AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વિજય સરઘસમાં ફરતો 19 ગુનાનો વોન્ટેડ ભાજપ કોર્પોરેટરના પુત્રને IPS નિર્લિપ્ત રાયની ટીમે દબોચ્યો, જુઓ Video

જામનગરના ભાજપ કોર્પોરેટર મંજુબેન બાંભણીયાના પુત્ર હિતેશ ઉર્ફે વાંગો બાંભણીયાની ₹2 કરોડના દારૂ કેસમાં રાજકોટથી ધરપકડ કરવામાં આવી છે. માર્ચથી ફરાર હોવા છતાં તે જાહેરમાં ફરતો હતો અને માતાના કાર્યક્રમોમાં પણ દેખાયો હતો, જેના કારણે સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા છે.

Breaking News : વિજય સરઘસમાં ફરતો 19 ગુનાનો વોન્ટેડ ભાજપ કોર્પોરેટરના પુત્રને IPS નિર્લિપ્ત રાયની ટીમે દબોચ્યો, જુઓ Video
Local police caught sleeping IPS Nirlipt Rai team nabs wanted BJP corporators son watch video
| Updated on: Jun 01, 2026 | 11:46 AM
Share

જામનગરના રાજકારણમાં ખળભળાટ મચાવનારી ઘટનામાં, જામનગર મહાનગરપાલિકાના ભાજપ કોર્પોરેટર મંજુબેન બાંભણીયાના પુત્ર હિતેશ ઉર્ફે વાંગો બાંભણીયાની રાજકોટમાંથી ધરપકડ કરવામાં આવી છે. હિતેશ બાંભણીયા ₹2 કરોડના દારૂના ગુનામાં છેલ્લા ઘણા સમયથી વોન્ટેડ હતો. તેની ધરપકડ રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાયની ટીમે કરી છે, જે પછી સ્થાનિક પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

ચૂંટણી વિજય સરઘસ અને પ્રચાર અભિયાનમાં પણ તે હાજર

પ્રાપ્ત માહિતી અનુસાર, હિતેશ બાંભણીયા મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ₹2 કરોડના દારૂના કેસમાં ગત માર્ચ મહિનાથી ફરાર હતો. તેમ છતાં તે જામનગરમાં ખુલ્લેઆમ ફરી રહ્યો હતો. આશ્ચર્યજનક રીતે, તેની માતા મંજુબેન બાંભણીયાના ચૂંટણી વિજય સરઘસ અને પ્રચાર અભિયાનમાં પણ તે હાજર રહ્યો હતો. આ સંજોગોમાં, વોન્ટેડ આરોપી જાહેરમાં ફરતો હોવા છતાં સ્થાનિક પોલીસે શા માટે કોઈ કાર્યવાહી ન કરી તે એક મોટો પ્રશ્ન બની ગયો છે.

ગુનાહિત ઇતિહાસ ઘણો લાંબો

હિતેશ બાંભણીયાનો ગુનાહિત ઇતિહાસ ઘણો લાંબો છે. તેની સામે અગાઉ હત્યા, હત્યાનો પ્રયાસ અને મારામારી સહિત કુલ 19 જેટલા ગંભીર ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલા છે. આવા ગંભીર ગુનાઓ ધરાવતો અને વોન્ટેડ આરોપી જાહેરમાં ફરતો રહે અને સ્થાનિક પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન થાય તે સ્થિતિએ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે સવાલ ઉભા કર્યા છે. આ મામલે રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાયની ટીમે સક્રિયતા દાખવી હિતેશ બાંભણીયાને ઝડપી પાડ્યો છે.

કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

આ ધરપકડ બાદ પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના રાજકીય અને પોલીસ વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે. જામનગરના વોર્ડ નંબર 10ના કોર્પોરેટરના પુત્રની આ ધરપકડથી ભાજપ અને સ્થાનિક પોલીસ બંનેની કામગીરી પર પ્રશ્નાર્થ મુકાયો છે. વોન્ટેડ હોવા છતાં ખુલ્લેઆમ ફરતા આરોપીની ધરપકડ કરવામાં રાજકોટ રેન્જ આઇજીની ટીમે દાખવેલી કાર્યક્ષમતા પ્રશંસનીય છે, પરંતુ સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા અંગે ઉંડી તપાસની માગણી પણ ઉઠી છે. ચટાકેદાર પકોડી માત્ર જીભનો સ્વાદ નહીં, પેટની તકલીફો પણ કરશે દૂર! જાણો તેના ફાયદા આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">