AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાત સરકારે, સહકારી બેંકોના પાક ધિરાણ પર 2% વ્યાજ રાહત પેટે ખેડૂતોને ચૂકવવાના રૂ.174.07 કરોડની સહાયને આપી મંજૂરી

કૃષિ પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યની સહકારી બેંકોએ 1 એપ્રિલ 2025થી 30 સપ્ટેમ્બર 2025 દરમિયાન પોતાના સ્વ-ભંડોળમાંથી ખેડૂતોને આપેલા કૃષિ ધિરાણ પર 2 ટકા વ્યાજ રાહત મંજૂર કરવામાં આવી છે. આ હેતુ માટે રાજ્ય સરકારે રૂ.174.07 કરોડની સહાય ફાળવવાનો નિર્ણય લીધો છે.

Breaking News : ગુજરાત સરકારે, સહકારી બેંકોના પાક ધિરાણ પર 2% વ્યાજ રાહત પેટે ખેડૂતોને ચૂકવવાના રૂ.174.07 કરોડની સહાયને આપી મંજૂરી
| Updated on: Oct 27, 2026 | 6:11 PM
Share

ગુજરાતના ખેડૂતોને આર્થિક રાહત આપવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સહકારી બેંકો દ્વારા ખેડૂતોને પોતાના ભંડોળમાંથી આપવામાં આવેલા કૃષિ ધિરાણ પર 2 ટકા વ્યાજ રાહત પેટે રૂ.174.07 કરોડની સહાય મંજૂર કરવામાં આવી છે. રાજ્યના કૃષિ પ્રધાન જીતુ વાઘાણીએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, સરકારના આ નિર્ણયથી 10 લાખથી વધુ ખેડૂતોને લાભ મળશે.

રાજ્ય સરકારનો આ નિર્ણય સહકારી કૃષિ ધિરાણ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની સાથે ખેડૂતો પર વ્યાજનો બોજ ઘટાડવામાં મદદરૂપ બનશે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં સહકારી બેંકો મારફતે પાક ધિરાણ મેળવતા નાના અને સીમાંત ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે.

1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર 2025ના ધિરાણ પર મળશે વ્યાજ રાહત

કૃષિ પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યની સહકારી બેંકોએ 1 એપ્રિલ 2025થી 30 સપ્ટેમ્બર 2025 દરમિયાન પોતાના સ્વ-ભંડોળમાંથી ખેડૂતોને આપેલા કૃષિ ધિરાણ પર 2 ટકા વ્યાજ રાહત મંજૂર કરવામાં આવી છે. આ હેતુ માટે રાજ્ય સરકારે રૂ.174.07 કરોડની સહાય ફાળવવાનો નિર્ણય લીધો છે.

રાજ્ય સરકારનો ઉદ્દેશ ખેડૂતોને સરળતાથી અને સમયસર સસ્તા દરે કૃષિ ધિરાણ ઉપલબ્ધ કરાવવાનો છે. સહકારી બેંકો દ્વારા ખેડૂતોને માત્ર 7 ટકાના રાહત દરે પાક ધિરાણ પૂરું પાડવાની વ્યવસ્થા જાળવવા સરકાર કટિબદ્ધ હોવાનું પણ મંત્રીએ જણાવ્યું હતું.

અગાઉ 10થી 13 ટકા વ્યાજે મળતું હતું ધિરાણ

કૃષિ પ્રધાનના જણાવ્યા અનુસાર, અગાઉ મોટાભાગની સહકારી બેંકો ખેડૂતોને 10થી 13 ટકા જેટલા ઊંચા વ્યાજદરે ધિરાણ આપતી હતી. ખેડૂતો પર વ્યાજનો બોજ ઓછો કરવા અને સહકારી ધિરાણ વ્યવસ્થાને ટકાઉ બનાવવા રાજ્ય સરકારે વર્ષ 2009-10થી 2 ટકા વ્યાજ રાહત યોજના અમલમાં મૂકી છે.

આ યોજના અંતર્ગત સરકાર સહકારી બેંકોના ધિરાણ ખર્ચ અને ખેડૂતોને રાહત દરે ધિરાણ પૂરું પાડવાની વ્યવસ્થા વચ્ચેનો તફાવત સરભર કરવામાં મદદ કરે છે. તેના પરિણામે ખેડૂતોને પાકની ખેતી માટે રાહતદરે ટૂંકા ગાળાનું ધિરાણ મળી રહે છે.

રાજ્યમાં સહકારી બેંકોનું મજબૂત ત્રિ-સ્તરીય માળખું

ગુજરાતમાં ખેડૂતોને ગ્રામ્ય સ્તરે જ ધિરાણની સુવિધા ઉપલબ્ધ કરાવવા સહકારી ક્ષેત્રનું વિશાળ નેટવર્ક કાર્યરત છે. તેમાં એક રાજ્ય સહકારી બેંક, 18 જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો અને 10,900થી વધુ પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (PACS)નો સમાવેશ થાય છે.

આ ત્રિ-સ્તરીય વ્યવસ્થા દ્વારા રાજ્યના 10 લાખથી વધુ ખેડૂતો ટૂંકા ગાળાનું કૃષિ પાક ધિરાણ મેળવી રહ્યા છે. જીતુ વાઘાણીના જણાવ્યા અનુસાર, રાજ્યના આશરે 33 ટકા નાના અને સીમાંત ખેડૂતો આ સહકારી ધિરાણ વ્યવસ્થા સાથે જોડાયેલા છે.

ગ્રામ્ય ખેડૂતો માટે સહકારી ધિરાણ વ્યવસ્થા મહત્ત્વપૂર્ણ

રાજ્યના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકોની પહોંચ મર્યાદિત હોવાથી ખેડૂતો માટે સહકારી બેંકો અને કૃષિ ધિરાણ મંડળીઓ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ખેડૂતોને ગામ નજીકથી ધિરાણ મળી રહે તે માટે આ વ્યવસ્થા ઉપયોગી બની રહી છે.

રાજ્ય સરકારની રૂ.174.07 કરોડની વ્યાજ સહાયથી ખેડૂતોને રાહત મળવાની સાથે સહકારી બેંકોની ધિરાણ ક્ષમતા અને આર્થિક સ્થિરતાને પણ ટેકો મળશે. સરકારનો દાવો છે કે આ નિર્ણયથી ખેડૂતલક્ષી અને સહકારલક્ષી અભિગમને વધુ વેગ મળશે.

Breaking News : ગુજરાતમાં 29 અને 30 ઓક્ટોબરે કમોસમી વરસાદની આગાહી, નવસારી-વલસાડ સહિતના વિસ્તારોમાં થઈ શકે છે માવઠું

Follow Us
ધોરાજીના ખેડૂતોના માથે તોળાઈ રહ્યો છે વીજ સંકટનો ખતરો
ધોરાજીના ખેડૂતોના માથે તોળાઈ રહ્યો છે વીજ સંકટનો ખતરો
ગુજરાતમાં 29 અને 30 ઓક્ટોબરે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં 29 અને 30 ઓક્ટોબરે કમોસમી વરસાદની આગાહી
કલોલના બોરીસણા બ્રિજ પર રખડતા ઢોરને કારણે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત
કલોલના બોરીસણા બ્રિજ પર રખડતા ઢોરને કારણે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત
વડોદરામાં તહેવાર ટાણે લેવાયેલા ખાદ્ય પદાર્થોનાં 19 નમૂના Fail !
વડોદરામાં તહેવાર ટાણે લેવાયેલા ખાદ્ય પદાર્થોનાં 19 નમૂના Fail !
સિમેન્ટ ચોરી કેસમાં 27 વર્ષથી પોલીસને થાપ આપતો આરોપી નાગપુરથી ઝડપાયો
સિમેન્ટ ચોરી કેસમાં 27 વર્ષથી પોલીસને થાપ આપતો આરોપી નાગપુરથી ઝડપાયો
રાજકોટમાં બેફામ સ્ટંટબાજી, યુવાનોએ રાહદારીઓના જીવ જોખમમાં મૂક્યા
રાજકોટમાં બેફામ સ્ટંટબાજી, યુવાનોએ રાહદારીઓના જીવ જોખમમાં મૂક્યા
વડોદરામાં દિવાળી પહેલા વિદેશી દારૂ ભરેલું ગોડાઉન ઝડપાયું
વડોદરામાં દિવાળી પહેલા વિદેશી દારૂ ભરેલું ગોડાઉન ઝડપાયું
Breaking News : પોલીસે 260 સ્થળો પર પાડ્યા દરોડા
Breaking News : પોલીસે 260 સ્થળો પર પાડ્યા દરોડા
આજનું રાશિફળ : કોને મળશે નવી તક અને કોના અટકેલા કામો આગળ વધશે?
આજનું રાશિફળ : કોને મળશે નવી તક અને કોના અટકેલા કામો આગળ વધશે?
મોત સામે અડીખમ ઊભી રહી ગઈ 'માં', વાયરલ વીડિયો જોઈ આંખો ભીની થઈ જશે
મોત સામે અડીખમ ઊભી રહી ગઈ 'માં', વાયરલ વીડિયો જોઈ આંખો ભીની થઈ જશે
g clip-path="url(#clip0_868_265)">