Gandhinagar : જાણીતા ગાયક વિજય સુવાળા ભાજપમાં જોડાયા, કમલમ ખાતે કેસરિયો ખેસ ધારણ કર્યો

લોકપ્રિય કલાકાર વિજય સુવાળા જૂન મહિનામાં આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા. AAPમાં જોડાયા બાદ વિજય સુવાળા અત્યંત એક્ટિવ દેખાતા હતા. વિજય સુવાળાએ ઉત્તર ગુજરાતમાં અનેક કાર્યક્રમ યોજી રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2022 | 2:31 PM

Gandhinagar : ગુજરાતની આગામી વિધાનસભાની (Assembly) ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને (AAP) ફરી મોટો ઝટકો લાગ્યો છે. જાણીતા ગાયક વિજય સુવાળા (Vijay Suwala) AAPને છોડીને ભાજપમાં (BJP JOIN) જોડાયા છે. વિજય સુવાળાએ ગાંધીનગર કમલમ પહોંચીને કેસરિયો ખેસ ધારણ કર્યો છે. ભાજપના પ્રદેશના નેતાઓ અને કેટલાક પ્રધાનોની હાજરીમાં વિજય સુવાળા કેસરિયો ખેસ ધારણ કર્યો છે. ઉત્તરાયણે વિજય સુવાળાએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં ભાજપે વિજય સુવાળાને વિધાનસભા ટિકિટ માટે બાંહેધરી આપી હોવાના અહેવાલ છે. વિજય સુવાળા મૂળ મહેસાણા જિલ્લાના સુવાળા ગામના વતની છે. અને ઉત્તર ગુજરાતની લોકબોલીમાં ગાયેલા એકથી એક ચઢિયાતા ગીતોથી સર્વાધિક લોકપ્રિય છે. આમ તો ગુજરાતભરમાં જાણીતો ચહેરો છે. વિજય સુવાળા યુવાનોમાં ખાસ્સા લોકપ્રિય છે.

લોકપ્રિય કલાકાર વિજય સુવાળા જૂન મહિનામાં આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા. AAPમાં જોડાયા બાદ વિજય સુવાળા અત્યંત એક્ટિવ દેખાતા હતા. વિજય સુવાળાએ ઉત્તર ગુજરાતમાં અનેક કાર્યક્રમ યોજી રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તો AAPએ વિજય સુવાળાને પ્રદેશ ઉપ-પ્રમુખ બનાવી સંગઠનમાં સ્થાન આપ્યું હતું. જો કે ત્યારબાદ ધીમે ધીમે વિજય સુવાળા નિષ્ક્રીય થઈ ગયા હતા.

 

આ પણ વાંચો : સોખડાનો વધુ એક વિવાદાસ્પદ વીડિયો સામે આવ્યો, ગુણાતીત સ્વામીને બહાર કાઢવા સત્સંગી મહિલાઓ જીદે ચઢી, જાણો શું છે વિવાદ

આ પણ વાંચો : નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં પોષી પૂનમની ઉજવણી, બોર અર્પણ કરવા ભાવિકો ઉમટયાં

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">