Breaking News : હરિયાણાના ઝજ્જર નજીક થયેલા અકસ્માતમાં ગુજરાતના 4 યુવકોના મોત, રાજસ્થાનના એક યુવકનું પણ મોત, અન્ય એક ગંભીર
આ યુવકો ગાયોની ખરીદી કરવા ગયા હતા. તેમની સાથે એક રાજસ્થાનના યુવકનું પણ મૃત્યુ થયુ હોવાનું સામે આવ્યુ છે. તો એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.

Mehsana : હરિયાણાના ઝજ્જર નજીક એક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો છે. ટ્રક અને કાર અકસ્માત થતાં કુલ 5 યુવકના મોત થયા છે. આ પાંચ યુવક પૈકી ચાર યુવક ગુજરાતના હોવાનું સામે આવ્યુ છે. આ યુવકો ગાયોની ખરીદી કરવા ગયા હતા. તેમની સાથે એક રાજસ્થાનના યુવકનું પણ મૃત્યુ થયુ હોવાનું સામે આવ્યુ છે. તો એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.
આ પણ વાંચો-ગુજરાતમાં કેમ બે-ચાર કલાકમાં ખાબકે છે 8-10 ઈંચ વરસાદ ? જાણો શુ કહ્યું વિશ્વ હવામાન સંસ્થાએ ?
ગુજરાતના 4 યુવકના મોત
મૃત્યુ પામેલા પાંચેય યુવાનો હરિયાણામાં ગાયોની ખરીદી કરવા ગયા હતા. 5 યુવકો મહેસાણા, પાટણ અને રાજસ્થાનના હતા. જગદીશ ચૌધરી નામનો એક યુવક પાટણના કમાલપુરનો હતો. 2 યુવક પાટણના સીતાપુરના હતા. જેમાં એકનું નામ ભરત ચૌધરી હોવાનુ જાણવા મળ્યુ છે. 1 યુવક પાર્થીલ ચૌધરી મહેસાણાના સમેત્રાનો હોવાની માહિતી છે. તો એક યુવક રાજસ્થાનનો હતો. અન્ય એક યુવક પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાની માહિતી છે.
એક મૃતક દૂધ સાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીનો ભાણો
મૃત યુવકોમાં એક યુવક દૂધ સાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીનો ભાણો હોવાનું સામે આવ્યુ છે. અશોક ચૌધરીના ભાણા પાર્થિલ ચૌધરીનું અકસ્માતમાં મોત થયાનું સામે આવ્યુ છે. અકસ્માતમાં મોત થયાના સમાચાર સાંભળતા જ તમામ મૃતકોના પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.
ટ્રક ચાલક અકસ્માત બાદ થઇ ગયો હતો ફરાર
મળતી માહિતી પ્રમાણે હરિયાણાના બહાદુરગઢમાં બાદલી અને બુપનિયા ગામની વચ્ચે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પાંચ યુવકના સ્થળ પર જ મોત થયા હતા. અકસ્માત બાદ ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. પોલીસે સમગ્ર મામલે તપાસ શરુ કરી દીધી છે. ફરાર ટ્રક ચાલકની શોધખોળ શરુ કરી દેવામાં આવી છે.
મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો