Breaking News : ખાનગી બસ અને ટ્રક વચ્ચે થયો અકસ્માત, 2ના મોત, ત્રણ કલાક માટે ભાવનગર અમદાવાદ હાઈવે કરાયો બંધ
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યાં ભર વરસાદ વચ્ચે ભાવનગર અમદાવાદ હાઈવે ઉપર ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. જ્યારે 15 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.ઈજાગ્રસ્તોને 108 મારફતે ભાવનગર હોસ્પિટલમાં ખસેડાયા છે. ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પોંહચી હતી. અને તપાસ હાથ ધરી હતી. ભાવનગર અમદાવાદ હાઈવે 3 કલાક માટે બંધ કરવામાં આવ્યો છે.

Accident : રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યાં ભર વરસાદ વચ્ચે ભાવનગર અમદાવાદ હાઈવે ઉપર ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. જ્યારે 15 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
આ પણ વાંચો : Bhavanagar : યુવરાજસિંહ જાડેજા આજે ભાવનગર પોલીસ સમક્ષ થશે હાજર, એસપી ઓફિસ પર કડક બંદોબસ્ત કરાયો
ઈજાગ્રસ્તોને 108 મારફતે ભાવનગર હોસ્પિટલમાં ખસેડાયા છે. ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પોંહચી હતી. અને તપાસ હાથ ધરી હતી. ભાવનગર અમદાવાદ હાઈવે 3 કલાક માટે બંધ કરવામાં આવ્યો છે.
રાજકોટ અને ભરુચના ઝઘડિયામાં થયો હતો અકસ્માત
તો બીજી તરફ રાજકોટમાં બેફામ કાર ચાલકોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. વધુ એક બેફામ કારચાલકે વાહનોને અડફેટે લીધા છે. વિરાણી ચોક નજીક બેફામ કાર ચાલકે 2 રીક્ષાને અડફેટે લીધી. જે ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં પૂરપાટ ઝડપે આવી રહેલ કારચાલકે આગળ જતા વાહનોને અડફેટે લીધા.જેમાં રીક્ષાનું કચ્ચરઘાણ નીકળી ગયો હતો. રીક્ષાચાલકને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. કાર ચાલકને A ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ જવાયો છે.
તો આ અગાઉ બીજી તરફ ભરૂચના ઝઘડિયાના સારસા ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઈકો કાર ટ્રકને ટક્કર મારતા 9 લોકો ઘાયલ થયા હતા. જો કે તાત્કાલિક ધોરણે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. સમગ્ર મામલે રાજપારડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
Latest News Updates





