Ahmedabad: અકસ્માતમાં પોલીસ કર્મચારીઓનો જીવ બચાવવાનો નવતર પ્રયોગ, હર્ષ સંઘવીએ હેલ્મેટ વિતરણ કરી ફરજિયાત હેલ્મેટ પહેરવાની લેવડાવી પ્રતિજ્ઞા
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીનાં હસ્તે અમદાવાદ જિલ્લા પોલીસ કર્મચારીઓને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું અને બાઈક રેલીને લીલીઝંડી આપવામાં આવી. આમ તો દિવસે ને દિવસે રાજ્યમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે.
Ahmedabad : રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીનાં હસ્તે અમદાવાદ જિલ્લા પોલીસ કર્મચારીઓને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું અને બાઈક રેલીને લીલીઝંડી આપવામાં આવી. આમ તો દિવસે ને દિવસે રાજ્યમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. આ ઉપરાંત અનેક લોકોનાં પણ અકસ્માતમાં મોત થતા હોય છે. અકસ્માતમાં મોટાભાગે બાઈક ચાલકોના મોતની સંખ્યામાં વધારો જોવા મળતો હોય છે.
થોડા દિવસ પહેલા આવી જ એક દુર્ધટના બની હતી. જેમાં અમદાવાદ જિલ્લાના સાણંદ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરજ બજાવતા ASI હંસાબેન ચાવડાનું એક મહિના અગાઉ અકસ્માતમાં મોત થયુ છે.
આ પણ વાંચો : Ahmedabad : આંતરરાષ્ટ્રીય બાળ મહોત્સવમાં દેશભરમાંથી એકમાત્ર અમદાવાદના બાળકો કરશે ભારતનું પ્રતિનિધિત્વ
આજ ઘટના બાદ પોલીસ પણ સફાળી જાગી છે. અને પોલીસકર્મીઓની સાવચેતીના પગલાં ભરવા અંગે વિચારણા કરવામાં આવી હતી. તેમજ માર્ગ અકસ્માતમાં ઈજાઓ કે મોત થતા રોકવા માટે તેને લઈને હેલ્મેટ પહેરવા પર વધુ કડકા કાર્યવાહી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેને અનુસંધાને અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા જુદા જુદા ગામોમાં જઈને લોકોને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યા હતા.
1850 જેટલા હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું
શરુઆતમાં જ પોતાનાથી જ કરવાનું પણ નક્કી કર્યું હતું. તેમજ પોલીસકર્મીઓને હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ રાખ્યો હતો. હેલ્મેટ વિતરણમાં પોલીસ કર્મચારી, જીઆઇડી જવાનો,હોમગાર્ડ સહિત 1850 જેટલા હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સામેલ તમામ પોલીસ જવાનોએ હેલ્મેટ ફરજિયાત પહેરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.
મહત્વનું છે કે હેલ્મેટ વિતરણ અને બાઈક રેલીની સાથે સાથે શહેરના પાલડી પોલીસ સ્ટેશનમાં પણ ખાસ ચાઈલ્ડ ફ્રેન્ડલી રૂમ બનાવવામાં આવ્યો છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીના ( Harsh Sanghvi ) દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો. પોલીસ મથક ખાતે કાળજી અને સંભાળની જરૂરિયાત વાળા બાળકો તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો માટે ઉપયોગી ચાઈલ્ડ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન તૈયાર કરાવવામાં આવ્યુ છે.
જે પોલીસ મથકમાં બાળકો જુદા જુદા પ્રકારની એક્ટિવિટી કરી શકે છે. પોલીસ અને બાળકો વચ્ચે સેતુ બંધાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. બાળકોના મનમાં પોલીસ માટે સારા વિચારો રહે અને બાળકો જરૂર પડે પોલીસ પાસે જાય તેવા ઉદ્દેશ્યથી આ ચાઈલ્ડ ફ્રેન્ડલી રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. જેનું ઉદ્ઘાટન ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યુ હતું.