AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Big Breaking News : ગુજરાતમાં કોરોના કેસમાં ધરખમ વધારો, આજે નવા 304 કોરોના કેસ નોંધાયા

Corona case in Gujarat Today : આજે 370 દર્દીઓ સાજા થયા છે. કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 2149 પર પહોંચ્યો છે. જેમાં 6 દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 2143 દર્દીઓ સ્ટેબલ છે. કોરોના રિકવરી રેટ 98.97 થયો છે. ગઈકાલની જેમ આજે પણ કોરોનાથી એક પણ દર્દીનું મોત થયુ નથી. જે એક મોટા રાહતના સમાચાર છે. 

Big Breaking News : ગુજરાતમાં કોરોના કેસમાં ધરખમ વધારો, આજે નવા 304 કોરોના કેસ નોંધાયા
Corona case in Gujarat Today
| Updated on: Apr 18, 2023 | 7:36 PM
Share

ગુજરાતમાં કોરોના કેસમાં ફરી ધરખમ વધારો. આજે 18 એપ્રિલના રોજ ગુજરાતમાં ફરી કોરોના નવા  304 કેસ નોંધાયા છે. આજે કોરોનાના કારણે એક પણ દર્દીનું મોત થયું નથી.ગઈ કાલે એટલે કે 17 એપ્રિલના રોજ ગુજરાતમાં 174 કોરોના કેસ નોંધાયા હતા. લાંબા સમય સુધી સતત 300થી વધારે કેસ નોંધાયા બાદ ગઈ કાલે કોરોનાના નવા કેસમાં મોટો ઘટાડો નોંધાયો હતો. જોકે હવે કોરોનાના નવા કેસમાં ફરી વધારો થયો છે.

આજે ગુજરાતમાં સૌથી વધારે કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. આજે અમદાવાદમાં 90, સુરતમાં 30, વડોદરામાં 30, મહેસાણામાં 19, વલસાડમાં 14, ગાંધીનગર જિલ્લામાં 12, સુરત જિલ્લામાં 12, ભરુચમાં 10, સાબરકાંઠામાં 10, અમરેલીમાં 9, પાટણમાં 9, ગાંધીનગરમાં 7, રાજકોટમાં 7, બનાસકાંઠામાં 5, મોરબીમાં 5, રાજકોટ જિલ્લામાં 5, આણંદમાં 4, વડોદરા જિલ્લામાં 4, બોટાદમાં 3, ગીર સોમનાથમાં 3, નવસારીમાં 3, કચ્છમાં 2, નર્મદામાં 2, પંચમહાલમાં 2, સુરેન્દ્રનગરમાં 2, તાપીમાં 2, અમદાવાદ જિલ્લામાં 1, ભાવનગરમાં 1 અને જામનગરમાં 1 કેસ નોંધાયો છે.

આજે 370 દર્દીઓ સાજા થયા છે. કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 2149 પર પહોંચ્યો છે. જેમાં 6 દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 2143 દર્દીઓ સ્ટેબલ છે. કોરોના રિકવરી રેટ 98.97 થયો છે. ગઈકાલની જેમ આજે પણ કોરોનાથી એક પણ દર્દીનું મોત થયુ નથી. જે એક મોટા રાહતના સમાચાર છે.

આરોગ્ય મંત્રાલયે કોરોના વાયરસ અને ફ્લૂના ફેલાવાને નિયંત્રિત કરવા માટે એડવાઈઝરી જાહેર કરી છે, અહીં વાંચો…

