Breaking News : ગુજરાત સરકાર પોલીસ વિભાગમાં ચાલુ વર્ષે 7 હજાર જગ્યાઓ પર કરશે ભરતી, હાઇકોર્ટ સમક્ષ સોગંદનામામાં સરકારે આપી માહિતી

સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ગુજરાત હાઇકોર્ટે પોલીસને લગતી બાબતોને લઈને સ્વત: સંજ્ઞાન અરજી દાખલ કરી હતી. જેમાં રાજ્ય સરકારને તમામ માહિતી સોગંદનામામાં રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો હતો. જેમાં રાજ્યના પોલીસ વિભાગમાં હાલની સ્થિતિએ 21.3% જગ્યા ખાલી હોવાનો રાજ્ય સરકારે હાઇકોર્ટ સમક્ષ સ્વીકાર કર્યો છે.

Breaking News : ગુજરાત સરકાર પોલીસ વિભાગમાં ચાલુ વર્ષે 7 હજાર જગ્યાઓ પર કરશે ભરતી, હાઇકોર્ટ સમક્ષ સોગંદનામામાં સરકારે આપી માહિતી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 28, 2023 | 5:04 PM

પોલીસ વિભાગમાં ભરતી, ખાલી જગ્યાઓ અને પોલીસને લગતી અન્ય બાબતોને લઈને થયેલી સુઓમોટો અરજી સંદર્ભે ગુજરાત હાઇકોર્ટના કડક વલણ બાદ ગુજરાત સરકાર દ્વારા વિગતવાર સોગંદનામુ દાખલ કરવામાં આવ્યું છે. જેમાં સરકારે માહિતી આપી છે કે ચાલુ વર્ષે ગુજરાત સરકાર પોલીસ વિભાગમાં સાત હજાર ભરતી કરશે.

આ પણ વાંચો-અમદાવાદમાં ઉજાલા સર્કલથી વિશાલા જંકશન સુધી આકાર પામશે બીજો એલિવેટેડ કોરિડોર, ટ્રાફિક સમસ્યા થશે હળવી

22 હજાર જગ્યાઓ પૈકી 7 હજાર જગ્યાઓ પર ભરતી કરાશે

રાજ્ય સરકાર ચાલુ વર્ષે પોલીસ વિભાગમાં ખાલી 22 હજાર જગ્યાઓ પૈકી 7 હજાર જગ્યાઓ પર ભરતી કરશે.  સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ગુજરાત હાઇકોર્ટે પોલીસને લગતી બાબતોને લઈને સ્વત: સંજ્ઞાન અરજી દાખલ કરી હતી. જેમાં રાજ્ય સરકારને તમામ માહિતી સોગંદનામામાં રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો હતો. જેમાં રાજ્યના પોલીસ વિભાગમાં હાલની સ્થિતિએ 21.3% જગ્યા ખાલી હોવાનો રાજ્ય સરકારે હાઇકોર્ટ સમક્ષ સ્વીકાર કર્યો છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

73 હજાર જેટલા પદો પર ભરતી પૂર્ણ કરી દેવામાં આવી

ગુજરાતમાં 96,194 કુલ જગ્યાઓમાંથી 73 હજાર જેટલા પદો પર ભરતી પૂર્ણ કરી દેવામાં આવી હોવાની જાણકારી પણ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે અને કુલ 22000 જેટલી જગ્યાઓ હાલ ખાલી છે. આ ઉપરાંત રાજ્ય સરકારે સોગંદનામાં સ્વીકાર કર્યો કે સ્ટેટ રિઝર્વ ફોર્સ ની કુલ જગ્યાઓમાંથી 4000 જેટલી જગ્યાઓ પણ ખાલી છે. ત્યારે આ પૈકી પોલીસ વિભાગમાં સાત હજાર જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

અરજદારની માગ પર હાઇકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ કર્યા હતા

આ ઉપરાંત રેલી સરઘસ અને સભા માટે ચાલતા મુદ્દાને લઈને પણ ગુજરાત હાઇકોર્ટે આદેશ આપ્યા હતા, તે અનુસાર રાજ્ય સરકારે હાઇકોર્ટ સમક્ષ સ્વીકાર કર્યો છે કે રેલી સરઘસ અને સભા માટે પણ યોગ્ય દિશા નિર્દેશો આપવામાં આવ્યા છે. આ દલીલ દરમિયાન અરજદાર એ માગ કરી હતી કે જે પણ દિશા નિર્દેશ હોય તેને જાહેર માધ્યમોમાં પ્રસિદ્ધ કરવામાં આવે અને અરજદારની માગ પર હાઇકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ કર્યા કે આ તમામ બાબતોનું જાહેરનામું જાહેર માધ્યમોમાં પ્રસિદ્ધ કરવામાં આવે.

તમામ બાબતોની વિગતવાર માહિતી એટલે કે એડિશનલ એફિડેવિટ રજૂ કરવા ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યા જેમાં 21 ઓગસ્ટના રોજ વિગતવાર સુનાવણી હાથ ધરાશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">