સોખડાનો વધુ એક વિવાદાસ્પદ વીડિયો સામે આવ્યો, ગુણાતીત સ્વામીને બહાર કાઢવા સત્સંગી મહિલાઓ જીદે ચઢી, જાણો શું છે વિવાદ
હરિધામ સોખડા મંદિરમાં છેલ્લા કેટલાક દિવસોથી વારંવાર વિવાદમાં આવી રહ્યું છે. અનુજ નામના યુવાનને સંતો દ્વારા માર મારવાની ઘટનામાં રોજ નવા વળાંક આવી રહ્યા છે ત્યારે હવે સત્સંગી મહિલાઓએ પણ મોરચો ખોલી દીધો છે.
વડોદરા (Vadodara) નજીક આવેલા હરિધામ સોખડા મંદિર (Haridham Sokhada Temple)માં અનુજ નામના યુવાનને માર મારવાની ઘટના બાદ હવે સત્સંગી મહિલાઓ દ્વારા ગુણાતિત સ્વામીના વિરોધ પ્રદર્શનને લઈને નવો વિવાદ ઉભો થયો છે. આ મહિલાઓ ગુણાતિત સ્વામીને મંદિરની બહાર કરવાની માગ સાથે વિરોધ કરી રહી છે.
સત્સંગી મહિલાઓએ મંદિરના ટ્રસ્ટીઓને જણાવ્યું છે કે જ્યાં સુધી ગુણાતિત સ્વામીને મંદિરની બહાર કરવામાં આવશે નહીં ત્યાં સુધી તેઓ પણ ધરણા પરથી ઉઠશે નહીં. તેઓએ મંદિરના વહિવટ માટે પ્રેમસ્વરૂપદાસ સ્વામી (Premaswarupdas Swami) અને પ્રબોધ સ્વામી (Prabodh Swami) ના જૂથને લઈને પણ માગણીઓ કરી છે.
મહિલાઓ હરિધામ સોખડા (Haridham Sokhada) મંદિરના વહિવટમાં કોઈ એક જ મુખ્ય માણસ હોવો જોઇએ તેવું જણાવી રહી છે તેઓ ટ્રેસ્ટીઓને કહી રહી છે કે આપણે એક જ બાપ હોય છે તેમ મંદિરના પણ એક જ વડા હોય છે. બે વડા નહીં ચલાવી લેવામાં આવે.
આ મહિલાઓએ ગુણાતિત સ્વામી પર તેના ચારિત્ર્યને લઈને પણ આક્ષેપો કર્યા છે. તેમણે અન્ય એક બ્રહ્મવિહારી સહિતના સ્વામીના નામ લઈને તેમના ચારિત્ર્ય પર આક્ષેપો કરવાની સાથે અશોકભાઈ નામના વ્યક્તિ દ્વારા પૈસામાં ગોટાળા કરયા હોવાના પણ આક્ષેપ કરાય છે.
મંદિરના વહિવટ માટે બે જૂથ વચ્ચેની સત્તાની ખેચતાણ?
ગુણાતિત સ્વામી જ પ્રબોધ સ્વામી હોવાનું પણ મંદિર સાથે સંકળાયેલા લોકો જણાવી રહ્યા છે. આથી એક વાત સ્પષ્ટ થઈ જાય છે કે પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામીના બે જુથ પડી ગયાં છે અને બંને વચ્ચે સત્તાની ખેચતાણમાં આ વિવાદ ઊભા થઈ રહ્યા છે.
સંતોના હાથે માર ખાનાર અનુજ ચૌહાણને ત્રીજી નોટિસ
સોખડા હરિધામમાં સંતોના હાથે માર ખાનાર અનુજ ચૌહાણને વડોદરા તાલુકા પોલીસે ત્રીજી નોટિસ ફટકારી છે. અનુજ ચૌહાણને ત્રણ દિવસમાં હાજર થવા પોલીસનું વધુ એક ફરમાન કર્યુ છે. અગાઉ 12 જાન્યુઆરી એ પોલીસે બીજી નોટિસ આપી નિવેદન નોંધાવવા બોલાવ્યો હતો.હવે અનુજ નિવેદન નોંધાવવા ન આવતા પોલીસે ત્રીજી નોટિસ ફટકારી છે.
આ પણ વાંચોઃ Vadodara: કેન્દ્રીય પ્રધાનના સર્કિટ હાઉસ જવાના રોડ પર દારૂની રેલમછેલ