અમદાવાદમાં કોંગ્રેસના આગેવાન અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની પુત્રી સામે બોગસ સર્ટિફિકેટ આપી શિક્ષિકા બનતા પોલીસ ફરિયાદ, જુઓ સમગ્ર મામલાનો VIDEO

અમદાવાદમાં બોગસ સર્ટિફિકેટ કાંડનો વધુ એક ચોંકાવનારો કિસ્સો બન્યો છે. કોંગ્રેસના આગેવાન અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિશનસિંગ તોમરની પુત્રી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગોમતીપુર-રખિયાલ રોડ પર આવેલી શેઠ.સી.એલ હિન્દી સ્કૂલના પ્રિન્સીપાલે માધુરી તોમર વિરૂદ્ધ આ ફરિયાદ નોંધાવી છે. TV9 Gujarati   મહત્વનું છે કે કિશનસિંગ તોમર શેઠ.સી.એલ સ્કૂલના ટ્રસ્ટી છે અને છેલ્લા 57 […]

અમદાવાદમાં કોંગ્રેસના આગેવાન અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની પુત્રી સામે બોગસ સર્ટિફિકેટ આપી શિક્ષિકા બનતા પોલીસ ફરિયાદ, જુઓ સમગ્ર મામલાનો VIDEO
Kunjan Shukal

|

Jun 06, 2019 | 3:27 AM

અમદાવાદમાં બોગસ સર્ટિફિકેટ કાંડનો વધુ એક ચોંકાવનારો કિસ્સો બન્યો છે. કોંગ્રેસના આગેવાન અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિશનસિંગ તોમરની પુત્રી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગોમતીપુર-રખિયાલ રોડ પર આવેલી શેઠ.સી.એલ હિન્દી સ્કૂલના પ્રિન્સીપાલે માધુરી તોમર વિરૂદ્ધ આ ફરિયાદ નોંધાવી છે.

મહત્વનું છે કે કિશનસિંગ તોમર શેઠ.સી.એલ સ્કૂલના ટ્રસ્ટી છે અને છેલ્લા 57 મહિનાથી તેમની પુત્રી માધુરી તોમર આ સ્કુલમાં ફરજ બજાવે છે. જો કે આ સ્કૂલમાં કાયમી કરવાની માગ ઉઠાવી પ્રામણપત્રો રજૂ કરતા બોગસ સર્ટીફિટેટનો આ સમગ્ર ભાંડો હવે ફુટ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શિક્ષણ વિભાગ તરફથી લખનૌ યુનિવર્સિટીમાં ખરાઈ કરાવતા આ પ્રમાણપત્ર બોગસ હોવાનું સામે આવ્યું છે તો બીજી તરફ કિશનસિંગ પોતે સ્કૂલના ટ્રસ્ટી હોવાથી આ રેકેટ અંગે તેઓ સજાગ હોવાની શંકા પણ સેવાઈ રહી છે. આ ઉપરાંત શિક્ષણાધિકારીની સાંઠગાંઠ હોવાની પણ શંકા અહી ઉપજી રહી છે.

આ પણ વાંચો: સરળ ન હતી સાઉથ આફ્રિકા સામે ભારતની જીત, આ રહ્યાં મેચના ટર્નિગ પોઈન્ટ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati