AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે, 5 દિવસ કમોસમી વરસાદની આગાહી, અમદાવાદમાં પણ પડશે વરસાદ

ગુજરાતમાં 5 દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ બે દિવસ બાદ ઠંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ રહેશે.

Breaking News : ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે, 5 દિવસ કમોસમી વરસાદની આગાહી, અમદાવાદમાં પણ પડશે વરસાદ
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2023 | 2:32 PM
Share

ખેડૂતો માટે વધુ એક વાર માઠા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ જોવા મળશે. રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બે સાઈકલોનીક સર્ક્યુલેશનને લીધે ગુજરાતમાં વરસાદ આવશે. ગુજરાતમાં 5 દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ બે દિવસ બાદ ઠંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ રહેશે.

આ પણ વાંચો-Patan : રાધનપુરમાં ચાલુ બસે ST ડ્રાઇવરને આવ્યો હાર્ટ એટેક, જુઓ Video

ગુજરાતમાં આ સ્થળોએ વરસાદ થવાની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અને આવતીકાલે કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં વરસાદી માહોલ રહેશે. 12, 13 અને 14 એપ્રિલે અમરેલી ભાવનગર, બોટાદ, સુરત, ભરૂચ, વલસાડમાં વરસાદ થવાની આગાહી છે. આગાહી અનુસાર નવસારીમાં પણ વરસાદ રહેશે.

ગુજરાતમાં વધશે ગરમીનો પારો

અમદાવાદમાં ગતરોજ સિઝનનું સૌથી વધુ 40 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. ત્યારે બે દિવસ ગરમીનું જોર યથાવત રહેશે. જે પછી ગરમી વચ્ચે કમોમસી વરસાદ જોવા મળશે. આજે અમદાવાદમાં ગરમીનો પારો 41 ડિગ્રી એ પહોંચી શકે છે. રાજ્યમાં 2 ડિગ્રી તાપમાન વધારો નોંધાશે.

બે દિવસ પહેલા કચ્છમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો

મહત્વનું છે કે બે દિવસ પહેલા કચ્છના માંડવીના ગઢશીશા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. નાની મઉ વાડી વિસ્તારમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. ભારે ગાજવીજ અને કરા સાથે કમોસમી વરસાદ નોંધાયો હતો. માંડવીના ભૈરયા, દુજાપર સહિતના ગામોમાં માવઠું પડ્યુ હતુ.

સમગ્ર માર્ચ મહિનામાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન

આ પહેલા પણ ગુજરાતના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી ચુક્યો છે. સમગ્ર માર્ચ મહિના દરમિયાન ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. જેના કારણે ખેડૂતોએ મહામહેનતથી પકવેલા પાકમાં નુકસાન થયુ છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ઘઉં, લસણ અને ડુંગળી સહિતના પાકને નુકસાન થયુ છે. ખેડૂતોને થયેલા નુકસાન સામે ગુજરાત સરકારે સહાયની પણ જાહેરાત કરી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
કમોસમી વરસાદથી ખેડૂત ચિંતિત, કેરી સહિત પાક પર સંકટ!
કમોસમી વરસાદથી ખેડૂત ચિંતિત, કેરી સહિત પાક પર સંકટ!
ભારે પવનના કારણે પાવાગઢમાં રોપવે સેવા બંધ કરાઈ
ભારે પવનના કારણે પાવાગઢમાં રોપવે સેવા બંધ કરાઈ
જામનગરમાં અચાનક વાતાવરણ પલટાયું, લાલપુરમાં કરા સાથે વરસાદ
જામનગરમાં અચાનક વાતાવરણ પલટાયું, લાલપુરમાં કરા સાથે વરસાદ
g clip-path="url(#clip0_868_265)">