Breaking News : દિવસમાં બીજી વાર ગુજરાતમાં આવ્યો ભૂકંપ, સૌરાષ્ટ્રમાં બપોરે 2 કલાકે અનુભવાયા ભૂકંપના આંચકા

Earthquake : ગુજરાતમાં છેલ્લા બે મહિનામાં વારંવાર ભૂકંપના આંચકા આવી રહ્યા છે. ત્યારે ફરી એકવાર ભૂકંપ આવ્યો છે. સવારે કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જે પછી બપોરે 2 કલાકે સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.

Breaking News : દિવસમાં બીજી વાર ગુજરાતમાં આવ્યો ભૂકંપ, સૌરાષ્ટ્રમાં બપોરે 2 કલાકે અનુભવાયા ભૂકંપના આંચકા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2023 | 11:04 PM

ગુજરાતમાં આજના દિવસમાં ફરી એક વાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. સવારે કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જે પછી બપોરે 2 કલાકે સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. માંગરોળથી 57 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ છે. સૌરાષ્ટ્રમાં 3.5ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે.

ગુજરાતમાં એક પછી એક થોડા જ કલાકોમાં ધરા ફરીથી ધ્રૂજી ઉઠી છે.  સિસ્મેક ઝોન 5માં સમાવેશ થતા કચ્છમાં આજે સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભચાઉથી 10 કિલોમીટરના અંતરે આ ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતુ. સવારે 7.35 કલાકે આવેલા ભૂકંપની તીવ્રતા 3.2 નોંધાઈ હતી. ત્યારે હવે સૌરાષ્ટ્રની ધરા બપોરે 2 કલાકે ધ્રુજી છે. જૂનાગઢના માંગરોળથી 57 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ છે.

આખા દેશથી 5 વર્ષ પહેલા આઝાદ થયું હતું ભારતનું આ ગામ
સુરતના સૌથી અમીર વ્યક્તિ કોણ છે?
આ છે દુનિયાની સૌથી હોટેસ્ટ વૈજ્ઞાનિક, જુઓ તસવીર
ઉનાળામાં વધુ પડતો બરફ ખાવાથી શું થાય ?
શરીરમાં કઈ વસ્તુઓની ઉણપને કારણે વાળ ખરે છે?
લોટ બાંધતી વખતે મિક્સ કરો આ સિક્રેટ વસ્તુ, ડબલ થઈ જશે રોટલીની તાકાત

ફેબ્રુઆરી-માર્ચમાં વારંવાર ધ્રુજી ગુજરાતની ધરા

  • 20 માર્ચે બપોરે 2 કલાકે સૌરાષ્ટ્રમાં માંગરોળથી 57 કિમી દૂર 3.5ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
  • 20 માર્ચે સવારે 7.35 કલાકે કચ્છના ભચાઉથી 10 કિમી દૂર 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો
  • 13 માર્ચે બપોરે 3.58 કલાકે કચ્છના બેલાએ 3.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો
  • 11 માર્ચે બપોરે 4.53 કલાકે ગીર સોમનાથના ઉનામાં 2.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
  • 11 માર્ચે બપોરે 4.25 કલાકે કચ્છના દુધઇમાં ભૂકપ 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
  • 10 માર્ચના રોજ રાત્રે 7.1 કલાકે કચ્છના ભચાઉમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો
  • 8 માર્ચના રોજ વહેલી સવારે કચ્છમાં 3.42 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો
  • 4 માર્ચના રોજ સવારે કચ્છમાં 10.49 કલાકે 3.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
  • 27 ફેબ્રુઆરીની મોડી રાત્રે 1:42 મિનીટે અમરેલીના ખાંભા નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 26 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનમાં આવેલા 4.3ની તીવ્રતાના ભૂકંપના કારણે રાજકોટમાં આંચકા અનુભવાયા.
  • 24 ફેબ્રુઆરીના રોજ સવારે 11.50 કલાકે અમરેલીમાં 3.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
  • 23 ફેબ્રુઆરીએ રાત્રે 11.35 કલાકે અમરેલીમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો
  • 23 ફેબ્રુઆરીના રોજ અમરેલી પાસે સવારે 9.6 કલાકે 3.1ની તીવ્રતાનો ભૂકંપો આંચકો અનુભવાયો.
  • 20 ફેબ્રુઆરીના રોજ કચ્છના દુધઈ પાસે સવારે 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો.
  • 19 ફેબ્રુઆરીના રોજ અમરેલી પાસે સવારે 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો.
  • 14 ફેબ્રુઆરીના રોજ તાપીના ઉકાઇમાં સવારે 2.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો.
  • 12 ફેબ્રુઆરીના રોજ રાત્રે 2.44 કલાકે તાલાલાથી 7 કિમી દૂર 2.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 11 ફેબ્રુઆરીના રોજ બપોરે 1.51 કલાકે કચ્છના દુધઈમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 11 ફેબ્રુઆરીના રોજ રાત્રે 12.52 કલાકે સુરતમાં 3.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 9 ફેબ્રુઆરીના રોજ કચ્છના દુધઈમાં બપોરે 1.45 કલાકે 3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 8 ફેબ્રુઆરીના રોજ કચ્છના ભચાઉમાં સાંજે 9.08 કલાકે 3.0 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 6 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રના અમરેલીમાં સાંજે 9.10 કલાકે 3.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 5 ફેબ્રુઆરીના રોજ કચ્છના ભચાઉમાં સવારે 11.11 કલાકે 3.1 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 4 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રના ગોંડલમાં સાંજે 8.15 કલાકે 2.5 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 4 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રના અમરેલીમાં સવારે 7.51 કલાકે 3.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 4 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રના અમરેલીમાં રાત્રે 10.47 કલાકે 2.8 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

