Gujarati video : જામનગર જિલ્લા પંચાયતમાં ટ્રેકટર ભરીને સરકારી દસ્તાવેજોની ચોરી કરવી પડી ભારે, SIT ને સોંપાઈ તપાસ
પંચાયતના માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરે વાયરમેન તરીકે ફરજ બજાવતા કર્મચારી સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ બાદ જિલ્લા પોલીસ વડાએ SITની રચના કરી છે.
Jamnagar : જામનગરની જિલ્લા પંચાયતમાં સરકારી રેકોર્ડની ચોરી કરવી એક કર્મચારીને ભારે પડી છે. પંચાયતના માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરે વાયરમેન તરીકે ફરજ બજાવતા કર્મચારી સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ બાદ જિલ્લા પોલીસ વડાએ SITની રચના કરી છે. જેમાં હવે રેકોર્ડની તપાસ એક ડીવાયએસપી, બે પીઆઈ, એક પીએસઆઇ સહીતની ટીમ કરશે. અંદાજીત અઢી મહીના પહેલા કર્મચારીએ ટ્રેકટર સાથે ટ્રોલી લાવીને રેકોર્ડની ચોરી કરી હતી. ઇલેકટ્રીક શાખામાં 1 હજાર 582 ફાઈલ અને 220 રજીસ્ટરની ચોરી થઈ હતી.
જીલ્લા પંચાયતની ઈલેક્ટ્રીક શાખામાંથી વર્ષ 2015થી 2023 સુધીના સરકારી રેકર્ડ, રજીસ્ટર અને ફાઈલ્સ તમામ વસ્તુઓ ચોરી થયા હતા. ત્રણ દિવસ પહેલા અધિકારીઓ કોઈ રેકોર્ડ તપાસતા સામે આવ્યું કે તમામ રેકર્ડ ગુમ થયા છે. આ અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી અને ત્યાર બાદ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જે રેકર્ડમાં એનઓસી, મંજૂરી, ઓડીટ, બીલ, રોજકામ અને યોજનાની ફાઈલો સહીતની વિગતો હતી તે તમામ ગૂમ થઈ ગઇ હતી.
અમદાવાદમાં વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ બસ ફસાઈ ખાડામાં
પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં 6 કલાકમાં 3થી 4 ઈંચ સુધી વરસાદ
અમદાવાદની શાળાઓમાં ભરાયા વરસાદી પાણી! ખોખરા, હાટકેશ્વર,કાંકરિયા જળમગ્ન
સુરતમાં વિયરકમ કોઝ-વે ઓવરફ્લો થતાં વાહનવ્યવહાર બંધ કરાયો, જુઓ Video
