AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : આગામી કલાકો ગુજરાત માટે અતિભારે ! આ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર, જુઓ Video

હવામાન વિભાગે ફરી એક વાર અતિભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતના 5 થી વધારે જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે અન્ય કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

Breaking News : આગામી કલાકો ગુજરાત માટે અતિભારે ! આ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર, જુઓ Video
| Updated on: May 21, 2025 | 12:44 PM
Share

હવામાન વિભાગે ફરી એક વાર અતિભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતના 5 થી વધારે જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે અન્ય કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.  ગુજરાતમાં કમોસમી વરસાદને પગલે અનેક જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

આગામી 3 કલાક ગુજરાત માટે અતિભારે !

હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ, દ્વારકા, ભરૂચ, સુરત, વડોદરા, નર્મદા અને છોટાઉદેપુરમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડવાની સંભાવના છે. પોરબંદર, રાજકોટ, બોટાદ અને અમદાવાદ સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરી છે, જેનાથી ખેડૂતોને નુકસાન થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની સૌથી વધુ અસર જોવા મળી શકે છે.

આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર

ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક માટે ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ અને દ્વારકા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, ભરૂચ, સુરત, વડોદરા, નર્મદા, અને છોટાઉદેપુર જિલ્લામાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. નવસારી, તાપી, વલસાડ અને દાદરા અને નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે.

ગુજરાતના પોરબંદર, રાજકોટ, બોટાદ, અને અમદાવાદ સહિતના કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ અનુસાર આ વરસાદની અસર આગામી સાત દિવસ સુધી રહેશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા છે. આ કમોસમી વરસાદ ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે કારણ કે હજુ સત્તાવાર ચોમાસાની શરૂઆત થઈ નથી. શહેરી વિસ્તારોમાં ગરમીમાં રાહત મળશે પણ ભારે વરસાદને કારણે જળ ભરાવાની અને અન્ય સમસ્યાઓ પણ ઉદ્ભવી શકે છે.

સામાન્ય રીતે રોજબરોજના તાપમાનને હવામાન કહેવાય છે. જ્યારે આબોહવામાં થતા ફેરફારને પણ આપણે હવામાન તરીકે ઓળખીએ છે. ભારતમાં શિયાળો, ઉનાળો અને ચોમાસુ આ રીતે ત્રણ પ્રકારની ઋતુઓ હોય છે. ઋતુઓને લગતા અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">