Surat માંથી કસ્ટમ એજન્ટ કિરણ ભાનુશાળીની 1.54 કરોડની ડ્યુટી ચોરીમાં ઈકોસેલે ધરપકડ કરી
આરોપી કિરણ ભાનુશાળીને સીએચએ તરીકે રોકવામાં આવ્યો હતો. કંપનીએ એક વર્ષમાં રૂ.1.91 કરોડનો માલ મંગાવ્યો હતો. જેની સામે આરોપીએ બોગસ ડોક્યુમેન્ટ બનાવી માત્ર 37.26 લાખ જ ચૂકવ્યા હતા. ફેબ્રુઆરીમાં કસ્ટમે 1.31 કરોડની રકમની નોટિસ આપી બોગસ ડોક્યુમેન્ટ રજૂ કરાયા હોવાનું જણાવ્યું હતુ
Surat: સુરતમાં વિદેશથી આવતો માલ કસ્ટમમાંથી છોડાવી આપતા મુંબઇના એજન્ટ કિરણ ભાનુશાળીની 1.54 કરોડની ડ્યુટી ચોરીમાં ઈકોસેલે(Eco Cell) ધરપકડ કરી છે. સચીનમાં દવા બનાવતી એક કંપનીએ મુંબઇના સીએચએ એજન્ટ મારફતે ચીનથી રૂ.1.91 કરોડના માલની સામે માત્ર રૂ.37 લાખ ભરી બાકીના રૂ.1.54 કરોડના બોગસ બિલો બનાવી ડ્યુટી ચોરી કરી હતી. આ ગુનામાં આરોપી કિરણ ભાનુશાળીની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો : Gujarati Video : રાજકોટ ધોરાજીના મોટી વાવડીમાં વરસાદે તારાજી સર્જી, જોખમી પુલના સમારકામની માગ
આ આરોપી કિરણ ભાનુશાળીને સીએચએ તરીકે રોકવામાં આવ્યો હતો. કંપનીએ એક વર્ષમાં રૂ.1.91 કરોડનો માલ મંગાવ્યો હતો. જેની સામે આરોપીએ બોગસ ડોક્યુમેન્ટ બનાવી માત્ર 37.26 લાખ જ ચૂકવ્યા હતા. ફેબ્રુઆરીમાં કસ્ટમે 1.31 કરોડની રકમની નોટિસ આપી બોગસ ડોક્યુમેન્ટ રજૂ કરાયા હોવાનું જણાવ્યું હતુ. નોટિસના પગલે કંપનીના સંચાલકે સીએચએ કિરણની તપાસ કરાવતા ભાંડો ફુટી ગયો હતો.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો