AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાતમાં CNG ના ભાવ વધ્યા, અદાણીએ ઝીંક્યો વધારો, જુઓ Video

ગુજરાતમાં અદાણી CNGના ભાવમાં પ્રતિ કિલો ₹2નો વધારો ઝીંકાયો છે, જેથી નવો ભાવ ₹90 પ્રતિ કિલો થયો છે. છેલ્લા સાત મહિનામાં કુલ ₹10નો વધારો થયો છે.

Breaking News : ગુજરાતમાં CNG ના ભાવ વધ્યા, અદાણીએ ઝીંક્યો વધારો, જુઓ Video
| Updated on: Jul 19, 2026 | 3:20 PM
Share

ગુજરાતમાં CNGનો ઉપયોગ કરતા લાખો વાહનચાલકો માટે ફરી એકવાર માઠા સમાચાર આવ્યા છે. અદાણી CNGએ પ્રતિ કિલો ₹2નો વધારો ઝીંક્યો છે, જેના પગલે CNGનો નવો ભાવ ₹90 પ્રતિ કિલો થયો છે. આ ભાવવધારો ખાસ કરીને મધ્યમ વર્ગ અને રિક્ષાચાલકો માટે નોંધપાત્ર આર્થિક બોજ વધારશે. છેલ્લા સાત મહિનામાં અદાણી CNGના ભાવમાં કુલ ₹10નો વધારો થઈ ચૂક્યો છે, જે ઈંધણ ખર્ચમાં સતત વૃદ્ધિ દર્શાવે છે.

પહેલાંના સમયમાં CNGને સસ્તા અને પ્રદૂષણમુક્ત ઈંધણ તરીકે સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. સસ્તું ઈંધણ અને સારું ઈંધણ તરીકે તેની છબી હતી, જેના કારણે મોટી સંખ્યામાં લોકોએ પેટ્રોલ-ડીઝલથી CNG વાહનો તરફ સ્થળાંતર કર્યું હતું. સારી એવરેજ અને ઓછા ખર્ચના આકર્ષણને કારણે CNG વાહનોની લોકપ્રિયતા વધી હતી. જોકે, છેલ્લા કેટલાક સમયથી CNGના ભાવમાં સતત અને ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે તેની સસ્તી ઈંધણ તરીકેની ઓળખ ભુંસાઈ રહી છે.

વર્તમાન ભાવવધારા બાદ CNGનો ભાવ ₹90 પ્રતિ કિલો પહોંચ્યો છે, જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ ₹95 થી ₹97 અને કેટલાક વિસ્તારોમાં ₹100ની આસપાસ ચાલી રહ્યા છે. આનો અર્થ એ થયો કે CNGના ભાવ હવે પરંપરાગત ઈંધણના ભાવની ખૂબ નજીક આવી ગયા છે, જેના કારણે CNG વાપરવાનો મુખ્ય ફાયદો ઓછો થઈ રહ્યો છે.

આ ભાવવધારાની સૌથી વધુ અસર રિક્ષાચાલકો પર પડશે. રિક્ષાચાલકો પોતાની રોજિંદી કમાણી માટે CNG પર નિર્ભર હોય છે, પરંતુ ઈંધણના ભાવ વધે તેમ તેઓ પોતાના ભાડામાં વધારો કરી શકતા નથી. પરિણામે, તેમના નફાનું માર્જિન ઘટે છે અને તેમની આર્થિક સ્થિતિ કફોડી બને છે. આ ઉપરાંત, ખાનગી કાર માલિકો અને ટેક્સી ચાલકોને પણ માસિક ખર્ચમાં વધારો થવાનો સીધો અનુભવ થશે.

મહત્વની વાત એ છે કે આ ભાવવધારો મુખ્યત્વે અદાણી CNG દ્વારા કરવામાં આવ્યો છે. ગુજરાતમાં અન્ય CNG પ્રદાતાઓ, જેમ કે ગુજરાત ગેસ અને સાબરમતી ગેસ, તેમના ભાવ હજુ પણ અદાણી CNG કરતા ઓછા છે. અમદાવાદ જિલ્લામાં ગુજરાત ગેસ અને સાબરમતી ગેસના પંપ પર CNGનો ભાવ આશરે ₹84 થી ₹85 પ્રતિ કિલો ચાલી રહ્યો છે, જ્યારે અદાણી CNGનો ભાવ ₹90 પર પહોંચ્યો છે. આ ભાવ તફાવત દર્શાવે છે કે અદાણીના ગ્રાહકોને વધુ કિંમત ચૂકવવી પડી રહી છે. આ સ્થિતિ અમદાવાદના CNG રિક્ષાચાલકો અને કારચાલકો માટે વધુ મુશ્કેલી ઊભી કરશે, કારણ કે અમદાવાદમાં અદાણી CNGના પંપ મોટી સંખ્યામાં છે.

આ ભાવવધારો સામાન્ય લોકો અને ટ્રાન્સપોર્ટ સેક્ટર બંને માટે ચિંતાનો વિષય બન્યો છે, જે સતત વધતી મોંઘવારી વચ્ચે જીવનનિર્વાહને વધુ મોંઘો બનાવશે.

ભારત-યુકે Free Trade Agreement નો સુરતથી પ્રારંભ, બ્રિટન માટે પ્રથમ જેમ્સ એન્ડ જ્વેલરી નિકાસ

Follow Us
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
વરસાદને લઈને અમદાવાદ સહિત 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
વરસાદને લઈને અમદાવાદ સહિત 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
આજનું રાશિફળ: વ્યાપાર, નોકરી અને અભ્યાસમાં સફળતાના યોગ, વાંચો રાશિફળ
આજનું રાશિફળ: વ્યાપાર, નોકરી અને અભ્યાસમાં સફળતાના યોગ, વાંચો રાશિફળ
રાજ્યના માથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 48 કલાક બાદ મેઘરાજા કરશે તાંડવ
રાજ્યના માથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 48 કલાક બાદ મેઘરાજા કરશે તાંડવ
મોરબીમાં હિલોળા લેતા કૂવાના પાણીને જોવા GSIની ટીમે લીધી મુલાકાત
મોરબીમાં હિલોળા લેતા કૂવાના પાણીને જોવા GSIની ટીમે લીધી મુલાકાત
₹8 કરોડના ખર્ચે રેલિંગ સફાઈ મશીનો, અમદાવાદ કોર્પોરેશનના નિર્ણય પર સવાલ
₹8 કરોડના ખર્ચે રેલિંગ સફાઈ મશીનો, અમદાવાદ કોર્પોરેશનના નિર્ણય પર સવાલ
g clip-path="url(#clip0_868_265)">