AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાત ATSએ વધુ એક આતંકીની કરી ધરપકડ, સમા પરવીન નામની મહિલા પકડાઇ

અમદાવાદ: ગુજરાત ATS એ એક મોટી સફળતા હાંસલ કરી છે. અલકાયદા ઇન્ડિયન ટેરર મોડ્યુલ સાથે જોડાયેલા એક વધુ આતંકીને ઝડપી લેવામાં આવ્યો છે. સમાપરવીન નામની મહિલા આતંકીને કર્ણાટકથી ધરપકડ કરવામાં આવી છે.

Breaking News : ગુજરાત ATSએ વધુ એક આતંકીની કરી ધરપકડ, સમા પરવીન નામની મહિલા પકડાઇ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2025 | 10:30 AM
Share

અમદાવાદ: ગુજરાત ATS એ એક મોટી સફળતા હાંસલ કરી છે. અલકાયદા ઇન્ડિયન ટેરર મોડ્યુલ સાથે જોડાયેલા એક વધુ આતંકીને ઝડપી લેવામાં આવ્યો છે. સમાપરવીન નામની મહિલા આતંકીને બેંગ્લોરથી ધરપકડ કરવામાં આવી છે. દેશ વિરોધી કૃત્ય કરી જેહાદી પ્રવૃત્તિમાં આ મહિલા આતંકી જોડાયેલી હોવાનું સામે આવ્યુ છે.

આતંકી ઈન્સ્ટાગ્રામ ગ્રુપમાં સક્રિય હતી

અધિકારીઓના જણાવ્યા અનુસાર, સમા પરવીનનો સંપર્ક અગાઉ પકડાયેલા ચાર આતંકીઓ સાથે હતો. તેણી આતંકી ઈન્સ્ટાગ્રામ ગ્રુપમાં સક્રિય હતી અને દેશવિરોધી વિડિઓઝ અપલોડ કરીને જેહાદી કૃત્ય માટે યુવાનોને ઉશ્કેરતી હતી. ગુપ્ત તપાસમાં બહાર આવ્યું છે કે સમા પરવીન અલકાયદા સાથે સંકળાયેલ ષડયંત્રમાં સામેલ હતી. આ મહિલાની ઊંમર 30 વર્ષની હોવાનું સામે આવ્યુ છે.

આતંકી સમા પરવીનની થશે પુછપરછ

ગુજરાત ATSએ જણાવ્યું કે મહિલાએ ઓનલાઇન પ્લેટફોર્મ્સ પર જેહાદી ષડયંત્ર રચવાનું કબુલ્યું છે. તફતીશ દરમિયાન તેમની પાસેથી ઝીણવટભર્યા પુરાવા અને ડિજિટલ ડેટા પણ કબજે કરાયો છે. હવે ATS સમા પરવીન પાસેથી વધુ માહિતી મેળવવા માટે આંતરિક પૂછપરછ શરૂ કરી રહી છે. આવા આતંકી તત્વો સામે રાજ્ય સરકારે કડક પગલાં લેવા સૂચના આપી છે.

અગાઉ 4 આતંકીની કરાઇ હતી ધરપકડ

મહત્વનું છે કે આ પહેલા ગુજરાત ATSએ અલકાયદા સાથે જોડાયેલા ચાર લોકોની ધરપકડ કરી હતી. આ ચારમાં બે વ્યક્તિ ગુજરાતના અમદાવાદ અને મોડાસાની હતી, જ્યારે બે વ્યક્તિ દિલ્હી અને નોઈડાની હોવાનું સામે આવ્યું હતુ. અલકાયદાના આતંકવાદી મોડલ સાથે આ ચારેય લોકો કનેક્ટેડ હતા. આ આતંકીઓ ઇન્સ્ટાગ્રામ સહિત સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક અને ભડકાઉ સામગ્રી શેર કરતા હતા. ‘ગઝવા-એ-હિંદ’ને લઈ વીડિયો અને ભાષણો દ્વારા યુવાનોને કટ્ટરપંથી બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ ઉશ્કેરણીજનક, જેહાદી વીડિયો ફેલાવતા પાંચ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ATSની રડારમાં હતા, જેનું ઓપરેટિંગ એક જ આરોપી કરી રહ્યો હતો. આ એકાઉન્ટની શોધ બાદ FSL સહિત ચાર જુદી-જુદી ટીમો બનાવી આરોપીઓની ધરપકડ શરૂ કરાઈ. જેમાં સૌથી પહેલા ઝડપાયો અમદાવાદના ફતેહવાડીમાં રહેતો મોહમ્મદ ફરદીન. તેના પાસેથી તલવાર અને ધાર્મિક સાહિત્ય પણ મળ્યું છે. તેની પૂછપરછમાં મળેલી માહિતી પરથી ATS એ અન્ય ત્રણ શખ્સ દિલ્હીનો મોહમ્મદ ફેઈક, નોઈડાનો જીશાન અલી અને મોડાસાનો સૈફુલ્લાહ કુરેશીની ધરપકડ કરી હતી.

વીથ ઇનપુટ-મિહિર સોની, અમદાવાદ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">