Breaking News: વડોદરાના સાવલીમાં ગણપતિની સ્થાપના માટે પ્રતિમા લઇ જતા બે કોમ વચ્ચે જૂથ અથડામણ, બે લોકો ઈજાગ્રસ્ત, જુઓ Video
વડોદરાના સાવલી તાલુકાના ગોઠડા ગામે બે કોમ વચ્ચે જૂથ અથડામણની ઘટના સામે આવી છે. ગણપતિની સ્થાપના માટે પ્રતિમા લઇ જતા સમયે આ સમગ્ર ઘટના બની છે. બન્ને કોમ વચ્ચે સામસામે થયો પથ્થરમારો થયો હતો. જૂથ અથડામણમાં બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બંને ઇજાગ્રસ્તોને સાવલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.
વડોદરાના સાવલી તાલુકાના ગોઠડા ગામે બે કોમ વચ્ચે જૂથ અથડામણની ઘટના સામે આવી છે. ગણપતિની સ્થાપના માટે પ્રતિમા લઇ જતા સમયે આ સમગ્ર ઘટના બની છે. બન્ને કોમ વચ્ચે સામસામે થયો પથ્થરમારો થયો હતો. જૂથ અથડામણમાં બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બંને ઇજાગ્રસ્તોને સાવલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. બનાવના પગલે સાવલી પોલીસે ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો છે. હાલ સમગ્ર ગામમાં શાંતિનો માહોલ છે.
આગામી 19 તારીખે જ્યારે ગણેશ ચતુર્થી નિમિતે ઠેર ઠેર ગણપતિની સ્થાપના માટેની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આ વચ્ચે વડોદરાના સાવલિમાં એક ઘટના સામે આવી છે. જેમાં ગણપતિની પ્રતિમા લઈ જતાં સમયે બે જુથ વચ્ચે પત્થર મારો થયો છે. મહત્વનુ છે કે પરિસ્થિતી બેકાબૂ બની હતી. અને પોલીસને જાણ કરવામાં આવી હતી.
બે કોમ વચ્ચે થયેલી જુથ અથડામણમાં બે લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ તમામ જે પરસ્થિતી છે તેના પર પોલીસ નજર રાખી રહી છે.
આ અગાઉ ખેડાના ઠાસરામાં પણ પથ્થરમારોની ઘટના બની હતી. જેમાં પોલીસે 8 લોકોની અટકાયત કરી છે. આ સમગ્ર ઘટનામાં કુલ 3 ફરિયાદ નોંધાઈ છે. જેમાં ઠાસરા પોલીસ સ્ટેશનમાં હિન્દુ અને મુસ્લિમ પક્ષે સામ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં હિન્દુ ફરિયાદીએ 4 મુસ્લિમ લોકોના નામજોગ પોલીસ ફરિયાદ નોંધાવી છે. અને અન્ય 70 મુસ્લિમ લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે.
શિવજીની શોભાયાત્રામાં મુસ્લિમ લોકોએ પથ્થરમાર્યો કર્યાનો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મુસ્લિમ ફરિયાદીએ 1500 હિન્દુઓના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે. તો તેમને મદરેસા અને દરગાહ સહિત વાહનોને નુક્સાન પહોંચાડ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે.
આ પણ વાંચો : કરજણના વ્યાસ બેટમાં ફસાયા 10થી વધુ લોકો, હેલિકોપ્ટર નહીં પહોંચતા આર્મીની મદદ લેવાઈ, જુઓ Video
જોકે વડોદરામાં બનેલી આ ઘટનાને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે. જવાબદાર લોકોને પકડીઓ કાર્યવાહી કરવામાં આવશે. જેને પાટે પોલીસ સતર્ક બની છે. હોસ્પિટલ ખાતે લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા છે.