Surat : આજે સરકારી શાળાઓમાં આવે છે 100 ટકા પરિણામ, શિક્ષણ નીતિ પર રાજ્ય શિક્ષણ મંત્રીનું નિવેદન, જૂઓ Video

શિક્ષણ નીતિને લઈને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયાનું નિવેદન આપ્યું છે કે, આ વર્ષની અંદર મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ અમે 16000 નવા ઓરડાઓ બનાવવાના વર્ક ઓર્ડર આપ્યા છે. આ વર્ક ઓર્ડર હાલ અમારા ડેસ્ક ઉપર છે જ, તે ઉપરાંત અમે બીજી શાળાઓ પણ બનાવી રહ્યા છે.

Surat : આજે સરકારી શાળાઓમાં આવે છે 100 ટકા પરિણામ, શિક્ષણ નીતિ પર રાજ્ય શિક્ષણ મંત્રીનું નિવેદન, જૂઓ Video
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Jul 08, 2023 | 4:13 PM

Surat : સુરતમાં આજરોજ સરકારી,ખાનગી શાળાઓના (Government school ) 100 ટકા પરિણામ હતું. તેવી સુરત સહીત જિલ્લાની કુલ 58 શાળાના શિક્ષકો અને આચાર્યનું રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયાના (Praful Pansheriya) હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું, ત્યારે તેઓએ મીડિયા સાથે વાતચીત કરતા શિક્ષણ નીતિને (Education policy) લઈને પોતાનું નિવેદન આપ્યું હતું.

આ પણ વાંચો-વડોદરામાં કન્સ્ટ્રક્શનની સાઈટની દિવાલ ધસી પડતા 4ના શ્રમિકો દટાયા, જુઓ-VIDEO

શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયાનું સૌથી મોટું નિવેદન

શિક્ષણ નીતિને લઈને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયાનું નિવેદન આપ્યું છે કે, આ વર્ષની અંદર મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ અમે 16000 નવા ઓરડાઓ બનાવવાના વર્ક ઓર્ડર આપ્યા છે. આ વર્ક ઓર્ડર હાલ અમારા ડેસ્ક ઉપર છે જ, તે ઉપરાંત અમે બીજી શાળાઓ પણ બનાવી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

25 હજાર શિક્ષકોને અપાશે નિમણૂકપત્ર

રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયાએ એવુ પણ જણાવ્યુ હતુ કે અમે નજીકના સમયમાં જ બધા જ ડિપાર્ટમેન્ટમાં ટાટ વન પાસ કરેલા 25,000 શિક્ષકોને અમે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ નિમણૂક પત્ર આપવાના છીએ.

સરકારી શાળાઓમાં 100 ટકા પરિણામ આવે છે-પ્રફુલ પાનશેરિયા

વધુમાં તેમણે જણાવ્યું કે, આજે સરકારી શાળાઓમાં 100 ટકા પરિણામ આવે છે. આજે આ સ્ટેજ પર આચાર્યનું સન્માન કરવામાં આવ્યુ છે. આજે સુરત મહાનગરપાલિકા તેમજ અન્ય સરકારી શાળાઓમાં એડમિશન લેવા માટે 100 કે 150 વિદ્યાર્થીઓનું વેઇટિંગ ચાલી રહ્યુ છે. જેના પરથી સરકારી શાળાઓના શિક્ષણનું સ્તર ઊંચુ આવ્યુ હોવાનું જાણી શકાય છે.

10-20 બાળકો અભ્યાસ કરતા હોય તેવી શાળા ચાલુ-પ્રફુલ પાનશેરિયા

તેમણે એમ પણ જણાવ્યુ કે આજે કેટલીક શાળાઓમાં કયાંક 10 તો ક્યાંક 20 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેમ છતા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે દૂર ન જવુ પડે તે માટે આવી શાળાઓ બંધ કરવામાં આવી નથી. તેઓને અભ્યાસ મળી શકે તે માટે સરકાર કટિબદ્ધ છે.વિદ્યાર્થીઓને એક ગામથી બીજે ગામ અભ્યાસ માટે જવું હશે તેઓ સરકાર ગાડીની વ્યવસ્થાઓ પણ કરી આપશે.

સુરત સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">