Breaking News : ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, અનેક વિસ્તારોમાં થશે જળબંબાકાર
ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ત્યારે ફરી એક વાર આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાશે. તેમજ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

આગામી 36 કલાક અમદાવાદ માટે ભારે !
આ ઉપરાંત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે. એટલું નહીં આગાહી 36 કલાક અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે રહેશે તેવું જણાવ્યું છે.હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી 36 કલાકમાં ભારે વરસાદ વરસી શકે છે.
અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ શકે છે – અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઉત્તર ગુજરાત અને સાબરકાંઠાના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા છે. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદી જમાવટ જોવા મળશે. મહેસાણા અને ખેરાલુમાં ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે. તો આગામી 36 કલાકમાં અમદાવાદ અને ગાંધીનગર માટે અતિભારે સાબિત થવાની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યાનુસાર આ 36 કલાકમાં નીચાણવાળા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ શકે છે.
વીજળી પડવાની ઘટનામાં થશે વધારો – અંબાલાલ પટેલ
ચોમાસા અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. વીજળી પડવાની ઘટનાઓમાં વધારો થઈ શકે છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ આવશે. કાચા મકાનોમાં રહેતા લોકોએ સાવચેત રહેવાની જરુરત છે. ખેતરોમાં પાક ધોવાઈ જવાની અને ખાતર નિષ્ફળ જવાની શક્યતા છે.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો