AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભુપેન્દ્ર પટેલ સરકારના 121 દિવસ પૂર્ણ, જાણો નવી સરકારે ક્યા પ્રજાલક્ષી કાર્યો કર્યાં

મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલે 13 સપ્ટેમ્બર 2021ના રોજ શપથ લીધા હતા. તેમણે ગુજરાતનું શાસન સંભાળ્યું ત્યારથી જ ગુજરાતને વિકાસની દોડમાં વધુ આગળ લઈ જવા પ્રયત્નશિલ રહ્યા હતા. અનેક પડકારો વચ્ચે 121 દિવસમાં તેમણે સંખ્યાબંધ પ્રજાલક્ષી કાર્યો કર્યાં છે.

ભુપેન્દ્ર પટેલ સરકારના 121 દિવસ પૂર્ણ, જાણો નવી સરકારે ક્યા પ્રજાલક્ષી કાર્યો કર્યાં
121 days of Bhupendra Patel government completed
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2022 | 2:02 PM
Share

રાજ્યમાં કોરોનાની બીજી લહેર બાદ વિજય રૂપાણી સરકારથી રાજ્યની જનતા નારાજ થઈ હતી. આગામી ચૂંટણીમાં આ નારાજગી મતદાન પર અસર કરી શકે તેવી બીકે ભાજપ (BJP) મોવડીમંડળે આખી સરકાર બદલી નાખી. મુખ્યમંત્રી સાથે તમામ મંત્રીઓ નવા બનાવવામાં આવ્યા. આ સમયે ભુપેન્દ્ર પટેલ એક્સિડેન્ટલી મુખ્યમંત્રી બની ગયા હતા. તેમની સામે ઘણા પડકારો હતા, જેમાં સૌથી મોટો પડકાર કોરોનાની બીજી લહેરમાં સરકાર પ્રત્યે લોકોમાં જે નારાજગી હતી તે દૂર કરવાનો હતો. હવે ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ચાલો જાણીએ કે ભુપેન્દ્ર પટેલ સરકારે પ્રજાના હીત માટે શું કર્યું?

ભૂપેન્દ્ર પટેલની સરકારે 121 દિવસ પૂર્ણ કર્યાં છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) એ કહ્યું કે, કુદરતી આફતો હોય કે કોરોના મહામારી દરેક જગ્યાએ લોકોની સાથે રહેવું અમારૂ ધ્યેય છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યભરમા 1570 કરોડના 49 હજાર કામોના લોકાર્પણ-ખાતમૂર્હત કર્યાં અને 1.92 લાખ લાભાર્થીઓને લોન સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે.

વેક્સિનના પર સૌથી વધુ ભાર આપ્યો

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે રાજ્યમાં કોરોના (Corana) સામે લડવું એ અમારી પ્રાથમિકતા છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 9.46 કરોડ ડોઝ અપાયાં છે. 121 દિવસમાં વેક્સિન (Vaccine) ના 4.97 કરોડ પ્રથમ ડોઝ જ્યારે 4.36 કરોડ બીજા ડોઝ અપાયા છે.

ખેડૂતો પર ખાસ ધ્યાન અપાયું

મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યમાં કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિથી થયેલાં નુકસાન સામે 1 હજાર કરોડનું રાહત પેકેજ આપ્યું છે. 1530 ગામોના 5.06 લાખ ખેડૂતોને આ સહાયનો લાભ મળ્યો છે. ખેતરોમાં ટાવરો ઉભા કરવાના કિસ્સામાં ખેડૂતો (Farmer) ને થતા નુકસાનનું વળતર વધારીને 15 ટકા કરવામાં આવ્યું છે.

મહામારીમાં સરકાર પ્રજાની સાથે રહી છે

તેમણે કહ્યું હતું કે ગમે તેવી કુદરતી આફતો હોય કે કોરોના જેવી મહામારી હોય અમે દિન રાત પ્રજાની સેવામાં ખડેપગે રહ્યાં છીએ. આજે અમારી સફળતાનો શ્રેય હું રાજ્યની જનતાના ચરણોમાં ધરવા માંગું છું.

ઈ-સાઈનથી મહેસૂલી રેકોર્ડ ઉપલબ્ધ કરાવ્યા

રાજ્ય સરકારે મહેસૂલી (Revenue) પ્રક્રિયાનું સરળીકરણ કરીને 3.63 લાખ નાગરીકો માટે ઈ-સાઈનથી મહેસૂલી રેકોર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. નિયત સેવાઓમાંથી એફિડેવિટમાંથી મુક્તિ આપી સેલ્ફ ડેકલેરેશન માન્ય રાખવાનો ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો છે. ડિઝિટલાઈઝ પ્રોપર્ટી કાર્ડ ઓનલાઈન આપવાનો પણ નિર્ણય કરાયો છે.

મગજના તાવ સામે રક્ષણ આપતી વેક્સિનના 36 લાખ ડોઝ અપાશે

બીન ચેપી રોગોની સારવારનું મહાઅભિયાન શરૂ કરાયું છે જેમાં ભૂલકાઓને મગજના તાવ સામે રક્ષણ આપતી વેક્સિનના 36 લાખ ડોઝ અંદાજે 12 લાખ બાળકોને આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

બિનખેતી બાદ બાંધકામ અંગેની સમય મર્યાદા હટાવાઈ

જમીનના બિનખેતીના હૂકમોની મંજુરી બાદ તેના પર બાંધકામ અંગેની સમય મર્યાદા દૂર કરવામાં આવી છે. સરકારના વિભાગો વચ્ચે સંકલન માટે ઈ સરકાર પોર્ટલનો પ્રારંભ કર્યો છે. તલાટી દ્વારા આપવામાં આવતા આવકના પ્રમાણપત્રોની સમયમર્યાદા પણ ત્રણ વર્ષ સુધી માન્ય રાખવામાં આવી છે.

પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા તાલિમ કાર્યક્રમો

રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે ગ્રામ્ય કક્ષાએ તાલિમ કાર્યક્રમો, સેમિનાર, શિબિર વગેરેનું આયોજન કરાશે. ઉપરાંત ગુણવત્તા ચકાસણીની લેબોરેટરી જેવા સંસાધનો ઊભા કરાશે. આ માટે સરકાર દ્વારા ભંડોળ પુરું પાડવામાં આવશે.

37 તાલુકામાં 100 ટકા નલ સે જલ

121 દિવસ દરમિયાન વડોદરા અને પાટણ બે જિલ્લાઓ અને 37 તાલુકાઓમાં 100 ટકા નલ સે જલ યોજનાથી લાભાન્વિત થયાં. 31મી જાન્યુઆરી સુધીમાં વધુ 6 જિલ્લાઓમાં નલ સે જલનો લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં સપ્ટેમ્બર 2022 સુધીમાં આ યોજના 100 ટકા પૂર્ણ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Gandhinagar : જાણીતા ગાયક વિજય સુવાળા ભાજપમાં જોડાયા, કમલમ ખાતે કેસરિયો ખેસ ધારણ કર્યો

આ પણ વાંચોઃ સોખડાનો વધુ એક વિવાદાસ્પદ વીડિયો સામે આવ્યો, ગુણાતીત સ્વામીને બહાર કાઢવા સત્સંગી મહિલાઓ જીદે ચઢી, જાણો શું છે વિવાદ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">