Monsoon 2023: બહુચરાજીમાં ધોધમાર વરસાદ, શક્તિપીઠ મંદિરના ચોકમાં પાણી ભરાઈ ગયા!

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2023 | 3:33 PM

Bahucharaji temple: બહુચરાજીમાં 7 ઈંચ વરસાદ વરસ્યો હતો. જેને લઈ બહુચરાજી મંદિરના ચોક અને આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા.

 

મહેસાણામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. ભારે વરસાદ વરસવાને લઈ બહુચરાજી મંદિર પરિસરના ચોકમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. બહુચરાજીમાં 7 ઈંચ વરસાદ વરસાદ વરસ્યો હતો. શક્તિપીઠ બહુચરાજી મંદિરના ચોકમાં પાણી ભરાઈ જવાને લઈ શ્રદ્ધાળુઓને સમસ્યા સર્જાઈ છે. બહુચરાજીમાં રસ્તાઓ પર અને અન્ય નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા.

પાણીના નિકાલ થવાને લઈ યોગ્ય વ્યવસ્થાના અભાવને લઈ પાણી ભરાઈ જવાની સ્થિતી સર્જાઈ હતી. બહુચરાજી મંદિરે આવતા શ્રદ્ધાળુઓએ રસ્તા પર અને મંદિર પરિસરના ચોકમાં પાણીમાં થઈને મંદિરે દર્શન કરવા માટે જવા મજબૂર બનવુ પડ્યુ હતુ. બહુચરાજી આસપાસના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. વિસ્તારમાં ધોધમાર વરસાદને લઈ ખેતરોમાં પાણી ભરાયા હતા.વિસ્તારના કાલરી પંથકમાં પણ વરસાદ નોંધાયો હતો.

 

આ પણ વાંચોઃ  Monsoon 2023: પ્રાંતિજમાં 1 કલાકમાં ત્રણ ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો, હનુમાનજી મંદિર પરિસરમાં પાણી ભરાયા

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">