AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ગોંડલમાં ભાજપનો દબદબો ! વોર્ડ નંબર-4 અને વોર્ડ નંબર-7માં BJP ઉમેદવારો જીત્યા

ભાજપના ઉમેદવાર ક્રિપાલસિંહ જાડેજાએ 2244 મત મેળવી જીત નોંધાવી છે. આ સાથે બિંદુબેન સોલંકીને 1932 મત મળ્યા છે, જ્યારે શિતલબેન કોટડિયાએ 1935 મત મેળવી વિજય હાંસલ કર્યો છે.

Breaking News: ગોંડલમાં ભાજપનો દબદબો ! વોર્ડ નંબર-4 અને વોર્ડ નંબર-7માં BJP ઉમેદવારો જીત્યા
Gondal local body election result
| Updated on: Apr 28, 2026 | 9:50 AM
Share

ગોંડલ નગરપાલિકાના ચૂંટણી પરિણામો જાહેર થઈ ગયું છે અહીં  વોર્ડ નંબર-2માં ભાજપે મજબૂત પ્રદર્શન કર્યું છે. આ વોર્ડમાં ભાજપે 4માંથી 3 બેઠકો પર જીત મેળવી છે, જ્યારે એક બેઠક પર હર્ષદ વાધેલા બિનહરીફ વિજેતા બની ચૂક્યા હતા. પરિણામે વોર્ડ નં. 2માં ભાજપનું સંપૂર્ણ પ્રભુત્વ જોવા મળ્યું છે.

ગોંડલમાં જીત્યા ભાજપ ઉમેદવાર

મતગણતરી અનુસાર, ભાજપના ઉમેદવાર ક્રિપાલસિંહ જાડેજાએ 2244 મત મેળવી જીત નોંધાવી છે. આ સાથે બિંદુબેન સોલંકીને 1932 મત મળ્યા છે, જ્યારે શિતલબેન કોટડિયાએ 1935 મત મેળવી વિજય હાંસલ કર્યો છે. ત્રણેય ઉમેદવારોના વિજય સાથે ભાજપે આ વોર્ડમાં મજબૂત સ્થિતિ ઉભી કરી છે.

આ સાથે ગોંડલના વોર્ડ નંબર-7માં ભાજપે સંપૂર્ણ પ્રભુત્વ સ્થાપિત કર્યું છે. આ વોર્ડમાં ભાજપે તમામ 4 બેઠકો પોતાના ખાતામાં કરી છે, જેમાંથી 2 બેઠકો પર સીધી જીત મળી છે, જ્યારે 2 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ વિજેતા બન્યા હતા.

મતગણતરી મુજબ, ભાજપના ઉમેદવાર ઓમદેવસિંહ જાડેજાએ 1918 મત મેળવી જીત નોંધાવી છે, જ્યારે શૈલેષભાઈ ગોરીએ 1489 મત સાથે વિજય મેળવ્યો છે. ઉપરાંત, પાયલબેન પીપડીયા અને મનીષબેન ગોવાણી પહેલાથી જ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા.

ગોંડલમાં ભાજપનો દબદબો

આ પરિણામો સાથે ગોંડલ નગરપાલિકામાં ભાજપનો દબદબો વધુ મજબૂત બન્યો છે અને સ્થાનિક રાજકારણમાં પાર્ટીની પકડ સ્પષ્ટ દેખાઈ રહી છે. આ પરિણામો રાજ્યભરમાં ચાલી રહેલા સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના ટ્રેન્ડ સાથે મેળ ખાતા દેખાઈ રહ્યા છે, જ્યાં અનેક સ્થળોએ ભાજપે મજબૂત પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને બિનહરીફ જીત અને સ્પષ્ટ બહુમતીવાળા પરિણામો દર્શાવે છે કે સ્થાનિક સ્તરે સંગઠન શક્તિ અને મતદારોનો ઝુકાવ ક્યાં તરફ છે. હવે બાકીના વોર્ડોના પરિણામો જાહેર થતા સમગ્ર ગોંડલ નગરપાલિકામાં સત્તાનું સમીકરણ કેવી રીતે બદલાય છે તે પર સૌની નજર ટકી છે, જ્યારે વિજેતા ઉમેદવારોમાં ઉજવણીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.

Gujarat Local Body, Municipal Election Results 2026 LIVE: બરવાળા તાલુકા પંચાયતની બેલા બેઠક પર ભાજપ ઉમેદવારનો વિજય, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
Breaking News : રાણીપ હત્યા કેસમાં 8 આરોપીઓ ઝડપાયા
Breaking News : રાણીપ હત્યા કેસમાં 8 આરોપીઓ ઝડપાયા
ગંભીરા બાદ ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી
ગંભીરા બાદ ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી
ઉના નજીક ખેતરોમાં વનરાજાના આંટાફેરાથી ખેડૂતોમાં ફફડાટ- Video વાયરલ
ઉના નજીક ખેતરોમાં વનરાજાના આંટાફેરાથી ખેડૂતોમાં ફફડાટ- Video વાયરલ
ગુજરાતમાં એક ફોન કરો ને દારૂ, ડ્રગ્સની હોમ ડિલિવરી થઈ જાય- ગેનીબેન
ગુજરાતમાં એક ફોન કરો ને દારૂ, ડ્રગ્સની હોમ ડિલિવરી થઈ જાય- ગેનીબેન
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ સામે ખેડૂતોની દિલ્હી કૂચ, જુઓ Video
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ સામે ખેડૂતોની દિલ્હી કૂચ, જુઓ Video
સુરત એમ્બ્રોઈડરી ઉદ્યોગના કારીગરોએ ઉગામ્યુ હડતાળનું શસ્ત્ર - Video
સુરત એમ્બ્રોઈડરી ઉદ્યોગના કારીગરોએ ઉગામ્યુ હડતાળનું શસ્ત્ર - Video
AMCનું જેકેટ પહેરી, ક્રેન લાવીને રોડ પર જ કરી 7 લાખના કોપર વાયરની ચોરી
AMCનું જેકેટ પહેરી, ક્રેન લાવીને રોડ પર જ કરી 7 લાખના કોપર વાયરની ચોરી
જામનગરના હડમતીયા ગામની વાડી વિસ્તારમાં સિંહ દેખાતા ફફડાટ, જુઓ-Video
જામનગરના હડમતીયા ગામની વાડી વિસ્તારમાં સિંહ દેખાતા ફફડાટ, જુઓ-Video
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો
આજનું રાશિફળ : રવિવારે કઈ રાશિઓ માટે રહેશે નાણાકીય રોકાણ ઉત્તમ? જુઓ
આજનું રાશિફળ : રવિવારે કઈ રાશિઓ માટે રહેશે નાણાકીય રોકાણ ઉત્તમ? જુઓ
g clip-path="url(#clip0_868_265)">