Vibrant Gujarat: CM ભૂપેન્દ્ર પટેલ આજે મુંબઈમાં બિઝનેસ લીડર્સ સાથે મહત્વની વન ટુ વન બેઠક કરશે

Vibrant Gujarat: સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે મુંબઈમાં બિઝનેસ લીડર્સ સાથે મહત્વની બેઠક યોજવાના છે. તો વાઈબ્રન્ટ ગુજરાતને લઈને તાડમાર તૈયારીઓ ચાઈ રહી છે.

Vibrant Gujarat: CM ભૂપેન્દ્ર પટેલ આજે મુંબઈમાં બિઝનેસ લીડર્સ સાથે મહત્વની વન ટુ વન બેઠક કરશે
CM Bhupendra Patel

Vibrant Gujarat Summit: રાજ્યમાં વાઈબ્રન્ટ સમિટની (Vibrant Gujarat Summit 2022) તડામાર તૈયારીઓ CM ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) આજે મુંબઇમાં બેઠક કરશે. મુંબઇની હોટલ તાજ પેલેસ (Taj Palace) ખાતે CM પટેલ બિઝનેસ લીડર્સ-અગ્રણી અને ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન બેઠક કરશે. બેઠકમાં મુખ્યમંત્રી ગુજરાત રાજ્યની ઉદ્યોગ-વ્યાપારલક્ષી નીતિઓ વિશે માહિતગાર કરશે.

તમને જણાવી દઈએ કે મુંબઇમાં વિવિધ રાષ્ટ્રોના કોન્સ્યુલેટ જનરલની ભોજન બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે.. આ દરમિયાન CM સાથે નાણાપ્રધાન, ઉદ્યોગ રાજ્યપ્રધાન,મુખ્ય અગ્ર સચિવ સહિતના અધિકાર હાજર રહેશે. આ ઉપરાંત CM પટેલ મુંબઇ સ્ટોક એક્સચેન્જની પણ મુલાકાત કરશે.

મહત્વનું છે કે, રાજ્યની 10મી વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ જાન્યુઆરીમાં યોજાનારી છે. પરંતુ MoU કરવાની શરૂઆત અત્યારથી જ કરી દેવાઈ છે. 25 નવેમ્બર એટલે કે ગયા ગુરુવારે CM પટેલે દિલ્લીમાં ઉદ્યોગકારો સાથે મૂડી રોકાણ અંગે ચર્ચાઓ કરી હતી. અને કરોડો રૂપિયાના MoU કર્યા હતા.

તો અત્યાર સુધીમાં CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કરોડો રૂપિયાના મૂડીરોકાણના MOU સંપન્ન કરવામાં આવ્યા છે. આ વાઇબ્રન્ટ સમિટમાં 15થી વધુ દેશો કન્ટ્રી પાર્ટનર તરીકે સહભાગી બનશે.

વડાપ્રધાનની પહેલને કારણે જ દેશમાં ગુજરાત આજે સૌથી વધુ બિઝનેસલક્ષી રાજ્ય બન્યું છે. ગાંધીનગર ખાતે 10થી 12 જાન્યુઆરી, 2022 દરમિયાન યોજાઈ રહેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 સમયે 9 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી દરમિયાન ગ્લોબલ ટ્રેડ શોનું પણ આયોજન થયું છે.

ગુજરાતના શ્રમ અને રોજગાર વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી સુશ્રી અંજુ શર્માના નેતૃત્વ હેઠળ ઉચ્ચ સત્તાધારી પ્રતિનિધિમંડળ ટોચના ઉદ્યોગપતિઓ, રોકાણકારો તેમજ ભારતીય ડાયસ્પોરાના અગ્રણી સભ્યો સાથે વર્ચ્યુઅલ રોડ-શો યોજાવાના કાર્યક્રમ પણ કરવામાં આવ્યા છે. તો ગુજરાત સાથે જાપાન અને દક્ષિણ કોરિયાના મજબૂત સંબંધો છે અને રાજ્યમાં ઔદ્યોગિક ક્ષેત્રમાં બંને દેશોની નોંધપાત્ર હાજરી છે.

આગામી રોડ-શો અંગે અંજુ શર્માએ કહ્યું હતું કે અમે જાપાન અને દક્ષિણ કોરિયાના વેપાર અને બિઝનેસ પ્રતિનિધિઓને VGGS 2022માં આવકારવા આતુર છીએ. અમે ગ્રીન મોબિલિટી, સ્વચ્છ ઊર્જા, કૃષિ, સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવાં ક્ષેત્રોમાં મૂડીરોકાણ માટે તકો દર્શાવીશું.

આ પણ વાંચો: રાજસ્થાનના મંત્રીએ કહ્યું, ‘નર્મદાનું એક પણ ટીપું ગુજરાતને નહીં અપાય’: જીતુ વાઘાણીએ આપ્યો વળતો જવાબ

આ પણ વાંચો: Punjab : વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય ગતિવિધિ તેજ, CM ચરણજીત સિંહ ચન્ની અને સિદ્ધુએ આ દિગ્ગજ નેતા સાથે કરી મુલાકાત

  • Follow us on Facebook

Published On - 7:29 am, Thu, 2 December 21

Click on your DTH Provider to Add TV9 Gujarati