Breaking News : GPSCના પૂર્વ ચેરમેન ડો. દિનેશ દાસાની UPSCમાં નિયુક્તી, સોશિયલ મીડિયાના માધ્યમથી કરી જાહેરાત
GPSCના પૂર્વ ચેરમેન દિનેશ દાસાની UPSCમાં નિયુક્તી કરવામાં આવી છે. દિનેશ દાસાની UPSCમાં સભ્ય તરીકે નિમમૂક કરવામાં આવી છે. દિનેશ દાસાએ સોશિયલ મીડિયાના માધ્યમથી આ જાહેરાત કરી છે અને આ નિયુક્તી માટે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે.
Gandhinagar : GPSCના પૂર્વ ચેરમેન ડો. દિનેશ દાસાની (Dr. Dinesh Dasa) UPSCમાં નિયુક્તી કરવામાં આવી છે. દિનેશ દાસાની (Dinesh Dasa) UPSCમાં સભ્ય તરીકે નિમણૂંક કરવામાં આવી છે. દિનેશ દાસાએ સોશિયલ મીડિયાના માધ્યમથી આ જાહેરાત કરી છે અને આ નિયુક્તી માટે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો (Prime Minister Narendra Modi) આભાર માન્યો છે.
દિનેશ દાસાએ ટ્વીટર હેન્ડલ એટલે કે X પર પોસ્ટ મુકીને પોતે કરીને UPSCમાં સભ્ય બન્યા હોવાની જાણકારી આપી છે. તેમણે પોસ્ટમાં લખ્યુ છે કે માનનીય રાષ્ટ્રપતિએ મને યુપીએસસીના સભ્ય તરીકે નિયુક્ત કર્યા છે તે જણાવતા હું સન્માનિત અને નમ્ર છું. આ તક એ કામનું વિસ્તરણ છે જે મેં GPSCનું નેતૃત્વ કર્યું ત્યારે કર્યું હતું.મારા જીવનની આ મહત્વની ક્ષણે, હું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનો હૃદયપૂર્વક આભાર માનું છું અને તેમના આશીર્વાદ માટે આભાર માનું છું જેણે મને મારી સમગ્ર સફરમાં માર્ગદર્શન આપ્યું છે.
તેમણે એમ પણ લખ્યુ કે, હું અતૂટ સમર્પણ અને ઇમાનદારી સાથે આપણા પ્રિય રાષ્ટ્રની પ્રગતિમાં પૂરા દિલથી યોગદાન આપવા માટે તૈયાર અને ઉત્સાહી છું.
I am honoured and humbled to share that the Hon’ble President has appointed me as a member of the UPSC. This opportunity is an extension of work I did when I headed the GPSC.
At this important moment of my life, I extend my heartfelt gratitude and thanks to Hon’ble Prime… pic.twitter.com/AOyNzcQ9Qn
— Dr. Dinesh Dasa (@dineshdasa1) September 29, 2023
કોણ છે ડોક્ટર દિનેશ દાસા ?
ડો. દિનેશ દાસાએ GPSCના ચેરમેન તરીકે સતત છ વર્ષ સુધી જવાબદારી સંભાળી છે. 41 વર્ષની ઉંમરે GPSCના ચેરમેન બનનાર દિનેશ દાસા જાહેર સેવા આયોગમાં દેશના સૌપ્રથમ અને સૌથી નાની ઉંમરના ચેરમેન હતા. તેમણે ચેરમેન તરીકેના 6 વર્ષના કાર્યકાળ દરમિયાન કુલ 24,382 જગ્યાઓ પર ભરતી માટે કામગીરી કરી છે. તો 827 જાહેરાતો પર ભરતી અંગેની કામગીરી કરી છે. તેમના કાર્યકાળ દરમિયાન એક પણ પેપરલીકની ઘટના પણ સામે આવેલી નથી.