AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: તિબેટમાં 7ની તીવ્રતાના ભૂકંપથી ભારે તબાહી, 16 ના મોત, 54 ઘાયલ, 339 ઘરો ધરાશાયી

ચીનના તિબેટમાં 7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેમાં 16 લોકો માર્યા ગયા અને 54 ઘાયલ થયા. નાગચુ શહેરમાં 339 ઘરો ધરાશાયી થયા. 1,600 થી વધુ લોકો રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલા છે.

Breaking News: તિબેટમાં 7ની તીવ્રતાના ભૂકંપથી ભારે તબાહી, 16 ના મોત, 54 ઘાયલ, 339 ઘરો ધરાશાયી
Image Credit source: PTI
| Updated on: Oct 23, 2026 | 7:33 AM
Share

ગુરુવારે સાંજે ચીનના તિબેટ (Tibet ) માં રિક્ટર સ્કેલ પર 7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં અંદાજે 16 લોકો માર્યા ગયા હતા અને 54 ઘાયલ થયા હતા. ચીનના સરકારી મીડિયાએ સ્થાનીય અધિકારીઓના જણાવ્યા અનુસાર અહેવાલ આપ્યો હતો કે ઉત્તર તિબેટના નાગચુ શહેરમાં સેંકડો ઘરો ધરાશાયી થયા હતા. નાગચુ ટાઉન મીડિયા ઓફિસ અનુસાર, ભૂકંપમાં અંદાજે 339 ઘરો અને 20 પશુઓના શેડનો નાશ થયો હતો.

બચાવ કામગીરી શરુ

આ વિસ્તારમાં બચાવ અને રાહત પ્રયાસો ચાલી રહ્યા છે, બચાવ ટીમો કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવા અને અસરગ્રસ્ત પરિવારોને મદદ કરવા માટે કામ કરી રહી છે.ભૂકંપ બાદ, સ્થાનિક કાઉન્ટીના 1,600 થી વધુ લોકોને રાહત અને બચાવ કામગીરીમાં તૈનાત કરવામાં આવ્યા હતા. અસરગ્રસ્ત લોકો માટે 1,000 કામચલાઉ આશ્રયસ્થાનો અને લગભગ 3,000 તંબુ મોકલવામાં આવ્યા હતા, જેમાં ફોલ્ડિંગ બેડ, ટોર્ચ અને ગરમ કપડાંનો સમાવેશ થાય છે.

ચીનની સરકારી સમાચાર એજન્સી, શિન્હુઆ અનુસાર, વિસ્તારના કેટલાક ભાગોમાં સંદેશાવ્યવહાર બંધ થઈ ગયો હતો. સ્થાનિક રેલ્વે અધિકારીઓએ સાવચેતી તરીકે અસરગ્રસ્ત વિસ્તારમાંથી પસાર થતી ટ્રેનોને રોકવા માટે કટોકટીના પગલાં લીધા હતા.

ફરી એકવાર ભૂકંપના આંચકા

નેપાળ-તિબેટ સરહદી ક્ષેત્રમાં ઓગસ્ટમાં આવેલા વિનાશક પૂરની દુર્ઘટના પછી, તિબેટમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. 3 ઓક્ટોમ્બરના રોજ પણ તિબેટમાં 5.0 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના આચંકાથી સ્થાનિક લોકોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી. આ તે પહેલા ગત 26 ઓગસ્ટના રોજ, નેપાળ-ચીન સરહદી વિસ્તારમાં ભારે પૂર અને કાટમાળના પ્રવાહે તબાહી મચાવી હતી. હવે 7ની તીવ્રતાના ભૂકંપે હચમચાવી નાંખ્યા છે.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ ભૂકંપ છેલ્લા 5 વર્ષમાં સૌથી મોટો ભૂકંપ છે.ભૂકંપનું કેન્દ્ર નાગચુથી 191 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં હતું, જે ઊંચાઈ પર અને ઓછી વસ્તી ધરાવતો વિસ્તાર હતો. ભૂકંપ જમીનની સપાટીથી 18 કિમી નીચે આવ્યો હતો. નાગચુ તિબેટની રાજધાની લ્હાસાથી 300 કિમીથી વધુ ઉત્તરમાં સ્થિત છે.

વિશ્વભરમાં નાના મોટા ધરતીકંપ રોજ આવતા રહે છે. પૃથ્વીની અંદર હંમેશા ગતિવિધિ ચાલતી રહે છે. કેટલીકવાર ભૂકંપની તીવ્રતા એટલી ઓછી હોય છે કે તેને નોંધી પણ શકાતી નથી, વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

 

Follow Us
સૌરાષ્ટ્રમાં અછત જેવી સ્થિતિ છતાં દુષ્કાળ જાહેર કેમ નહીં? : સુરજેવાલા
સૌરાષ્ટ્રમાં અછત જેવી સ્થિતિ છતાં દુષ્કાળ જાહેર કેમ નહીં? : સુરજેવાલા
ગુજરાત સરકાર વિદ્યાર્થીઓનો અવાજ દબાવી રહી છેઃ શક્તિસિંહ
ગુજરાત સરકાર વિદ્યાર્થીઓનો અવાજ દબાવી રહી છેઃ શક્તિસિંહ
Breaking News : દિવાળી પૂર્વે ગાંધીનગરને મળશે નવા મેયર
Breaking News : દિવાળી પૂર્વે ગાંધીનગરને મળશે નવા મેયર
ગુજરાત રાજકારણમાં હલચલ: જે.ડી. સોલંકીનો ભાજપમાંથી કોંગ્રેસમાં પ્રવેશ
ગુજરાત રાજકારણમાં હલચલ: જે.ડી. સોલંકીનો ભાજપમાંથી કોંગ્રેસમાં પ્રવેશ
અમદાવાદમાં 25 કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું
અમદાવાદમાં 25 કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું
Breaking News : રાજકોટ મનપાનો ભ્રષ્ટાચાર વિરોધી AI પ્રહાર
Breaking News : રાજકોટ મનપાનો ભ્રષ્ટાચાર વિરોધી AI પ્રહાર
ગુજરાતમાં સોલાર રૂફટોપ યોજના હેઠળ મોટી સબસિડી જાહેર
ગુજરાતમાં સોલાર રૂફટોપ યોજના હેઠળ મોટી સબસિડી જાહેર
ગુજરાતની સરકારી શાળાઓમાં હવે મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ
ગુજરાતની સરકારી શાળાઓમાં હવે મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ
નાણાકીય સ્થિતિ મજબૂત બનશે, જૂના રોકાણમાંથી લાભ થશે
નાણાકીય સ્થિતિ મજબૂત બનશે, જૂના રોકાણમાંથી લાભ થશે
મહિને ₹3 લાખ કમાતી યુટ્યુબરે છોડી દીધી નોકરી, ગામડામાં મળ્યો 'પ્રેમ'
મહિને ₹3 લાખ કમાતી યુટ્યુબરે છોડી દીધી નોકરી, ગામડામાં મળ્યો 'પ્રેમ'
g clip-path="url(#clip0_868_265)">