લોકોને ગરમી અને બફારામાંથી પણ રાહત મળી છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
પાલનપુરમાં પ્રી-મોન્સૂન કામગીરી ઠપ્પ, પાલિકાના નેતાઓના દાવા જ જુદા
પાલનપુરમાં પ્રી-મોન્સૂન કામગીરી ઠપ્પ, પાલિકાના નેતાઓના દાવા જ જુદા
સુરત ટેક્સ્ટાઇલ માર્કેટની પહેલ: ઇંધણ અને ટ્રાફિક સમસ્યા નિવારવા અભિયાન
સુરત ટેક્સ્ટાઇલ માર્કેટની પહેલ: ઇંધણ અને ટ્રાફિક સમસ્યા નિવારવા અભિયાન
અમદાવાદમાં જમીન વિવાદ મુદ્દે ધોળે દિવસે 5 રાઉન્ડ ફાયરિંગ, જુઓ Video
અમદાવાદમાં જમીન વિવાદ મુદ્દે ધોળે દિવસે 5 રાઉન્ડ ફાયરિંગ, જુઓ Video
ભાવનગરના મહુવામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, જુઓ Video
ભાવનગરના મહુવામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, જુઓ Video
વીરપુર ગામમાં સાવજના ધામા, પાણી પી આરામ કરતો Video Viral
વીરપુર ગામમાં સાવજના ધામા, પાણી પી આરામ કરતો Video Viral
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા સામે પાટીદાર અગ્રણીનો વિરોધ
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા સામે પાટીદાર અગ્રણીનો વિરોધ
અમદાવાદ: મનપાના નવનિયુક્ત મેયર એક્શન મોડમાં, Watch Video
અમદાવાદ: મનપાના નવનિયુક્ત મેયર એક્શન મોડમાં, Watch Video
બકરી ઈદ પર વિવાદિત નિવેદન આપી NRI ઇન્ફ્લુએન્સરે વિવાદ છંછેડ્યો
બકરી ઈદ પર વિવાદિત નિવેદન આપી NRI ઇન્ફ્લુએન્સરે વિવાદ છંછેડ્યો
આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, પાકિસ્તાનનું કનેક્શન
આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, પાકિસ્તાનનું કનેક્શન
પાકિસ્તાનથી આવી રહેલા જહાજમાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
પાકિસ્તાનથી આવી રહેલા જહાજમાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
g clip-path="url(#clip0_868_265)">