Breaking News : ગુજરાતમાં કોરોનાના નવા કેસનો આંક 100ને પાર, નવા 119 કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં 16 માર્ચના રોજ કોરોનાના નવા 119 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 62, અમદાવાદ જિલ્લામાં 01, અમરેલી 04, આણંદમાં 02, ભરૂચમાં 02, ભાવનગરમાં 03, ગાંધીનગરમાં 01, ગાંધીનગર જિલ્લામાં 01, મહેસાણામાં 09, નવસારીમાં 01, પોરબંદરમાં 01 કેસ નોંધાયો છે.
ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં 16 માર્ચના રોજ કોરોનાના નવા 119 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 62, અમદાવાદ જિલ્લામાં 01, અમરેલી 04, આણંદમાં 02, ભરૂચમાં 02, ભાવનગરમાં 03, ગાંધીનગરમાં 01, ગાંધીનગર જિલ્લામાં 01, મહેસાણામાં 09, નવસારીમાં 01, પોરબંદરમાં 01, રાજકોટ જિલ્લામાં 03, રાજકોટ કોર્પોરેશનમાં 10, સાબરકાંઠામાં 02, સુરત જિલ્લામાં 03, સુરતમાં 10 અને વડોદરામાં 04 કેસ નોંધાયા છે . જ્યારે કોરોનાના એક્ટિવ કેસ 435 એ પહોંચ્યા છે. તેમજ કોરોના રિકવરી રેટ 99.11 ટકા થયો છે. જ્યારે આજે કોરોનાથી 20 દર્દી સાજા થયા છે.
New 119 #Covid19 cases reported in #Gujarat ; 63 new cases in #ahmedabad #gujaratcovidupdate #GujaratCoronaUpdate #tv9news pic.twitter.com/6gfnKrHvMb
— Tv9 Gujarati (@tv9gujarati) March 16, 2023
ગુજરાતમાં કોરોનાની સાથે સાથે H3N3 વાયરસનો વધારો જોવા મળી રહ્યો છે. જેમાં રાજ્ય સરકારે આ વાયરસના ફેલાવાના રોકવા માટે પણ પગલાં લેવાનું શરૂ કર્યું છે.
ICMRની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી પગલા લેવા સૂચના આપવામાં આવી
આ ઉપરાંત, રાજ્યમાં નવા વાયરસ H3N2ના ઝડપી પ્રસારને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. H3N2 વાયરસના દર્દીઓમાં તાવ, શરદી, ખાંસી, ગળાની તકલીફ, ઊલટી, કળતર જેવા લક્ષણો જોવા મળી રહ્યાં છે. ત્યારે રાજ્યામાં દવાનો જથ્થો, ટેસ્ટિંગ લેબ, તબીબોની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરવામાં આવી. આ ઉપરાંત કેન્દ્ર સરકારની ICMRની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી પગલા લેવા સૂચના આપવામાં આવી.
સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો અને વારંવાર તમારા હાથ ધોતા રહો
ગુજરાતમાં પણ H3N2 વાયરસના કેસ ખૂબ જ વધ્યા છે. ત્યારે ડૉકટર્સે દેશમાં ફેલાતા H3N2 ઈન્ફલ્યુએન્ઝા વિશે સાવચેત રહેવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે આ વાયરસ પણ કોરોનાની જેમ જ ફેલાય છે. તેનાથી બચવા માટે, માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો અને વારંવાર તમારા હાથ ધોતા રહો.