Amreli: માવઠા બાદ માછીમારો અને ખેડૂતોને સહાય કરવા માગ, ભાજપ-કોંગ્રેસના નેતાઓની સરકારને રજૂઆત

Gujarat Weather: અમરેલીમાં કમોસમી વરસાદ બાદ ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યોએ માછીમારો અને ખેડૂતોને મદદ માટે સરકારને કરી અપીલ.

TV9 GUJARATI

| Edited By: Gautam Prajapati

Dec 02, 2021 | 7:58 AM

Gujarat Unseasonal Rain: અમરેલીમાં (Amreli) કમોસમી વરસાદને લઈ માછીમારોને અને ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે. એવામાં ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress) બંનેના ધારાસભ્યોએ સરકારને રજૂઆત સહાય આપવા રજૂઆત કરી છે. કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર (Amrish Der) દ્વારા માછીમારોને નુકસાન અંગે સરકાર મદદ કરે તેવી માગ ઉઠાવી છે..તો બીજી તરફ પૂર્વ સંસદીય સચીવ હીરા સોલંકી દ્વારા માછીમારો અને ખેડૂતના રવિ પાકના નુકસાન અંગે સરકારને રજૂઆત કરી છે.

ઉલ્લેખનીય છે કે આ વખતનો વરસાદ માછીમાર અને ખેડૂતો માટે આફત બનીને આવ્યો છે. અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદે માછીમારોને પણ રડાવ્યા છે. જાફરાબાદ, નવા બંદર, રાજપરા, શિયાળ બેટના માછીમારોને કરોડોનું નુકસાન થયાનો બોટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલે દાવો કર્યો છે.

તેમનો દાવો છે કે, દરિયા કિનારે સુકવવા મુકેલી બુંબલા નામની માછલી પલળી જતાં માછીમારોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. સાથે જ 4 બંદર પર સરકાર માછીમારો માટે સહાય પેકેજ જાહેર કરે તેવી પણ તેમણે માગણી કરી હતી.

 

આ પણ વાંચો: Vibrant Gujarat: CM ભૂપેન્દ્ર પટેલ આજે મુંબઈમાં બિઝનેસ લીડર્સ સાથે મહત્વની વન ટુ વન બેઠક કરશે

આ પણ વાંચો: રાજસ્થાનના મંત્રીએ કહ્યું, ‘નર્મદાનું એક પણ ટીપું ગુજરાતને નહીં અપાય’: જીતુ વાઘાણીએ આપ્યો વળતો જવાબ

આ પણ વાંચો: Punjab : વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય ગતિવિધિ તેજ, CM ચરણજીત સિંહ ચન્ની અને સિદ્ધુએ આ દિગ્ગજ નેતા સાથે કરી મુલાકાત

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati