Breaking News : વડોદરા રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પાકિસ્તાનના ISI એજન્ટે કર્યો ફોન !

|

Feb 27, 2024 | 11:12 AM

ફરી એક વખત વલસાડમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીનો કોલ મળ્યો છે. વલસાડ રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. વલસાડ રેલવે પોલીસ કંટ્રોલ રુમને ધમકી ભર્યો ફોન આવ્યો છે.ફોન કરનારે પોતે પાકિસ્તાનના ISI એજન્ટ હોવાની ઓળખ આપી છે.

Breaking News : વડોદરા રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પાકિસ્તાનના ISI એજન્ટે કર્યો ફોન !

Follow us on

ફરી એક વખત વલસાડમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીનો કોલ મળ્યો છે. વલસાડ રેલવે કંટ્રોલ રુમમાં વડોદરા રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. વલસાડ રેલવે પોલીસ કંટ્રોલ રુમને ધમકી ભર્યો ફોન આવ્યો છે.ફોન કરનારે પોતે પાકિસ્તાનના ISI એજન્ટ હોવાની ઓળખ આપી છે.

SOG,LCB, RPF, રેલવે પોલીસ સહિતની ટીમ તપાસમાં જોતરાઇ

ફરી એક વખત વડોદરા રેલવે સ્ટેશનનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. વલસાડ રેલવે પોલીસ કંટ્રોલ રુમમાં ફોમ કરીને એક શખ્શે વડોદરા રેલવે સ્ટેશનને ઉડાવી દેવાની ધમકી આપી છે. ફોન કરનાર પાકિસ્તાનનો ISI એજન્ટ હોવાનું સામે આવ્યુ છે. ધમકીભર્યો કોલ મળતા રેલવે પોલીસ એલર્ટ થઇ છે. SOG,LCB, RPF, રેલવે પોલીસ સહિતની ટીમ તપાસમાં જોતરાઇ છે.

વલસાડ રેલવે પોલીસ કંટ્રોલને એક અજાણ્યો કોલ મળ્યો

26 ફેબ્રુઆરીના રોજ સાંજના સમયે વલસાડ રેલવે પોલીસ કંટ્રોલને એક અજાણ્યો કોલ આવ્યો હતો. કોલમાં વડોદરા રેલવે સ્ટેશનને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.ધમકીભર્યો કોલ મળતા વડોદરા પોલીસ અને રેલવે પોલીસ એલર્ટ થઇ હતી અને તાત્કાલિક રેલવે સ્ટેશન પર તપાસ શરુ કરવામાં આવી હતી.

ટેસ્ટમાં સૌથી ઝડપી ત્રેવડી સદી ફટકારનાર બેટ્સમેન
ગંદુ અને પીળુ પડી ગયેલુ મોબાઈલ કવર મિનિટોમાં થઈ જશે સાફ, બસ કરી લો આ કામ
ઘરમાં લગાવો આ ચાર પેઈન્ટીંગ્સ, થશે ધનવર્ષા
પરંપરાગત પોશાકમાં સજ્જ હોય છે આ ગુજરાતી સિંગર, જુઓ ફોટો
TV9 Festival of India : TV9 ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા દુર્ગા પૂજાથી થયો શરૂ, 5 દિવસ ચાલશે ઉત્સવ
આજનું રાશિફળ તારીખ : 10-10-2024

બોમ્બ સ્ક્વોર્ડની ટીમ સ્થળ પર પહોંચી

ધમકીભર્યો કોલ મળતા જ બોમ્બ સ્ક્વોર્ડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઇ હતી અને વિવિધ સ્થળોએ ચેકિંગ શરુ કર્યુ હતુ.જો કે વડોદરા રેલવે સ્ટેશન પરથી કોઇ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. જે પછી પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.

તપાસમાં ફોન કોલ ફેક હોવાનું ખુલ્યુ

તપાસ કર્યા બાદ આ કોલ ફેક હોવાનું સામે આવ્યુ છે. જો કે ધમકી ભર્યો કોલ કરીને પોલીસને દોડતી કરનાર શખ્સને શોધવા પોલીસે તપાસ શરુ કરી છે. તેને પકડીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:42 am, Tue, 27 February 24

Next Article