Vadodara : કરજણના વ્યાસ બેટમાં ફસાયા 10થી વધુ લોકો, હેલિકોપ્ટર નહીં પહોંચતા આર્મીની મદદ લેવાઈ, જુઓ Video
કરજણના વ્યાસ બેટમાં ફસાયેલા લોકોના રેસ્ક્યુ માટે ઇન્ડિયન કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર મંગાવવામાં આવ્યું હતું, પરંતુ હવામાનના વિપરીત સંજોગના કારણે હેલિકોપ્ટર સુરતથી આગળ ઉડાન નથી ભરી શકતું. તેથી લોકોના રેસ્ક્યુ માટે આર્મીની ટીમ પહોંચી છે. તો MLA અક્ષય પટેલ, કલેક્ટર અને SP પણ પહોંચ્યા છે.
Vadodara : રાજ્યમાં 2 દિવસથી વરસાદી માહોલ છવાયો છે. ત્યારે ભારે વરસાદના (Rain) કારણે નર્મદા અને વડોદરા જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે વિવિધ સ્થળોએ પાણી ભરાતા ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તો કરજણના વ્યાસ બેટમાં 10થી વધુ લોકો ફસાયા છે. જેમને બચાવવા માટે રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે.
કરજણના વ્યાસ બેટમાં ફસાયેલા લોકોના રેસ્ક્યુ માટે ઇન્ડિયન કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર મંગાવવામાં આવ્યું હતું, પરંતુ હવામાનના વિપરીત સંજોગના કારણે હેલિકોપ્ટર સુરતથી આગળ ઉડાન નથી ભરી શકતું. તેથી લોકોના રેસ્ક્યુ માટે આર્મીની ટીમ પહોંચી છે. તો MLA અક્ષય પટેલ, કલેક્ટર અને SP પણ પહોંચ્યા છે.
Latest Videos
Latest News