Breaking News : બોલીવુડ અભિનેત્રી અને પંજાબ કિંગ્સ ટીમની સહમાલિક પ્રીતિ ઝિંટાએ અંબાજી મંદિરમાં કર્યા દર્શન
બોલીવૂડની જાણીતી અભિનેત્રી અને આઈપીએલની પંજાબ કિંગ્સ ટીમની સહમાલિક પ્રીતિ ઝિંટાએ ગુજરાતના પવિત્ર તીર્થધામ અંબાજી મંદિરમાં દર્શન કર્યા છે. મુંબઈ ઈન્ડિયન્સ સામેની ક્વોલિફાયર-2 મેચ રમાય તે પૂર્વે પંજાબ કિંગ્સની માલિક પ્રિતી ઝીંટાએ મા અંબાના શરણે પહોંચી હતી.

બનાસકાંઠાના સુપ્રસિદ્ધ મા અંબાના શરણે ફિલ્મ અભિનેત્રી અને આઈપીએલની ચીમ પંજાબ કિંગ્સની માલિક પહોંચી હતી. ફિલ્મ સ્ટાર પ્રિતી ઝીંટાએ મા અંબાના કર્યા દર્શન. મુંબઈ ઈન્ડિયન્સ સામેની ક્વોલિફાયર-2 મેચ રમાય તે પૂર્વે પંજાબ કિંગ્સની માલિક પ્રિતી ઝીંટાએ મા અંબાના શરણે પહોંચી હતી.
ગઈકાલ શનિવારે મોડી સાંજે મંદિરમાં સાંજની આરતી બાદ માતાજીના દર્શન કર્યા હતા. વિશ્વ ના સૌથી મોટા શ્રી યંત્ર ની પણ પુજા અર્ચના કરી હતી. આજની આઈપીએલ ક્વોલિફાયર-2 મેચમાં પોતાની ટીમ પંજાબ કિંગ્સ વિજેતા બને તે માટે માતાજીને કામના કરી હતી.
પ્રીતિ ઝિંટા મીડિયાથી દૂર રહી !
બોલીવૂડની જાણીતી અભિનેત્રી અને આઈપીએલની પંજાબ કિંગ્સ ટીમની સહમાલિક પ્રીતિ ઝિંટાએ ગુજરાતના પવિત્ર તીર્થધામ અંબાજી મંદિરમાં દર્શન કર્યા છે. ગઈકાલે મોડી સાંજે તેમણે માતાજીની આરતી બાદ મંદિરમાં દર્શન કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.
પ્રિતિ ઝિંટાએ વિશ્વના સૌથી મોટા શ્રી યંત્રની પણ ભક્તિભાવથી પૂજા-અર્ચના કરી. મંદિરની આસપાસનું શાંતિભર્યું વાતાવરણ અને શ્રદ્ધાળુઓની ભક્તિભાવનાએ તેમને ખૂબ સ્પર્શ કર્યો. પોતાની આ મુલાકાત દરમિયાન તેઓ મીડિયા તથા ચાહકોથી દુર રહી શ્રદ્ધાભાવથી દર્શન કર્યાં હતા.
પંજાબ કિંગ્સની જીત માટે કરી પ્રાર્થના
પ્રીતિ ઝિંટા પોતાની આ મુલાકાત દરમિયાન ખાસ કરીને પોતાની IPL ટીમ “પંજાબ કિંગ્સ ” માટે જીતની કામના કરવા માટે માતાજીના ચરણોમાં પહોંચી હતી.અંબાજી મંદિરના સંચાલકો દ્વારા પણ પ્રીતિ ઝિંટાની મુલાકાતને લઇને વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં તેમની આગમનથી શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ જોવા મળ્યો, જોકે પ્રીતિ ઝિંટાએ મીડિયા સામે કોઈ નિવેદન આપ્યું નહીં અને શાંતિપૂર્ણ રીતે મંદિરના દર્શન કર્યા.
PBKS અને MI વચ્ચે યોજાશે એલિમિનેટર મેચ
આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ના ક્વોલિફાયર 2 મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI) પંજાબ કિંગ્સ (PBKS) સામે ટકરાશે. આ મેચ સેમિફાઇનલ જેવી હશે, જ્યાં બંને ટીમોની હારનો અર્થ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. પરંતુ વિજેતા ટીમ 3 જૂને ફાઇનલમાં સીધી RCB સામે ટકરાશે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે એકતરફી ક્વોલિફાયર 1 માં આઠ વિકેટથી હાર્યા બાદ પંજાબ કિંગ્સનો આત્મવિશ્વાસ થોડો ડગમગી ગયો છે. હવે, કેપ્ટન શ્રેયસ ઐયરની આગેવાની હેઠળની ટીમ પોતાનો પહેલો IPL ખિતાબ જીતવાની આશા માટે કરો યા મરોની સ્થિતિમાં છે.