Breaking News : પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા, સીએમ ભૂપેન્દ્ર પટેલે સ્વાગત કર્યું

પીએમ મોદી એક દિવસના ગુજરાત પ્રવાસે છે. આ દરમ્યાન તેવો અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે. તેમનું સીએમ ભૂપેન્દ્ર પટેલે સ્વાગત કર્યું .

Breaking News : પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા, સીએમ ભૂપેન્દ્ર પટેલે સ્વાગત કર્યું
PM Modi Ahmedabad Airport
Follow Us:
| Updated on: May 12, 2023 | 12:43 PM

પીએમ મોદી એક દિવસના ગુજરાત પ્રવાસે છે. આ દરમ્યાન તેવો અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે. તેમનું સીએમ ભૂપેન્દ્ર પટેલે સ્વાગત કર્યું  હતું. તેમની સાથે ગુજરાત ભાજપ અધ્યક્ષ સી. આર. પાટિલ સહિત અન્ય મહાનુભાવો પણ હાજર રહ્યા હતા. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યક્રમ સ્થળ પર પહોંચ્યા છે. જેમાં ગુજરાત સહિત દેશભરમાંથી 91 હજારથી વધુ શિક્ષકો શૈક્ષણિક સંમેલનમાં જોડાયા છે. 29મા દ્વિવાર્ષિક શૈક્ષણિક સંમેલન ટીચર્સ એટ ધ હાર્ટ ઓફ ટ્રાન્સફોર્મિંગ એજ્યુકેશન થીમ પર છે.

આ સમારોહમાં CM ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન મંત્રી પુરુષોત્તમ રૂપાલા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ હાજર છે. કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરા, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ,શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા હાજર રહ્યા છે.

બપોરના સમયે એક કલાક સુધી પીએમ મોદી રાજભવનમાં રોકાણ કરશે.

આ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ પીએમ મોદી મહાત્મા મંદિર ખાતે આયોજીત અમૃત આવાસોત્સવમાં ઉપસ્થિત રહેશે અને રૂપિયા 1,946 કરોડના 42 હજારથી વધુ આવાસોનું લોકાર્પણ કરશે  જ્યારે  બપોરના સમયે એક કલાક સુધી પીએમ મોદી રાજભવનમાં રોકાણ કરશે.જ્યારે 3 કલાકે રાજ્યના મુખ્યપ્રધાન, સંગઠનના પદાધિકારીઓ અને મુખ્ય સચિવો સાથે ગિફ્ટ સિટીમાં મહત્વની બેઠક યોજશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ગાંધીનગરમાં રૂપિયા 2450 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

વડાપ્રધાન મોદી ગાંધીનગરમાં રૂ. 2450 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. જેમાં શહેરી વિકાસ વિભાગ, પાણી પુરવઠા વિભાગ, માર્ગ અને પરિવહન વિભાગ અને ખાણ અને ખનીજ વિભાગના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. પીએમ મોદી મહાત્મા મંદિર ખાતે અમૃત આવાસોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.આ દરમિયાન તેઓ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ રૂ. 1946 કરોડના ખર્ચે 42,441 આવાસોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ગૃહપ્રવેશ કરવામાં આવશે.

શહેરી વિસ્તારના 4000 લાભાર્થીઓ અને ગ્રામીણ વિસ્તારના 3000 લાભાર્થીઓ ઉપસ્થિત રહેશે

જે અંતર્ગત કુલ 7113 આવાસોનું લોકાર્પણ, 4331 આવાસોનું ખાતમુહુર્ત અને 18,997 આવાસોમાં ગૃહપ્રવેશ કરાવવામાં આવશે. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ 232 તાલુકાઓના 3740 ગામોમાં 12,000 આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં શહેરી અને ગ્રામીણ યોજનાના સાત લાભાર્થીઓને તેમના ઘરની ચાવીનું વિતરણ કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો લિંક દ્વારા લાભાર્થીઓ સાથે સંવાદ પણ સાધશે. આ કાર્યક્રમમાં શહેરી વિસ્તારના 4000 લાભાર્થીઓ અને ગ્રામીણ વિસ્તારના 3000 મળીને કુલ 7000 લાભાર્થીઓ ઉપસ્થિત રહેશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">