Breaking News : સુરત એરપોર્ટ પરથી ઝડપાયું કરોડોનું સોનુ, DRIએ ચારને ઝડપ્યા, જુઓ Video
સુરત એરપોર્ટ પરથી DRIએ કરોડોનું સોનુ ઝડપી પાડ્યુ છે. અરપોર્ટ પર ખુલ્લેઆમ સોનું લઈને જઈ રહેલા 4 લોકોને DRIએ ઝડપી પાડ્યા છે. મળતી માહિતી અનુસાર તેઓ દુબઈના શારજાહથી સુરતમાં કરોડોનું સોનું લઈને આવ્યા હતા.
Surat gold smuggling : રાજ્યમાં અનેક વાર સોનાની સ્મગલિંગની થતી હોય તેવી ઘટના જોવા મળે છે. આવી જ એક ઘટના સુરતમાં પણ સામે આવી છે. સુરત એરપોર્ટ પરથી DRIએ કરોડોનું સોનુ ઝડપી પાડ્યુ છે. એરપોર્ટ પર ખુલ્લેઆમ 27 કરોડનું સોનું લઈને જઈ રહેલા 4 લોકોને DRIએ ઝડપી પાડ્યા છે.
આ પણ વાંચો : Surat : આજે સરકારી શાળાઓમાં આવે છે 100 ટકા પરિણામ, શિક્ષણ નીતિ પર રાજ્ય શિક્ષણ મંત્રીનું નિવેદન, જૂઓ Video
મળતી માહિતી અનુસાર તેઓ દુબઈના શારજાહથી સુરતમાં કરોડોનું સોનું લઈને આવ્યા હતા. DRIની તપાસમાં સોનુ દાણ ચોરીનું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. છેલ્લા થોડા જ સમયમાં ત્રણ વખત DRI દ્વારા સોનું પકડતા કસ્ટમ એર ઈંટેલિજેંટ પર અનેક સવાલ ઉઠી રહ્યા છે. તેમજ આ સોનું કોણે મંગાવ્યુ છે. તેની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે.
સુરત SOGએ દાણચોરીનો નવો કીમિયો ઝડ્યો
આ અગાઉ પણ સુરતમાં DRIએ સોનાની સ્મગલિંગ કરતા બેને ઝડપ્યા હતા. તો DRIએ બે યુવાનો પાસેથી 1100 ગ્રામ સોનું મળી આવ્યુ હતું. દુબઈના શારજાહથી આવેલા યુવકો પાસેથી સુરતની DRIની ટીમે કુલ 65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તો બીજી તરફ આ અગાઉ પણ સુરતમાં SOGએ દાણચોરીનો નવો કીમિયો ઝડપી પાડ્યો હતો.
કાપડનો વેપારી દુબઈથી બૂટમાં સોનું છુપાવી લાવી રહેલા હોવાનું સામે આવ્યુ હતુ. DRI દ્વારા આરોપી વિશાલ ઉર્ફે વિકીને ઝડપી પાડ્યો હતો. જેને કુલ 7 કિલો સોનું બૂટમાં છુપાવ્યું હતું. આ સમગ્ર કેસની તપાસ DRIને સોંપવામાં આવી હતી.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો