AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતના રાજકારણના મોટા સમાચાર, મંત્રી પૂર્ણેશ મોદી અને રાજેન્દ્ર ત્રિવેદીના ખાતા છીનવાયા

ગુજરાતના(Gujarat) રાજકારણના મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં મંત્રી પૂર્ણેશ મોદી(Purnesh Modi) અને રાજેન્દ્ર ત્રિવેદીના ખાતા છીનવાયા છે.

ગુજરાતના રાજકારણના મોટા સમાચાર, મંત્રી પૂર્ણેશ મોદી અને રાજેન્દ્ર ત્રિવેદીના ખાતા છીનવાયા
Gujarat Mininster Rajendra Trivedi And Purnesh ModiImage Credit source: File Image
| Updated on: Aug 20, 2022 | 9:37 PM
Share

ગુજરાતના(Gujarat) રાજકારણના મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં મંત્રી પૂર્ણેશ મોદી(Purnesh Modi) અને રાજેન્દ્ર ત્રિવેદીના(Rajendra Trivedi)  ખાતા છીનવાયા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મહેસુલ વિભાગનો હવાલો રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી હવાલો લઈને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને સોંપ્યો અને માર્ગ મકાન વિભાગનો હવાલો પૂર્ણેશ મોદી પાસેથી લઈને ઉધોગ રાજ્ય મંત્રી જગદીશ પંચાલને સોંપ્યો હોવાની ચર્ચા છે. જેમાં સત્તાવાર જાહેરાત બાકી છે.

રાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યાં જ રાજ્યના રાજકારણમાં મોટો ફેરફાર થયો છે.. રાજ્યના બે પ્રધાનોના ખાતા છીનવી લેવાયા છે.. રાજ્યના બે એવા પ્રધાનો કે જેઓ સિનિયર છે, જેમની પાસે મહત્વના વિભાગો હતા.. તે બંને છીનવી લેવાયા છે.. કેબિનેટ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ વિભાગનો હવાલો ખેંચી લેવાયો છે.. અને હવે તે ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવી સંભાળશે.. તો રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી હવે કાયદો અને વ્યવસ્થા વિભાગ રહેશે.. તો બીજી ગાજ પૂર્ણેશ મોદી પર પડી છે.. પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ અને મકાન ખાતુ લઈ લેવાયું છે.. અને તેનો હવાલો હવે જગદીશ પંચાલ સંભાળશે.

ચૂંટણી પહેલા આ ફેરફારો અનેક સવાલો ઉભા કરે છે. જ્યાં સરકારે ચૂંટણીની તૈયારીઓમાં લાગવાનું હોય, ત્યાં આવા મોટા ફેરફાર પાછળ મોટા કારણો જવાબદાર હોય તે સ્વાભાવિક વાત છે.. મહેસૂલ અને માર્ગ-મકાન બંને એવા વિભાગો છે, જેમાં સૌથી વધુ ભ્રષ્ટાચારની ફરિયાદો થતી હોય છે.. એવું પણ મનાઈ રહ્યું છે કે, બંને પ્રધાનોને અનેક વખત મુખ્યપ્રધાન તરફથી ટકોરો કરાઈ હતી.. કેન્દ્ર સ્તર સુધી ફરિયાદો ગયા હોવાની પણ ચર્ચા છે.. બંને વિભાગો તરફથી પ્રજાલક્ષી અને સંવેદનશીલ નિર્ણયો લેવામાં આળશ થઈ.. તો પ્રધાનોની બિન કાર્યક્ષમતાને લઈને પણ સવાલો હતા.. ખાસ તો વિભાગો તરફથી રાજેન્દ્ર ત્રિવેદી સામે ફરિયાદો હતી.. જમીનને લઈને કેટલાક વિવાદો હતા.. આ બધા જ કારણો બંને પ્રધાનો સામે પગલાં લેવામાં મહત્વના બન્યા હોઈ શકે છે..

વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
g clip-path="url(#clip0_868_265)">