Breaking News : રાજકોટ જામનગર હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 4 ના મોત

રાજકોટ જામનગર હાઈવે પર પડધરી પાસે ટ્રેક્ટર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ગમખ્વાર અકસ્માતમાં ઘટના સ્થળે 4 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે.

Breaking News : રાજકોટ જામનગર હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 4 ના મોત
Rajkot accident
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 19, 2023 | 10:19 AM

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. આવી જ અકસ્માતની ઘટના રાજકોટ જામનગર હાઈવે પર બની છે. રાજકોટ જામનગર હાઈવે પર પડધરી પાસે ટ્રેક્ટર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ગમખ્વાર અકસ્માતમાં ઘટના સ્થળે 4 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. ઘટનાની જાણ થતા તાત્કાલીક સ્થાનિકો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. અને પોલીસને જાણ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Rajkot : રાજકોટના શિક્ષકે બનાવી વિશ્વની સૌથી નાની હનુમાન ચાલીસા, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મેળવશે સ્થાન

મહેસાણાના નંદાસણ નજીક લક્ઝરી બસ પલટી

તો બીજી બાજુ આજે મહેસાણાના નંદાસણ નજીક લક્ઝરી બસ પલટી ખાતા 2 લોકોના ઘટના સ્થળે મોત થયા છે. લક્સરી બસ સુરતથી જોધપુર તરફ જઈ રહી હતી ત્યારે અચાનક પલટી ખાધી હતી. લક્સરી બસ પલટી ખાતા 5-6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતા સ્થાનિકો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. અને ઈજાગ્રસ્ત લોકોને કલોલની હોસ્પિટલમા સારવાર અર્થે 108 મારફતે ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત સ્થાનિકો દ્વારા પોલીસ જાણ કરવામાં આવી હતી. તેમજ ઘટના સ્થળે 3 ક્રેન અને પોલીસ પહોંચી હતી. અને પોલીસે તપાસ હાથ ધરી હતી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

રાજ્યમાં બનેલી અકસ્માતની અન્ય ઘટનાઓ

ભાવનગરમાં મહુવા નજીક રિક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે નેશનલ હાઈવે-8 પર મહુવાથી વડલી ગામ તરફ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે. ગમખ્વાર અકસ્માતમાં રિક્ષા ચાલક સહિત 3 લોકોના કમકમાટીભર્યા મોત થયા હતા. મળતી માહિતી અનુસાર રિક્ષા મહુવાની આરબીકે હનુમંત હાઈસ્કૂલ શાળાની હતી

રાજકોટના ટાગોર રોડ પર અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર શો રૂમમાં ઘુસી હતી અને અકસ્માત સર્જાયો હતો. જો કે આ ઘટનામા કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. પરંતુ રોડ નજીક આવેલ ઇન્ટિરિયરના શો રૂમમાં ભારે નુકસાન જોવા મળ્યું હતું.

આ અગાઉ પણ રાજકોટથી વિસાવદર જતી જાનૈયાઓની ટ્રાવેલ્સ બસ અને યુટીલિટી વાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ટ્રાવેલ્સ નજીકમાં આવેલી નોનવેજની લારીને અડફેટે લઈને કારખાનાની દિવાલમાં ઘુસી ગઈ હતી. જો કે જાનૈયાઓને કોઈ ઈજા થઈ ન હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">