Ahmedabad: મંડળ રેલ પ્રબંધક અમદાવાદ દ્વારા 6 કર્મચારીઓને સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા
જાન્યુઆરીથી માર્ચ 2023 દરમિયાન ડ્યુટીમાં પોતાની સતર્કતા અને અઘટિત ઘટનાઓ અટકાવવામાં યોગદાન આપ્યું અને તેના પરિણામે સુરક્ષિત ટ્રેન પરિચાલન સુનિશ્ચિત કરવા માટે કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા.
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના રેલ પ્રબંધક તરુણ જૈન દ્વારા 23 મેના રોજ અમદાવાદ મંડળના 6 કર્મચારીઓને સુરક્ષિત ટ્રેન પરિચાલનમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં યોગદાન આપવા માટે સન્માનિત કરવામાં આવ્યા. આ કર્મચારીઓએ જાન્યુઆરી થી માર્ચ 2023 દરમિયાન ડ્યુટીમાં પોતાની સતર્કતા અને અઘટિત ઘટનાઓ અટકાવવામાં યોગદાન આપ્યું અને તેના પરિણામે સુરક્ષિત ટ્રેન પરિચાલન સુનિશ્ચિત કરવા માટે તેમને સન્માનિત કરવામાં આવ્યા.
વરિષ્ઠ મંડળ સંરક્ષા અધિકારી રાકેશકુમાર ખરાડીના જણાવ્યા અનુસાર પુરસ્કાર મેળવનારા કર્મચારીઓ પવનકુમાર બી. લોકો પાયલટ, સુનીલ ડબ્લ્યુ -જે લોકો પાયલટ, સંત પ્રકાશ -આસિસ્ટન્ટ લોકો પાયલટ, દીપક સિંહ -ટ્રેન મેનેજર, મહેશકુમાર સૈની અને અબ્બાસ ઉસ્માન કાંટેવાલ આ તમામે પોતાની ફરજ દરમિયાન ટેક્નિકલ ખામીઓની જાણ કરી તથા તેના કારણે તાત્કાલિક કામગીરી કરવામાં આવતાં ટ્રેનોનું સુરક્ષિત રીતે પરિચાલન સુનિશ્ચિત કરવામાં ઉત્સાહ અને પોતાની કટિબદ્ધતા દર્શાવી. તમામ પુરસ્કૃત કર્મચારીઓ માટે મંડળે ગર્વ છે જેમણે પોતાની તાત્કાલિક કામગીરી અને સતર્કતાથી કોઇ પણ પ્રકારની અઘટિત ઘટનાની શક્યતાઓને ટાળવામાં મહત્ત્વની કામગીરી બજાવી.
આ તમામ કર્મચારીઓ અન્ય કર્મચારીઓ માટે અનુકરણીય આદર્શ છે. સન્માનિત કરવામાં આવેલ કર્મચારીઓને સંરક્ષાના વિવિધ ક્ષેત્રો જેવા કે વેગનમાં ફ્લેટ પૈડું મળવું, અનિચ્છનીય ઘટનાઓને અટકાવવા માટે ઇમર્જન્સી બ્રેક લગાવવી, સમયસર અગ્નિશામક યંત્ર તથા રેતીથી આગ બુઝાવવી, વેગનમાં હેંગિગ પાર્ટ શોધી કાઢવો અને સમયસર સૂચના આપવા જેવા સંરક્ષા સંબંધિત કાર્યો કરીને ટ્રેનોનું સુરક્ષિત પરિચાલન સુનિશ્ચિત કરવામાં ઉત્સાહ અને કટિબદ્ધતા દર્શાવી.
આ પણ વાંચો : ગાંધીધામમાં આંગડિયા લૂંટ પ્રકરણમાં વધુ એક CCTV સામે આવ્યા, એક કરોડથી વધુ રુપિયાની થઇ હતી લૂંટ
અધિકારીઓએ જણાવ્યુ હતું કે અમદાવાદ મંડળને આ તમામ પુરસ્કૃત કર્મચારીઓ માટે ગર્વ છે જેમણે પોતાની ત્વરિત કામગીરી અને સતર્કતા દ્વારા કોઇ પણ અનિચ્છનીય ઘટનાની શક્યતાને ટાળવામાં મહત્ત્વની કામગીરી અદા કરી.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો