AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદ પહોંચ્યા, એરપોર્ટ પર ભક્તો દ્વારા કરાયુ ભવ્ય સ્વાગત

અમદાવાદ એરપોર્ટ પર ભક્તો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ. ફુલહાર પહેરાવી બાબા બાગેશ્વરનું સ્વાગત કરવામાં આવ્યુ. ધીરેન્દ્ર શાસ્ત્રી પણ ભક્તોનું અભિવાદન ઝીલતા જોવા મળ્યા.

Breaking News : બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદ પહોંચ્યા, એરપોર્ટ પર ભક્તો દ્વારા કરાયુ ભવ્ય સ્વાગત
TV9 Gujarati
| Edited By: | Updated on: May 25, 2023 | 2:44 PM
Share

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી (Dhirendra Shastri) અમદાવાદ આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર ભક્તો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ. ફુલહાર પહેરાવી બાબા બાગેશ્વરનું સ્વાગત કરવામાં આવ્યુ. ધીરેન્દ્ર શાસ્ત્રી પણ ભક્તોનું અભિવાદન ઝીલતા જોવા મળ્યા. ધીરેન્દ્ર શાસ્ત્રી (Dhirendra Shastri) આજે અમદાવાદમાં વટવા ખાતે દેવકીનંદન મહારાજના એક કાર્યક્રમમાં હાજરી આપવાના છે.

બાબા બાગેશ્વર ચાર્ટર્ડ પ્લેનમાં બેસીને અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે. તેઓ મધ્યપ્રદેશથી અમદાવાદ આવવા રવાના થયા હતા.બાબા બાગેશ્વર તેમજ યજમાન અમરાઈ વાડીના પૂર્વ કોર્પોરેટર અરવિંદ ચૌહાણના ભાઈ જુનગી ભાઈના ઘરે જશે. ત્યાં ભોજન લીધા બાદ તે વટવા કાર્યક્રમ પર જશે.

આજથી રાજ્યમાં બાબા બાગેશ્વર (Baba Bageshwar) ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારનો સીલસીલો શરુ થશે. જેના પગલે આયોજકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી આજે ગુજરાત આવશે અને સૌથી પહેલા અમદાવાદના વટવામાં એક કાર્યક્રમમાં તેઓ હાજર રહેશે. અમદાવાદ એરપોર્ટ પર તેમના આગમનને લઈને પોલીસ અને બાઉન્સર વીઆઈપી એક્ઝિટ પર પહોંચી છે.

સુરત, અમદાવાદ અને ગાંધીનગરમાં કાર્યક્રમ

26 મેના રોજ બાબા બાગેશ્વરનો સુરતના લિંબાયતમાં આવેલા નીલગીરી ગ્રાઉન્ડમાં કાર્યક્રમ છે. અહીં બે દિવસનો દરબાર ભરાશે. ધીરેન્દ્ર શાસ્ત્રી 26 અને 27 મેના રોજ સુરતમાં દરબાર કરવાના છે. સુરત બાદ બાબા બાગેશ્વર ફરી અમદાવાદ તરફ આવશે અને ગાંધીનગરના ઝુંડાલમાં દરબાર ભરવાના છે. 28 મેના રોજ ઝુંડાલના રાઘવ પાર્ટી પ્લોટમાં બાબા બાગેશ્વરનો દરબાર ભરાશે. ગાંધીનગરમાં દરબાર થશે, તેવું તાજેતરમાં જ નક્કી કરવામાં આવ્યુ છે. જો કે, તેનું પણ આયોજન થઈ ચુક્યું છે.

અમદાવાદના ચાણક્યપુરીમાં કાર્યક્રમ

ઝુંડાલ બાદ બાબા બાગેશ્વર બે દિવસ સુધી અમદાવાદમાં દરબાર ભરશે. 29 અને 30 મેના રોજ અમદાવાદના ચાણક્યપુરીમાં બાબા બાગેશ્વરનો દરબાર ભરાશે. સેક્ટર-6ના મેદાનમાં સાંજે 5 વાગ્યાથી મોડી રાત સુધી શ્રદ્ધાળુંઓ બાબા બાગેશ્વર સાથે સંવાદ કરી શકશે. અમદાવાદ બાદ ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ જશે.

1 જૂન અને 2 જૂનના રોજ બે દિવસ માટે રાજકોટમાં કાર્યક્રમ યોજાવાનો છે. રાજકોટના જાણીતા રેષકોર્સ ગ્રાઉન્ડમાં બાબાનો દરબાર ભરાશે. રાજકોટમાં દોઢ લાખ લોકોની વીમો પણ લેવાયો છે અને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજકોટ બાદ 3 જૂનના રોજ વડોદરામાં બાબા બાગેશ્વરનો દરબાર જામશે. અહીં નવલખી ગ્રાઉન્ડમાં દરબારનું આયોજન કરાયું છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો
પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ
અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ
સાચું નામ છુપાવી પરણિતાની જિંદગી બરબાદ કરનાર વિધર્મી યુવકની ધરપકડ
સાચું નામ છુપાવી પરણિતાની જિંદગી બરબાદ કરનાર વિધર્મી યુવકની ધરપકડ
Junagadh Breaking News: ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કરવાની માગ પ્રબળ
Junagadh Breaking News: ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કરવાની માગ પ્રબળ
MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હોબાળો, અટકી એડમિશન પ્રક્રિયા
MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હોબાળો, અટકી એડમિશન પ્રક્રિયા
રાજકોટમાં નવનિર્મિત સાંઢિયા પુલના નિર્માણમાં સામે આવી ખામીઓ
રાજકોટમાં નવનિર્મિત સાંઢિયા પુલના નિર્માણમાં સામે આવી ખામીઓ
ગુજરાતમાં HTATA મુખ્ય શિક્ષકોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાનો નિર્ણય
ગુજરાતમાં HTATA મુખ્ય શિક્ષકોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાનો નિર્ણય
ગુજરાતમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી શોધીને પરત મોકલાશેઃ હર્ષ સંઘવી
ગુજરાતમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી શોધીને પરત મોકલાશેઃ હર્ષ સંઘવી
g clip-path="url(#clip0_868_265)">