અમદાવાદમાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં ભીષણ દુર્ઘટનામાં બે વ્યક્તિઓની અટકાયત, જુઓ Video
અમદાવાદના મહેમુદપુરામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ અને આગ લાગતા નવ લોકોના કરૂણ મોત નિપજ્યા છે. આ દુર્ઘટનામાં બાળકોનો પણ સમાવેશ થાય છે.
અમદાવાદના મહેમુદપુરા નજીક ગદરાજ રોડ પર આવેલી એક ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ અને આગ લાગવાની ઘટના બની છે, જેમાં નવ વ્યક્તિઓના મોત થયા છે.
મૃત્યુઆંક નવ પર પહોંચ્યો છે, જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. એલ.જી. હોસ્પિટલમાં લાવવામાં આવેલા તમામ બાળકોના દુઃખદ અવસાન થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે હાલ એક મહિલા સારવાર હેઠળ છે. સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયેલા છ ઈજાગ્રસ્તો પૈકી એક મહિલાનું પણ સારવાર દરમિયાન મોત થયું છે, અને હાલ ચાર પુરુષ તથા એક મહિલા સારવાર હેઠળ છે.
આ દુર્ઘટના બાદ રામોલ પોલીસે ફેક્ટરી સાથે સંકળાયેલા બે વ્યક્તિઓની અટકાયત કરી છે. ફેક્ટરીનો કથિત માલિક, મેહુલ ડોડિયા, હાલ ફરાર છે અને તેને શોધવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે.
આ સમગ્ર કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે, જે વિસ્ફોટનું કારણ, ફેક્ટરીની કાયદેસરતા અને સલામતી નિયમોના ઉલ્લંઘનની વિગતવાર તપાસ કરશે. પોલીસે આ ઘટનામાં સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો છે. આ ઘટનાએ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવી છે.
અમદાવાદ ફટાકડા ફેક્ટરી દુર્ઘટનામાં 8 ના મોત, PM મોદી અને CM ભુપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યું દુઃખ, જુઓ Video
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ

