AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: RCBના સ્ટાર ખેલાડી પર લાગ્યો પ્રતિબંધ, IPL ચેમ્પિયન બન્યાના બીજા જ દિવસે લાગ્યો મોટો ઝટકો

અમદાવાદમાં રમાયેલી ફાઈનલમાં બેંગલુરુએ ગુજરાતને હરાવીને સતત બીજી વખત ટાઈટલ જીત્યું હતું, પરંતુ જીતના એક દિવસ પછી જ સ્ટાર ખેલાડી પર એક મેચ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ચાલો જાણીએ શું છે મામલો.

Breaking News: RCBના સ્ટાર ખેલાડી પર લાગ્યો પ્રતિબંધ, IPL ચેમ્પિયન બન્યાના બીજા જ દિવસે લાગ્યો મોટો ઝટકો
RCBImage Credit source: X
| Updated on: Jun 01, 2026 | 9:46 PM
Share

RCB એ IPL 2026નો ખિતાબ જીતીને ઈતિહાસ રચ્યો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં RCB એ ગુજરાત ટાઇટન્સને 5 વિકેટથી હરાવીને સતત બીજી IPL ટ્રોફી જીતી. પરંતુ જ્યારે RCBના ખેલાડીઓ અને ચાહકો આ જીતની ઉજવણી કરી રહ્યા હતા, ત્યારે ટીમના સ્ટાર ખેલાડી પર એક દિવસ પછી જ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. BCCIએ વિસ્ફોટક બેટ્સમેન ટિમ ડેવિડ પર એક મેચ માટે પ્રતિબંધ મૂક્યો અને મેદાન પરના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ તેની મેચ ફી કાપી લીધી.

ટિમ ડેવિડ પર એક મેચ માટે પ્રતિબંધ

IPL ફાઈનલના એક દિવસ પછી, સોમવાર, 1 જૂનના રોજ , BCCIએ એક પ્રેસ રિલીઝ બહાર પાડી હતી જેમાં ટિમ ડેવિડને આપવામાં આવેલી સજા અને તેના કારણની વિગતો આપવામાં આવી હતી. RCB માટે ફિલ્ડિંગ દરમિયાન આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ ટિમ ડેવિડ દોષિત ઠર્યો હતો. નિવેદન અનુસાર, ગુજરાતની ઇનિંગની 10 મી ઓવરમાં વિકેટ પડ્યા બાદ ડેવિડે આક્રમક રીતે અમ્પાયર નીતિન મેનન પર બરફની થેલી ફેંકી હતી.

IPL ફાઈનલમાં કરેલી ભૂલની મળી સજા

BCCIએ જણાવ્યું હતું કે ટિમ ડેવિડની ભૂલ IPL આચારસંહિતાના કલમ 2.9 નું ઉલ્લંઘન છે, જે ખેલાડી અથવા મેચ અધિકારી પર બોલ અથવા કોઈપણ વસ્તુ ફેંકવાથી સંબંધિત છે. ડેવિડને લેવલ 1 ના ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને તેને તેની મેચ ફીના 50 ટકા દંડ અને બે ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યા હતા. ડેવિડે મેચ રેફરી સમક્ષ પોતાની ભૂલ સ્વીકારી અને દંડ પણ સ્વીકાર્યો હતો.

મેચ ફીના 50 ટકા દંડ અને બે ડિમેરિટ પોઈન્ટ

મહત્વની વાત એ છે કે ડેવિડ પર એક મેચ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કારણ કે આ સિઝનમાં આ તેની આ ત્રીજો ગુનો છે, અને દરેક વખતે તેના ખાતામાં એક ડિમેરિટ પોઇન્ટ ઉમેરવામાં આવ્યો છે. તેનો પહેલો ગુનો સિઝનની 20મી મેચમાં હતો, જેના માટે તેને એક ડિમેરિટ પોઇન્ટ મળ્યો હતો. ત્યારબાદ તેને 54મી મેચમાં ફરી સજા મળી, જેમાં તેના ખાતામાં બે પોઇન્ટ ઉમેરવામાં આવ્યા. તેના ત્રીજા ગુના પછી તેના કુલ પાંચ ડિમેરિટ પોઇન્ટ થઈ ગયા છે, જેના પરિણામે તેના પર એક મેચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

નહીં રમી શકે આગામી સિઝનની પહેલી મેચ

હવે આ સિઝન પૂરી થઈ ગઈ છે, ટિમ ડેવિડ પરનો પ્રતિબંધ આવતા વર્ષે બેંગલુરુ (અથવા અન્ય કોઈપણ ટીમ) તરફથી રમશે ત્યારે અમલમાં આવશે. પરિણામે, તે આગામી સિઝનની પહેલી મેચ ગુમાવશે. ડેવિડ બીજો ખેલાડી છે જેને એક સિઝન માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે પરંતુ તેને બીજી સિઝનમાં સજા ભોગવવી પડશે. અગાઉ, IPL 2024 સિઝનની છેલ્લી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા ત્રીજી વખત સ્લો ઓવર રેટ માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને તેના પર એક મેચ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરિણામે, તે 2025 સિઝનની પહેલી મેચ રમી શક્યો નહીં.

Breaking News: શુભમન ગિલ બહાર, વૈભવ સૂર્યવંશી-વિરાટ કોહલી ઓપનર, જાણો IPL 2026 ની શ્રેષ્ઠ ટીમમાં કોને મળ્યું સ્થાન

Follow Us
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">