ભૂકંપ કેમ આવે છે ?

પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ હોય છે, જે સતત ફરતી રહેતી હોય છે. જ્યાં આ પ્લેટ અથડાઈ છે તેને ઝોન ફોલ્ટ લાઈન કહે છે. વારંવાર ટકરાવાને કારણે આ પ્લેટ્સના ખૂણા વળે છે અને દબાણને કારણે તૂટવા લાગે છે. નીચેની ઊર્જા બહાર આવવાનો રસ્તો શોધે છે જેને કારણે ભૂકંપ આવે છે.  આપને જણાવી દઈએ કે,રિક્ટર મેગ્નિટયૂટ ટેસ્ટ સ્કેલની મદદથી ભૂકંપના તરંગો માપવામાં આવે છે. રિકટર સ્કેલમાં 1થી 9 સુધીની ભૂકંપની તીવ્રતા માપવામાં આવે છે. આ માપદંડ વર્ષ 1935માં કેલિફોર્નિયા ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિક ચાલ્સ રિક્ટરે બેનો ગુટેનબર્ગની મદદથી શોધ્યો હતો.

Latest News Updates

ચૂંટણીમાં ભાજપે 50 હજાર મતો ખોટા કરાવ્યા : ગેનીબેન ઠાકોર
ચૂંટણીમાં ભાજપે 50 હજાર મતો ખોટા કરાવ્યા : ગેનીબેન ઠાકોર
દેવભૂમિદ્વારકાના ખંભાળિયામાં 4 કલાકમાં 7.5 ઇંચ વરસાદ
દેવભૂમિદ્વારકાના ખંભાળિયામાં 4 કલાકમાં 7.5 ઇંચ વરસાદ
રાજ્યમાં સરકારી કચેરી જ ભ્રષ્ટ્રાચારનું કેન્દ્ર બન્યાના આરોપ
રાજ્યમાં સરકારી કચેરી જ ભ્રષ્ટ્રાચારનું કેન્દ્ર બન્યાના આરોપ
અમદાવાદમાં સ્કૂલ વેન અને રિક્ષાચાલકો હડતાળ પર ઉતરશે
અમદાવાદમાં સ્કૂલ વેન અને રિક્ષાચાલકો હડતાળ પર ઉતરશે
અમદાવાદઃ અટલ બ્રિજ પર 2 ટફન ગ્લાસ તૂટી ગયા, કાચ તૂટીને નદીમાં પડ્યો
અમદાવાદઃ અટલ બ્રિજ પર 2 ટફન ગ્લાસ તૂટી ગયા, કાચ તૂટીને નદીમાં પડ્યો
અમદાવાદ: સોનાની લૂંટ કેસમાં મોટો ઘટસ્ફોટ, ફરિયાદી જ નીકળ્યો આરોપી, જુઓ
અમદાવાદ: સોનાની લૂંટ કેસમાં મોટો ઘટસ્ફોટ, ફરિયાદી જ નીકળ્યો આરોપી, જુઓ
માલ ખાય અધિકારીઓ અને માર ખાય ચૂંટાયેલા પ્રતિનિધિઓ - BJP ધારાસભ્ય
માલ ખાય અધિકારીઓ અને માર ખાય ચૂંટાયેલા પ્રતિનિધિઓ - BJP ધારાસભ્ય
અંબાલાલ પટેલની મોટી આગાહી, 20 જૂનથી ગુજરાતમાં ધમધોકાર વરસાદ
અંબાલાલ પટેલની મોટી આગાહી, 20 જૂનથી ગુજરાતમાં ધમધોકાર વરસાદ
મનસુખ માંડવિયાએ ભાજપના પૂર્વ કેબિનેટ પ્રધાન પર કર્યો કટાક્ષ
મનસુખ માંડવિયાએ ભાજપના પૂર્વ કેબિનેટ પ્રધાન પર કર્યો કટાક્ષ
રાજકોટ અગ્નિકાંડ કેસમાં SITએ વધુ 2 RMCના અધિકારીની કરી ધરપકડ
રાજકોટ અગ્નિકાંડ કેસમાં SITએ વધુ 2 RMCના અધિકારીની કરી ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">