AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : Alpesh Thakor ના આક્રમક તેવર, 26 જાન્યુઆરીએ નવાજૂનીનાં એંધાણ, જુઓ Video

અલ્પેશ ઠાકોર 26 જાન્યુઆરીએ ગાંધીનગરમાં અભ્યુદય કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે. ઠાકોર સમાજને સામાજિક અને શૈક્ષણિક રીતે જાગૃત કરવા, બદીઓ અને કુરિવાજોથી મુક્ત કરવા આ કાર્યક્રમ યોજાશે. 7 હજાર ગામડાઓથી લોકો જોડાવાનો દાવો છે, જેમાં રાજ્ય સરકારના સહયોગથી અડાલજ ખાતે સરસ્વતીધામ સંકુલ બનશે.

Breaking News : Alpesh Thakor ના આક્રમક તેવર, 26 જાન્યુઆરીએ નવાજૂનીનાં એંધાણ,  જુઓ Video
breaking news alpesh thakor calls for andolan for betterment of thakor samaj
| Updated on: Jan 24, 2026 | 1:54 PM
Share

અલ્પેશ ઠાકોર અને ઠાકોર સેના ફરી એકવાર ઠાકોર સમાજમાં સામાજિક ચેતના અને શૈક્ષણિક ક્રાંતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે સક્રિય થયા છે. આ માટે ૨૬મી જાન્યુઆરીના રોજ ગાંધીનગરમાં વહેલી સવારે ૩ વાગ્યે એક વિશિષ્ટ અભ્યુદય નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ઠાકોર સમાજને જગાડવાના અને તેને પ્રગતિના પંથે લઈ જવાના સંકલ્પ સાથે યોજાશે. આયોજકો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે રાજ્યભરના 7 હજારથી વધુ ગામડાઓમાંથી ઠાકોર સમાજના લોકો અને 7000 થી વધારે સ્વયંસેવકો આ ઐતિહાસિક કાર્યક્રમમાં જોડાવા ગાંધીનગર પહોંચશે.

અલ્પેશ ઠાકોરે સ્પષ્ટ કર્યું કે આ કાર્યક્રમનો મુખ્ય ધ્યેય ઠાકોર સમાજને બદીઓ અને કુરિવાજોના ભરડામાંથી મુક્ત કરીને શૈક્ષણિક રીતે સશક્ત કરવાનો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે “હવે આ સમાજ બદીઓ અને કુરિવાજો માં સપડાયેલો અમે એમાંથી બહાર નીકળવા માગીએ છીએ.” સમાજ શિક્ષણની વાત કરશે, કુરિવાજો કે વ્યસનોની નહીં. તેમણે દિયોદરમાં બનાવવામાં આવેલા બંધારણનું ઉદાહરણ આપ્યું જેના થકી સમાજમાં ક્રાંતિ આવી હતી. લક્ષ્ય આવનારી પેઢીનું ભવિષ્ય સુરક્ષિત કરવાનું અને તેમને ઉજ્જવળ તકો પૂરી પાડવાનું છે.

આ કાર્યક્રમમાં સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, શિક્ષિત લોકો અને શિક્ષણવિદો સહિત ગુજરાતભરના તમામ વર્ગના લોકો જોડાઈ રહ્યા છે. અલ્પેશ ઠાકોરના કહેવા મુજબ તમામ સમાજોનો પ્રેમ અને સહયોગ મળી રહ્યો છે, આ સર્વસમાવેશક અભિગમ ઠાકોર સમાજના ઉત્થાન માટે વ્યાપક સમર્થન દર્શાવે છે.

શૈક્ષણિક ક્ષેત્રે મહત્વપૂર્ણ પગલું ભરતા અલ્પેશ ઠાકોરે અડાલજ ખાતે સરસ્વતીધામ સંકુલના નિર્માણની પણ જાહેરાત કરી હતી. આ સંકુલમાં 2000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકશે, જે ઠાકોર સમાજના બાળકો માટે ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે. આ માટે રાજ્ય સરકારે સૈદ્ધાંતિક નિર્ણય લઈને બજાર કિંમતના 50% ભાવે જમીન ફાળવી છે. અલ્પેશ ઠાકોરે આ સહયોગ બદલ રાજ્ય સરકાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત  શાહનો આભાર વ્યક્ત કર્યો હતો.

તેમણે આ નેતાઓની સંવેદનશીલતાની પ્રશંસા કરી, જેણે આ મહત્વપૂર્ણ શૈક્ષણિક પહેલને શક્ય બનાવી. આ નવું શૈક્ષણિક સંકુલ સરદારધામથી માત્ર એકથી દોઢ કિલોમીટરના અંતરે આવેલું છે, જે ભવિષ્યમાં શૈક્ષણિક ગતિવિધિઓ માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડશે. અલ્પેશ ઠાકોરની આ આગેવાની ઠાકોર સમાજને સામાજિક સુધારણા અને શૈક્ષણિક પ્રગતિના માર્ગે લઈ જવા માટે પ્રતિબદ્ધ છે, જેથી સમાજ તમામ ક્ષેત્રે આગળ વધી શકે અને ગુજરાતના વિકાસમાં સકારાત્મક યોગદાન આપી શકે.

Breaking News : છે ને ગજબ! અધૂરો બ્રીજ ખુલ્લો મુકાયો, આગળનો રસ્તો બંધ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

છે ને ગજબ! અધૂરો બ્રીજ ખુલ્લો મુકાયો, આગળનો રસ્તો બંધ
છે ને ગજબ! અધૂરો બ્રીજ ખુલ્લો મુકાયો, આગળનો રસ્તો બંધ
Breaking News : પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાથી પથરાઈ સફેદ ચાદર
Breaking News : પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાથી પથરાઈ સફેદ ચાદર
Breaking News : શીતલહેરનો કહેર, ઠંડા પવન ફૂંકાતા લોકોની હાલાકી વધી
Breaking News : શીતલહેરનો કહેર, ઠંડા પવન ફૂંકાતા લોકોની હાલાકી વધી
નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે, પૈસા સમજી વિચારીને ખર્ચ કરો
નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે, પૈસા સમજી વિચારીને ખર્ચ કરો
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ ,મુસાફરો માટે એડવાઈઝરી જાહેર
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ ,મુસાફરો માટે એડવાઈઝરી જાહેર
સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 40 રુપિયાનો ધરખમ વધારો
સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 40 રુપિયાનો ધરખમ વધારો
g clip-path="url(#clip0_868_265)">