AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ગુજરાતમાં આ જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં પડી શકે છે સારો વરસાદ

ગુજરાતના આગામી ત્રણ કલાકમાં વરસાદ પડી શકે છે, જેમાં 5થી 15 મીલી વરસાદ પડવાની શક્યતા છે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 3 કલાક મધ્યમ વરસાદ વરસી શકે છે.

Breaking News: ગુજરાતમાં આ જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં પડી શકે છે સારો વરસાદ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2023 | 5:07 PM
Share

ગુજરાતના જિલ્લામાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. રાજ્યના સાબરકાંઠા, અરવલ્લી, છોટા ઉદેપુર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, મોરબી, કચ્છ અને દીવમાં આગામી 3 કલાક દરમિયાન મધ્યમ વરસાદ રહી શકે છે.

આ પણ વાચો: Monsoon 2023 : ગુજરાતમાં આગામી ત્રણ કલાકને લઈને વરસાદની આગાહી, જાણો કેટલા વિસ્તારમાં વરસશે વરસાદ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બનાસકાંઠા, પાટણ, મહેસાણા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, નર્મદા, તાપી, પોરબંદર, દ્વારકામાં આવતા ત્રણ કલાકમાં હળવો વરસાદ રહી શકે છે, આ જિલ્લાઓમાં 5 MM સુધી વરસાદ પડી શકે છે.

અમદાવાદના શેલામાં પાણી ભરાયા

અમદાવાદમાં વરસાદ (Rain ) રોકાયાના ઘણાં કલાકો બાદ પણ અનેક વિસ્તારોમાં પાણી યથાવત જોવા મળી રહ્યુ છે. શેલા ગામ તથા આસપાસના વિસ્તારમાં ખૂબ જ પાણી ભરાયા છે. દર વર્ષે ચોમાસામાં (Monsoon 2023 ) આ પ્રકારની સ્થિતિનુ નિર્માણ થાય છે.

મહેસાણામાં પણ ધોધમાર વરસાદ

મહેસાણામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. ભારે વરસાદ વરસવાને લઈ બહુચરાજી મંદિર પરિસરના ચોકમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. બહુચરાજીમાં 7 ઈંચ વરસાદ વરસાદ વરસ્યો હતો. શક્તિપીઠ બહુચરાજી મંદિરના ચોકમાં પાણી ભરાઈ જવાને લઈ શ્રદ્ધાળુઓને સમસ્યા સર્જાઈ છે. બહુચરાજીમાં રસ્તાઓ પર અને અન્ય નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા.

જામનગર સુત્રેજા ગામે ફસાયેલા 2 લોકોને NDRFએ એરલિફ્ટ કર્યા

ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદના પગલે અનેક જિલ્લામાં પુરની સ્થિતિ જોવા મળી છે. જેના પગલે અનેક જિલ્લાઓના પાણીના લોકો ફસાયા છે. તેવા સમયે જામનગરના સુત્રેજા ગામેથી NDRFએ હેલિકોપ્ટરના માધ્યમથી બે લોકોને એરલિફ્ટ કર્યા છે.

જેતપુરની ઉબેણ નદીમાં પૂર આવતા પશુઓ તણાયા

જુનાગઢ જિલ્લાનો ઉબેણ ડેમ ઓવરફલો થતાં જેતપુર પંથકની નદીઓમાં પૂર આવ્યા છે. જેતપુરના બાવા પીપળીયા ગામમાં પસાર થતી ઉબેણ નદીમાં પૂર આવવાને કારણે કોઝ વે પરથી પાણી પસાર થઈ રહ્યું છે. નદીમાં ઘોડાપૂર આવવાથી ઉબેણ નદીમાં અનેક પશુઓ તણાયા છે. નદીના પૂરમાં 25થી વધુ ગાયો તણાઈ હોવાની ઘટના સામે આવી છે. બાવા પીપળિયા ગામના પાદરમાં કમર સુધીના પાણી ભરાયા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
g clip-path="url(#clip0_868_265)">