Rain Breaking News : હવામાન વિભાગની વરસાદને લઈ આગાહી, આગામી 3 કલાક ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસશે વરસાદ

Rain Breaking News : હવામાન વિભાગે વરસાદને ફરી આગાહી કરી છે. આજે સોમવારે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં રહેશે આફતનો વરસાદ તો કેટલાક જિલ્લાઓમાં રાહતનો વરસાદ રહેશે. જેમાં આજે મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર પડે તેવી આગાહી કરવામાં આવી છે.

Rain Breaking News :  હવામાન વિભાગની વરસાદને લઈ આગાહી, આગામી 3 કલાક ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસશે વરસાદ
Rain News
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2023 | 7:18 AM

Gujarat Rain : હવામાન વિભાગે વરસાદને ફરી આગાહી કરી છે. આજે સોમવારે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં રહેશે આફતનો વરસાદ તો કેટલાક જિલ્લાઓમાં રાહતનો વરસાદ રહેશે. જેમાં આજે મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર પડે તેવી આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો : Rain News : કડાણા ડેમમાં પાણીની ધરખમ આવક, મહીનદીમાં પાણી છોડતા 106 ગામોને અલર્ટ કરાયા

Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?
Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો
1 લાખ રૂપિયામાં લોન્ચ થશે આ ઇલેક્ટ્રિક કાર ! મળશે ખાસ ફીચર્સ

અરવલ્લી, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલમાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી અને અનેક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ત્યારે ફરી ભારે વરસાદની આગાહી કરાઈ છે.

19 સપ્ટેમ્બરે મહેસાણા ગાંધીનગર, સુરેન્દ્રનગર અને મોરબીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 20 સપ્ટેમ્બરે જામનગર દ્વારકામાં ભારે વરસાદ જ્યારે કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા 4 દિવસ માટે ફિશરમેન વોર્નિંગ જાહેર કરાઈ છે. રાજ્યમાં ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી અને ભારે પવન સાથે વરસાદી માહોલ રહેશે.

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સોમવારે તો અમદાવાદ, અમરેલી, કચ્છ, ખેડા, પંચમહાલ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 36 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. બીજી તરફ આજે અરવલ્લી, પોરબંદર, રાજકોટ, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.તો ભરુચ, જામનગર, મહીસાગર સહિતના જિલ્લાઓમાં 33 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો આ તરફ આજે બોટાદમાં 37 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ દાહોદમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

રાજ્યના 31 જિલ્લાઓમાં વરસ્યો વરસાદ

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જ્યાં ઘણા વિસ્તારોમાં આફતનો વરસાદ છે. તો કેટલાક જિલ્લાઓમાં રાહતનો વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 31 જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં 31 જિલ્લાના 204 તાલુકામાં વરસાદ વરસ્યો છે. અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો કુલ 95 ટકા વરસાદ વરસ્યો છે.

ગોધરાના શહેર અને વીરપુરમાં સાડા 9 ઈંચ વરસાદ વરસ્યો છે. તેમજ બાયડ, ધનસુરા, તલોદમાં 8-8 ઇંચ વરસાદ વરસ્યો છે. મોરવાહડફ, લુણાવાડા અને પ્રાંતિજમાં 7-7 ઇંચ વરસાદ વરસ્યો છે. તો આ તરફ કપડવંજ, મહુધા, લીમખેડા, કડી, બાલાસિનોરમાં 6-6 ઇંચ વરસાદ વરસ્યો છે. તો આ તરફ કઠલાલ અને મેઘરજમાં સાડા 5 ઇંચ વરસાદ વરસાદ વરસ્યો છે. તેમજ ગળતેશ્વર, સંતરામપુર, મોડાસા, જાંબુઘોડા, હિમતનગરમાં પણ 4-4 ઇંચ વરસાદ વરસ્યો છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

g clip-path="url(#clip0_868_265)">