બ્રેકિંગ ન્યૂઝ : લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ આપશે રાજીનામુ :સૂત્ર
ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર સામે આવ્યા છે. ખંભાતના કોંગ્રેસ ધારાસભ્ય ચિરાગ પટેલ આજે 11 વાગ્યા બાદ રાજીનામું આપી શકે છે. આ સાથે જ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસનો મોટો ઝટકો મળી રહ્યો છે. મધ્ય ગુજરાતમાંથી આ રાજીનામુ પડતા કોંગ્રેસ નબળી પડી શકે છે.
લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ખૂબ જ મોટો ઝટકો મળ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ખંભાતના કોંગ્રેસ ધારાસભ્ય ચિરાગ પટેલ આજે રાજીનામુ આપી શકે છે. 11 વાગ્યા બાદ વિધાનસભા અધ્યક્ષને તેઓ રાજીનામું આપી શકે છે. આ સાથે જ કોંગ્રેસ ધારાસભ્યોનું સંખ્યાબળ ગુજરાતમાં ઘટીને 16 થઇ શકે છે.
કોંગ્રેસ નબળી પડી જશે ?
ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર સામે આવ્યા છે. ખંભાતના કોંગ્રેસ ધારાસભ્ય ચિરાગ પટેલ આજે 11 વાગ્યા બાદ રાજીનામું આપી શકે છે. આ સાથે જ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસનો મોટો ઝટકો મળી રહ્યો છે. મધ્ય ગુજરાતમાંથી આ રાજીનામુ પડતા કોંગ્રેસ નબળી પડી શકે છે.
કોંગ્રેસ અને આપને એક-એક બેઠકનું નુકસાન
લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આપને એક-એક બેઠકનું નુકસાન થયુ છે. હજુ પણ કોંગ્રેસના બેથી ત્રણ ધારાસભ્ય રાજીનામું આપે તેવી શક્યતા જોવા મળી રહી છે. વિપક્ષ માટે આ ખૂબ જ મોટો સેટબેક કહી શકાય.ગુજરાતમાં ફરી કોંગ્રેસ તૂટી રહી હોય તેવુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે.
કોણ છે ચિરાગ પટેલ ?
ચિરાગ પટેલ વર્ષ 2022માં ખંભાત બેઠક પરથી કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી જીત્યા હતા. હજુ તો ચૂંટણીને માંડ એક વર્ષ પૂર્ણ થયુ છે, ત્યાં કોંગ્રેસના આ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપે તેવી માહિતી છે. ચિરાગ પટેલ એક યુવા ચહેરો છે. તેઓ વાસણાના પૂર્વ સરપંચ તરીકે સેવા આપી ચૂક્યા છે. તેઓ ચરોતરનો અગ્રણી પાટીદાર ચહેરો છે.
લોકસભા ચૂંટણી પહેલા જોડ-તોડની નીતિ શરુ
અત્યારે ગુજરાતના રાજકારણમાં જે ગતિવિધિ ચાલી રહી છે, તેને જોઇને લાગી રહ્યુ છે કે ભાજપ દ્વારા લીડ માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. વહેલી તકે જ ભાજપ દ્વારા જોડ-તોડની નીતિ શરુ કરી દેવામાં આવી છે.આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાંથી રાજીનામા પડી રહ્યા છે. ભાજપ માટે આ ખૂબ સારા સમાચાર કહી શકાય.
આ પણ વાંચો- બ્રેકિંગ ન્યૂઝ : ગુજરાતમાં AAP પછી હવે કોંગ્રેસને મળશે ઝટકો ? એક ધારાસભ્ય આપી શકે છે રાજીનામુ
હાલ કયા ઝોનમાં કોંગ્રેસનો પંજો ?
હાલ કોંગ્રેસ પાસે મધ્ય ગુજરાતમાં 2 બેઠક છે, જેમાંથી જો એક રાજીનામું પડે તો એક જ બેઠક બાકી રહેશે. દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસ પાસે 1 બેઠક છે. તો સૌરાષ્ટ્રમાં 3 બેઠક અને અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ પાસે 11 બેઠક છે. ત્યારે જો એક રાજીનામું પડશે તો કોંગ્રેસ પાસે 17 પૈકી 16 બેઠક જ બચશે.