  1. એડવાઈઝરીમાં મંત્રાલયે લોકોને ભીડભાડવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા કહ્યું છે. તેમજ ઓછા વેન્ટિલેટેડ સ્થળોએ જવાનું ટાળવા માટે કહેવામાં આવ્યું છે. ખાસ કરીને બીમાર વ્યક્તિઓ અને વૃદ્ધો માટે ખાસ કાળજી રાખવા માટે કહેવામાં આવ્યું છે.
  2. તબીબો, દર્દીઓ અને ત્યાંના સ્ટાફે તમામ આરોગ્ય કેન્દ્રોમાં માસ્ક પહેરવા પડશે. તેનાથી વાયરસના ફેલાવાને નિયંત્રિત કરી શકાય છે.
  3. મંત્રાલયે કહ્યું છે કે માસ્કનો ઉપયોગ બંધ સ્થળોએ અને જાહેર સ્થળોએ જરૂર કરો.
  4. એડવાઈઝરીમાં મંત્રાલયે લોકોને ખાંસી અને છીંકતી વખતે વધુ સાવચેત રહેવાની સલાહ આપી છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ તમને છીંક આવે કે ખાંસી આવે ત્યારે તમારા મોંને સ્વચ્છ રૂમાલ અથવા ટીશ્યુ પેપરથી ઢાંકી લો.
  5. એડવાઈઝરીમાં હાથ સાફ રાખવાનું પણ કહેવામાં આવ્યું છે. એવી સલાહ આપવામાં આવી છે કે જો આ સુવિધા ઉપલબ્ધ ન હોય તો લોકોએ તેમના હાથ વારંવાર ધોવા જોઈએ અને સેનિટાઇઝ કરવાનું ચાલુ રાખવું જોઈએ.
  6. એડવાઈઝરીમાં સાર્વજનિક સ્થળોએ થૂંકનારા લોકોને આવું ન કરવાની પણ સલાહ આપવામાં આવી છે.
  7. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે જો તમને કોરોના વાયરસ અથવા ફ્લૂના પ્રારંભિક લક્ષણો દેખાઈ રહ્યા છે, તો તરત જ તમારી તપાસ કરાવો.
  8. મંત્રાલયે કહ્યું છે કે જો તમે ફ્લૂ અથવા કોરોનાના કોઈપણ લક્ષણોથી પીડિત છો, તો અન્ય લોકોને મળશો નહીં.

કોરોના અંગે નિષ્ણાતોની મોટી ચેતવણી, મે મહિનામાં દરરોજ આવશે 50 હજારથી વધારે કેસ

પ્રોફેસરે કહ્યું કે ભારતમાં 90 ટકા લોકોમાં કુદરતી રોગપ્રતિકારક શક્તિ છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં વાયરસ સામે કુદરતી પ્રતિરક્ષા ધરાવતા લોકોની સંખ્યા 95 ટકા છે. પ્રોફેસર અગ્રવાલે કહ્યું કે આ મોડલના આધારે આવતા મહિનામાં પ્રતિદિન 50,000 સંક્રમણના કેસ હશે, જે ભારત જેવા મોટી વસ્તી ધરાવતા દેશો માટે આશ્ચર્યજનક નથી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ, "આ માત્ર મંદિર નહીં.....
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ,
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
ફતેપુરા પંચાયતમાં જન્મ પ્રમાણપત્રના કામમાં ભ્રષ્ટાચાર! VCE પૈસા લેતા
ફતેપુરા પંચાયતમાં જન્મ પ્રમાણપત્રના કામમાં ભ્રષ્ટાચાર! VCE પૈસા લેતા
નરોડામા અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા બોગસ કોલ સેન્ટર ઝડપાયું
નરોડામા અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા બોગસ કોલ સેન્ટર ઝડપાયું
મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ
મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ
ભરઉનાળે ધાનેરામાં સતત સતત2 દિવસ પાણી ન આપતા લોકો ત્રાહિમામ
ભરઉનાળે ધાનેરામાં સતત સતત2 દિવસ પાણી ન આપતા લોકો ત્રાહિમામ
યુદ્ધની સ્થિતિ વચ્ચે નિકાસ અટકી જતા જીરુના ભાવ તૂટ્યા- Video
યુદ્ધની સ્થિતિ વચ્ચે નિકાસ અટકી જતા જીરુના ભાવ તૂટ્યા- Video
ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ
ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ
ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ કોંગ્રેસને મત આપવા કહ્યું? વીડિયો વાયરલ
ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ કોંગ્રેસને મત આપવા કહ્યું? વીડિયો વાયરલ
g clip-path="url(#clip0_868_265)">